ખેડૂત આંદોલન: આ વખતે Tractor Rallyમાં 40 લાખ ટ્રેકટર જોડાશે? વાંચો શું કહ્યું રાકેશ ટીકૈતે

|

Feb 15, 2021 | 6:54 PM

ખેડૂત આંદોલન: ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના નેતા રાકેશ ટીકૈતે રવિવારે કહ્યું કે કેન્દ્રીય કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન (farmer-protest) ચલાવનારા 40 નેતાઓના સમર્થનમાં દેશભરમાં પ્રવાસ કરશે.

ખેડૂત આંદોલન: આ વખતે Tractor Rallyમાં 40 લાખ ટ્રેકટર જોડાશે? વાંચો શું કહ્યું રાકેશ ટીકૈતે
રાકેશ ટિકૈત (File Image)

Follow us on

ખેડૂત આંદોલન: ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના નેતા રાકેશ ટીકૈતે રવિવારે કહ્યું કે કેન્દ્રીય કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન (farmer-protest) ચલાવનારા 40 નેતાઓના સમર્થનમાં દેશભરમાં પ્રવાસ કરશે. ઈન્દ્રી, કરનાલમાં કિસાન મહાપંચાયતને સંબોધતા Rakesh Tikait કહ્યું કે ખેડૂત સંગઠન કેન્દ્ર સરકારને ત્યાં સુધી શાંતિથી બેસવા નહીં દઈએ, જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ નહીં સંતોષાય. તેમણે કહ્યું કે, “આ વખતે ટ્રેક્ટર પરેડનું લક્ષ્ય 40 લાખ ટ્રેકટરો હશે. અમે બધા 40 નેતાઓ સમર્થન મેળવવા માટે દેશના અલગ અલગ ભાગની મુલાકાત લઈશું. આંદોલન માટે દરેક જણ એકજુટ છીએ. હવે, દેશના ભાવિનો નિર્ણય ખેડૂત લેશે.”

 

Tractor rally File photo

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

તેમણે કહ્યું, “જ્યાં સુધી સરકાર અમારી માંગણીઓ પૂરી નહીં કરે અને અમારી સાથે વાત નહીં કરે ત્યાં સુધી અમે કેન્દ્રને શાંતિથી બેસવા નહીં દઈશું. જો ન્યુનતમ સપોર્ટ પ્રાઈસ (MSP) પર કોઈ કાયદો બનાવવામાં આવે તો આખા દેશને ફાયદો થાય. ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેચવાની માંગને લઈને ખેડૂતો એક દમ કટિબદ્ધ છે. ખેડૂત સંગઠનો દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે બધાને સ્વીકાર્ય છે.

 

બીકેયુના પ્રવક્તાએ કહ્યું કે ‘પંચ’ અને ‘મંચ’ એકસરખા રહેશે. તેમણે કહ્યું, “અમારું મગજ ખરાબ કરશો નહીં. ખેડૂત અને જવાન બંનેએ કહ્યું છે કે બીલ પાછું લો, અમે હજી સુધી ‘ગાડી’ પાછી વાળવાની વાત કરી નથી, તેથી વધુ સારું છે કે તમે અમારું કાર્ય ચાલુ રાખો.” Rakesh Tikait એવો પણ આક્ષેપ કર્યો હતો કે નવો કૃષિ કાયદો જાહેર વિતરણ પ્રણાલીનો અંત લાવશે. આ પ્રસંગે ટિકૈટ ઉપરાંત ખેડૂત આગેવાનો Balbir Singh  રાજેવાલ, દર્શન પાલ અને હરિયાણા બીકેયુના વડા ગુરનમસિંહ ચારુની પણ હાજર હતા.

ચાલો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે કૃષિ કાયદાને 12-18 મહિના સુધી રોકી રાખવાની ઓફર કરી છે. કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત યુનિયન દ્વારા પ્રસ્તાવ નામંજૂર કરવામાં આવ્યો છે. ખેડૂતો સાથે ત્રણ નવા કાયદા રદ કરવાની માંગ માટે વાટાઘાટોના અનેક તબક્કાઓ ભૂતકાળમાં યોજાઈ ગયા છે.

 

આ પણ વાંચો: Indonesia પર આવી આસમાની આફત, પહાડોમાંથી આવેલા કાદવના પૂરમાં ફસાયા લોકો

Next Article