AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmers Protest : ખેડૂત આંદોલનને ઉશ્કેરનાર 250 ટ્વીટર એકાઉન્ટ્સ સસ્પેન્ડ

Farmers Protest : ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રાधौગિકી મંત્રાલયે 250 ટ્વીટર એકાઉન્ટને સસ્પેન્ડ કર્યા છે.

Farmers Protest : ખેડૂત આંદોલનને ઉશ્કેરનાર 250 ટ્વીટર એકાઉન્ટ્સ સસ્પેન્ડ
Niyati Trivedi
| Edited By: | Updated on: Feb 01, 2021 | 7:22 PM
Share

Farmers Protest : ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રાधौગિકી મંત્રાલયે 250 ટ્વીટર એકાઉન્ટને સસ્પેન્ડ કર્યા છે.આ ટ્વીટર એકાઉન્ટસ પર ભડકાવનારા ટ્વીટ અને ખોટા હેશટેગ ચલાવવાનો આરોપ છે. ખેડૂત આંદોલનને લઇને અકાઉન્ટ પર #ModiPlanningFarmerGenocide નામથી હેશટેગ ચલાવવામાં આવ્યા હતા. આ હેશટેગનો  મતલબ હતો કે મોદી સરકાર ખેડૂતોના જનસંહારની તૈયારી કરી રહી છે. સરકારે આ નિર્ણય ગૃહ મંત્રાલય અને સુરક્ષા એજન્સીની અપીલ બાદ લીધો છે. અપીલમાં કહેવામાં આવ્યું હતું કે પ્રદર્શન દરમિયાન આ લોકો મુશ્કેલી પેદા કરી શકે છે. અને દેશની સુરક્ષા માટે તે ખતરારુપ છે.

બ્લોક એકાઉન્ટમાં કિસાન એકતા મોર્ચા , ધ કારવાન, માનિક ગોયલ, Tractor2twitr અને jatt_junction જેવા એકાઉન્ટ્સ સામેલ છે. કેન્દ્ર સરકારે કૃષિ કાયદા વિરુધ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને લઇને ટ્વીટ કરનારા આ એકાઉન્ટને લઇ ટ્વીટરને લીગલ નોટિસ મોકલી હતી. કેન્દ્ર સરકારની નોટિસ બાદ ટ્વીટર દ્વારા આ પગલુ લેવામાં આવ્યું છે. કેંદ્ર સરકારના આ નિર્ણય બાદ ટ્વીટર એવા અનેક એકાઉન્ટસની શોધી રહ્યુ છે કે જેણે ટ્વીટર એકાઉન્ટસ પરથી અનેક ઉકાસવનારા અને ભ્રામક ટ્વીટ કરવામાં આવ્યા હતા.

જે એકાઉન્ટ્સને સસપેન્ડ કરવામાં આવ્યા છે એને ખોલતા જ એક મેસેજ દેખાય છે કે જેમાં લખેલું છે કે સરકાર તરફથી કાનૂની અપીલ બાદ આ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે ગાજીપુર ,ટિકરી અને સિંધુ બોર્ડર પર અને આસપાસના વિસ્તારોમાં હાલ ઇન્ટરનેટ સેવા થોડાક સમય માટે બંધ કરી દેવામાં આવી હતી. કૃષિ કાયદાને લઇ વિરોધ કરનારા ખેડૂતો હજી પણ આ વિસ્તારોમાં છે જો કે હિંસા બાદ સરકાર વધારે કડક થઇ ગઇ છે.

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
g clip-path="url(#clip0_868_265)">