Indonesia પર આવી આસમાની આફત, પહાડોમાંથી આવેલા કાદવના પૂરમાં ફસાયા લોકો

ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાં ભારે વર્ષાને કારણે ભૂસ્ખલન થયું છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા બે વ્યક્તિઓમાં મોત થાય છે. જ્યારે 16 થી વધારે લોકો ગાયબ થયા છે.

Indonesia પર આવી આસમાની આફત, પહાડોમાંથી આવેલા કાદવના પૂરમાં ફસાયા લોકો
Indonesia java flood
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 15, 2021 | 6:11 PM

Indonesiaના માઠા દિવસો ખતમ થવાનું નામ જ લેતા નથી. ક્યારેક ભૂકંપ તો ક્યારેક જ્વાળામુખી તો ક્યારેક અતિવવૃષ્ટિ આવીને મોટી મોટી આફતો સર્જે છે. હવે ભારે વરસાદ આ દેશમાં આફત સર્જી રહ્યું છે. અહીંયા મુખ્ય ટાપુ જાવામાં ભારે વર્ષને કારણે ભૂસ્ખલન થયું છે. આ દુર્ઘટનામાં ઓછા માં ઓછા બે વ્યક્તિઓમાં મોત થાય છે જ્યારે 16 થી વધારે લોકો ગાયબ છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે રેસ્ક્યૂ ટીમ પાસે સાધનોની અછત છે. તેઓ ખેતીમાં ઉપયોગમાં લેવાતા સાધનોથી દટાયેલાં લોકોને બહાર કાઢી રહ્યા છે. રાષ્ટ્રીય આપત્તિ રાહત એજન્સીના પ્રવક્તા રદિત્ય જાતિએ જણાવ્યું હતું કે, પૂર્વ જાવાના નગનજુક જિલ્લાના સેલોપોરો ગામમાં ગુમ થયેલ લોકોની શોધમાં સૈનિકો, પોલીસ અને સ્વયંસેવકો સહિત ઘણાબધા બચાવકર્મીઓ રોકાયેલા હતા.

ઘરો પર પડ્યો કાટમાળ પ્રવક્તા રદિત્ય જાતીએ જણાવ્યું હતું કે રવિવારે મોડી સાંજે આસપાસની ટેકરીઓમાંથી ઓછામાં ઓછા આઠ મકાનો પર કાદવ પડ્યો હતો. આને કારણે, તેમાં 21 લોકો દાતાવ લાગ્યા હતા. આ ઘટનામાં 14 લોકો ઘાયલ થયા છે. જાતીએ જણાવ્યું હતું કે બચાવકર્તાઓએ બે મૃતદેહો કાઢ્યા છે અને ત્રણ ઇજાગ્રસ્તોને માટીમાંથી બહાર કાઢ્યા છે. તેમણે કહ્યું કે બચાવ કર્મીઓ અન્ય 16 લોકોને શોધી રહ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

નદીઓમાં પૂરનું જોખમ રાતોરાત વરસાદના કારણે નદીઓમાં પાણીનો પ્રમાણ ઘણો વધી ગયો છે. આને કારણે પૂરનું જોખમ વધી ગયું છે. ઘણી જગ્યાએ, નદીઓએ પોતાનો કાંઠો છોડીને બહાર તરફ વહી રહી છે. જેના કારણે રહેણાંક વિસ્તારોમાં 3 ફૂટ સુધી કાદવ ભરાય છે. આ કારણે લોકોએ પોતાનો ઘર છોડીને ભાગવું પડ્યું છે. જાવા સિવાય અન્ય પ્રાંતમાં પણ પૂરનું જોખમ વધી ગયું છે. ઇન્ડોનેશિયામાં દર વર્ષે પૂર અને ભૂસ્ખલનને કારણે ઘણો વિનાશ સર્જાય છે. 17 હજાર ટાપુઓ સાથેનો આ દેશ પૂર વિસ્તારની ખૂબ નજીક છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">