Farmer Tractor Rally: હિંસામાં 83 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા, દિલ્હી પોલીસ HQએ જાહેર કર્યું લિસ્ટ

|

Jan 26, 2021 | 11:14 PM

Farmer Tractor Rally દરમિયાન ઉગ્ર બનેલા ખેડૂતોએ ઘણી જગ્યાએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું. દિલ્હી પોલીસ હેડ ક્વાર્ટર તરફથી આ હિંસા ઘાયલ થયેલા પોલીસ કર્મચારીઓનું પ્રથમ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Farmer Tractor Rally: હિંસામાં 83 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા, દિલ્હી પોલીસ HQએ જાહેર કર્યું લિસ્ટ

Follow us on

Farmer Tractor Rally દરમિયાન ઉગ્ર બનેલા ખેડૂતોએ ઘણી જગ્યાએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું. દિલ્હી પોલીસ હેડ ક્વાર્ટર તરફથી આ હિંસા ઘાયલ થયેલા પોલીસ કર્મચારીઓનું પ્રથમ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઘાયલ પોલીસ કર્મચારીઓમાં કોન્સ્ટેબલથી લઈને પોલીસ ઈન્સ્પેક્ટર સુધીના અધિકારીઓ સામેલ છે. મોટાભાગના પોલીસ કર્મચારીઓ એ સમયે ઘાયલ થયા, જ્યારે તેઓ ઉગ્ર બનેલા ખેડૂતોને લાલ કિલ્લા પર રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

 

83 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

પોલીસ હેડ ક્વાર્ટરે આ હિંસામાં 83 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયાનું જણાવ્યું છે. મોટાભાગના પોલીસ કર્મચારીઓ લાલ કિલ્લા પર ઘાયલ થયા છે. લાલ કિલ્લા પર પ્રદર્શન દરમિયાન ઉગ્ર બનેલા ખેડૂતોએ પોલીસ કર્મચારીઓ પર લાકડી, પથ્થર અને લોખંડના સળીયાથી હુમલા કર્યા હતા. એક ખેડૂત હાથમાં તલવાર લઈને પોલીસને ધમકાવતો પણ નજરે પડ્યો હતો. દિલ્હી પોલીસના PRO ઈશ સિંઘલે કહ્યું કે આ હિંસક પ્રદર્શનમાં પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે, સાથે જ સાર્વજનિક સંપત્તિને પણ ઘણું નુકસાન થયું છે.

 

ઉગ્ર ખેડૂતોના પોલીસ કર્મચારીઓ પર હુમલા

ખેડૂત આંદોલનના 62માં દિવસે ખેડૂત સંગઠનોએ દિલ્હીમાં ટ્રેક્ટર રેલી કાઢી હતી. રેલીની મંજુરી વખતે ખેડૂતોએ શાંતિપૂર્ણ રેલી થશે એવું દિલ્હી પોલીસને જણાવ્યું હતું પણ આજની રેલીમાં દિલ્હીમાં ઘુસવા માટે ખેડૂતોએ ઘણી બધી જગ્યાએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું. ખેડૂતો પોલીસ સામે સફળ ન થતા બેરીકેટ તોડવામાં આવ્યા અને પોલીસ પર હુમલા કરવામાં આવ્યા. એક ખેડૂત તલવાર લઈને પોલીસ પાછળ દોડ્યો હતો તો અન્ય એક જગ્યાએ પોલીસ પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવા ચહેરાઓને ટિકિટ આપશે: અમિત ચાવડા

Next Article