Delhi Farmers Protest: સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરવા માટે ખેડુતો અડગ, વહિવટીતંત્રના તમામ પ્રયત્નો નિષ્ફળ

|

Jul 21, 2021 | 9:29 AM

સંસદનું ચોમાસુ સત્ર સરૂ થયું છે, ત્યારે વિપક્ષ ઉપરાંત કુષિ આંદોલન પર ઉતરેલા ખેડુતો પણ સરાકરને ઘેરવાની તૈયારીમાં છે. કિસાનો 22 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી સંસદ બહાર વિરોધ પ્રદર્શનો કરીને કુષિ બિલનો વિરોધ નોંધાવશે.

Delhi Farmers Protest: સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરવા માટે ખેડુતો અડગ, વહિવટીતંત્રના તમામ પ્રયત્નો નિષ્ફળ
Farmers protest (File Photo)

Follow us on

Delhi Farmers Protest: ચોમાસુ સત્રની (Monsoon Session)શરૂઆત થઈ છે ત્યારે કુષિ આંદોલન પર ઉતરેલા ખેડુતો સંસદની ઘેરવાની તૈયારીમાં જોવા મળી રહ્યા છે. દિલ્હી પોલીસ દ્વારા ખેડુતોને સમજાવવાના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા અને ખેડુતો 22 જુલાઇએ કૃષિ કાયદાઓ (Farmer law) વિરુદ્ધ સંસદની બહાર ખેડૂતોએ વિરોધ કરી પ્રદર્શન કરવા માટે અડગ જોવા મળી રહ્યા છે.

મંગળવારે ખેડૂત નેતાઓ અને દિલ્હી પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. જેમાં દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સિંઘુ સરહદ નજીક ખેડૂત નેતાઓના પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજીને સંસદની બહાર વિરોધના નિર્ણયને ફરી એક વાર મુલતવી રાખવાની ચર્ચા કરવા જણાવ્યું હતું. જો કે દિલ્હી પોલીસના તમામ પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા છે.મહત્વનું છે કે,આ પહેલા રવિવારે મળેલી બેઠક દરમિયાન દિલ્હી પોલીસે ખેડૂત સંઘોને(Farmer Union) વિરોધ પ્રદર્શનમાં જોડાનારા લોકોની સંખ્યા ઘટાડવા કહ્યું હતું પરંતુ ખેડૂત સંઘના નેતાઓએ આ વાતને નકારી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ખેડુતો સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરવા માટે અડગ

કિસાન સંઘે મંગળવારે જણાવ્યું હતું કે, સંસદના( Parliament) ચાલુ ચોમાસા સત્ર દરમિયાન 200 ખેડુતો સાથે આ વિરોધ પ્રદર્શન (Farmers Protest) કરવામાં આવશે.22 જુલાઈએ સિંધુ બોર્ડર પરથી 200 ખેડુતો આ વિરોધ પ્રદર્શનમાં જોડાઈને કુષિ બિલનો વિરોધ કરવામાં આવશે.ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે, અમે 22મી જુલાઈથી ચોમાસા સત્રના અંત સુધી ‘વિરોધ પ્રદર્શન’નું આયોજન કરીશું અને દરરોજ 200 ખેડુતો આ પ્રદર્શનમાં જોડાશે.

વહીવટીતંત્રના તમામ પ્રયત્ન નિષ્ફળ

સંસદ બહાર ખેડુતોના વિરોધ પ્રદર્શનને લઈને વહીવટીતંત્ર અને દિલ્હી પોલીસ (Delhi Police) દ્વારા આંદોલનકારીઓની સંખ્યા ઘટાડવા માટે ખેડુતોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.જો કે, વહીવટીતંત્રએ કિસાન સંઘને ખેડુતોની સંખ્યા ધટાડવા માટે કરેલા તમામ પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા છે. કારણ કે ખેડુતો 22 જુલાઈએ સંસદની બહાર 200 ખેડુતો કુષિ બિલનો વિરોધ નોંધાવશે.

 

 

 

ઉલ્લેખનીય છે કે, કિસાન સંઘ 22 જુલાઈથી શરૂ કરીને 13 ઓગસ્ટ સુધી સંસદ બહાર વિરોધ પ્રદર્શન કરીને કુષિ બિલનો વિરોધ નોંધાવશે.

આ પણ વાંચો: West Bengal: 2024 લોકસભાની ચૂંટણીને લઈ TMCની તૈયારીઓ પુરજોશમાં, આજે મમતા બેનર્જીની કેટલાય રાજ્યમાં વર્ચ્યુઅલ રેલી

આ પણ વાંચો: Kalyan Singh Health Update: પૂર્વ CM કલ્યાણસિંહની હાલતમાં 36 કલાક બાદ સુધારો, ગવર્નર આનંદીબેન પટેલે લીધી મુલાકાત

Next Article