દેશભરમાં ખેડૂતોનો ચક્કાજામ કાર્યક્રમ માટે સંયુક્ત કિસાન મોરચાએ એડવાઇઝરી જાહેર કરી

દેશભરમાં ખેડૂતોનો ચક્કાજામ કાર્યક્રમ માટે સંયુક્ત કિસાન મોરચાએ એડવાઇઝરી જાહેર કરી
File Photo

દેશમાં Farmers  શનિવાર 6 ફેબ્રુઆરીના રોજ ચક્કાજામ કરશે. જો કે દિલ્હી, યુપી અને ઉત્તરાખંડમાં ચક્કાજામ થશે નહીં. પરંતુ આ સ્થળે Farmers  ફક્ત આવેદન પત્ર આપશે.

Chandrakant Kanoja

| Edited By: Bhavesh Bhatti

Feb 06, 2021 | 7:22 AM

દેશમાં Farmers  શનિવાર 6 ફેબ્રુઆરીના રોજ ચક્કાજામ કરશે. જો કે દિલ્હી, યુપી અને ઉત્તરાખંડમાં ચક્કાજામ થશે નહીં. પરંતુ આ સ્થળે  Farmers  ફક્ત આવેદન પત્ર આપશે. આ રાજ્યો સિવાય બપોરે 12 થી 3 દરમિયાન અન્ય રાજ્યોમાં શાંતિપૂર્ણ રીતે ચક્કાજામ કરવામાં આવશે. ચક્કાજામ દરમ્યાન જે લોકોને રોકવામાં આવશે તેને ખેડુતો ભોજન અને પાણી આપીને ટેકો માંગશે. ચક્કાજામના અંતે હોર્ન વગાડીને Farmers એકતાનો સંદેશ આપવામાં આવશે. ખેડૂતો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે એમ્બ્યુલન્સ અને અન્ય જરૂરી વાહનોની સેવાઓને રોકવામાં નહી આવે.

દિલ્હીમાં ચક્કાજામ નથી તેમ છતાં સંપૂર્ણ સાવચેતી લેવામાં આવી રહી છે. દિલ્હીની ટીકરી બોર્ડર પર મોટી સંખ્યામાં દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં 26 મી જાન્યુઆરીએ થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને પોલીસે આજુબાજુ બેરિકેડ લગાવ્યું હતું, જેના પર કાંટાળા તાર બાંધવામાં આવ્યા છે. જેથી કોઈ પણ પ્રદર્શનકાર દિલ્હીમાં કોઈપણ રીતે પ્રવેશ કરી શકે નહીં. હિસાર-ચંદીગઢ રોડ પર આવેલા બડોવાલ ટોલ પ્લાઝા અને સંગરુર-દિલ્હી રોડ પરના ખાટકડ ટોલ પ્લાઝા પર ચક્કાજામ થશે. ચક્કાજામને ધ્યાનમાં રાખીને વહીવટ સંપૂર્ણ સજાગ છે.

સંયુક્ત કિસાન મોરચાએ 6 ફેબ્રુઆરીના રોજ ચક્કાજામ માટે અપીલ કરતા વિશેષ બુલેટિન જાહેર કર્યું છે. આ અંગે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચાના ડો.દર્શન પાલે જણાવ્યું હતું કે અમે લોકોને આ કાર્યક્રમમાં સહકાર આપવા અપીલ કરીએ છીએ.

સંયુક્ત કિસાન મોરચાની એડવાઇઝરી 

1.  દેશભરમાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર બપોરે 12 થી બપોરે 3 વાગ્યા સુધી ચક્કાજામ રહેશે.

2. એમ્બ્યુલન્સ, સ્કૂલ બસ વગેરે જેવી ઇમરજન્સી અને આવશ્યક સેવાઓ બંધ નહીં થાય.

3. ચક્કાજામ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને અહિંસક રહેશે.

4. આંદોલનકારીઓને સૂચના આપવામાં આવી છે કે આ કાર્યક્રમ દરમ્યાન કોઈપણ અધિકારીઓ, કર્મચારીઓ અથવા સામાન્ય નાગરિકો સાથે કોઈ સંઘર્ષમાં સામેલ ન થાય.

5 દિલ્હી બોર્ડરની અંદર ચક્કાજામનો કોઇ કાર્યક્રમ નહીં હોય, કારણ કે તમામ વિરોધ સ્થળો પહેલેથી ચક્કાજામ મોડમાં છે. દિલ્હીમાં તમામ  પ્રવેશ રસ્તાઓ ખુલ્લા રહેશે.

6. ચક્કાજામનો કાર્યક્રમ 3 મિનિટથી 1 મિનિટ સુધી હોર્ન વગાડીને સમાપ્ત જાહેર કરવામાં આવશે. જે ખેડૂતોની એકતા દર્શાવે છે.

7. અમે લોકોને પણ અપીલ કરીએ છીએ કે તેઓ ખેડૂતોના સમર્થન અને એકતાને મજબુત કરવા આ કાર્યક્રમમાં જોડાય.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati