AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FARMER PROTEST: ખેડૂત આંદોલનમાં હસ્તક્ષેપ કરવાનો બ્રિટનનો ઈનકાર, કહ્યું ભારત સૌથી નજીકનો મિત્ર દેશ

બ્રિટિશ સંસદમાં ફરી એકવાર ભારતના ખેડૂત આંદોલનનો પડઘો પડ્યો છે. લેબર પાર્ટીના બ્રિટિશ શીખ સાંસદ તન્મનજીતસિંહ ધેસીએ સંસદમાં ખેડૂત આંદોલન અને એક પત્રકારની કથિત ધરપકડ અંગે સવાલ ઉઠાવ્યા હતા.

FARMER PROTEST: ખેડૂત આંદોલનમાં હસ્તક્ષેપ કરવાનો બ્રિટનનો ઈનકાર, કહ્યું ભારત સૌથી નજીકનો મિત્ર દેશ
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 11, 2021 | 10:36 PM
Share

બ્રિટિશ સંસદમાં ફરી એકવાર ભારતના ખેડૂત આંદોલનનો પડઘો પડ્યો છે. લેબર પાર્ટીના બ્રિટિશ શીખ સાંસદ તન્મનજીતસિંહ ધેસીએ સંસદમાં ખેડૂત આંદોલન અને એક પત્રકારની કથિત ધરપકડ અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેના જવાબમાં બ્રિટિશ વિદેશ કાર્યાલયના એશિયા બાબતોના પ્રધાન નિજેલ એડમ્સે ભારતને બ્રિટનનો સૌથી નજીકનો દેશ ગણાવતા ખેડૂત આંદોલનમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો હતો.

લેબર પાર્ટીના સાંસદે પૂછ્યો હતો પ્રશ્ન

લેબર પાર્ટીના બ્રિટિશ શીખ સાંસદ તન્મનજીતસિંહ ધેસીએ સવાલ ઉઠાવ્યો કે ભારતમાં કિસાન આંદોલન તરીકે વિશ્વનું સૌથી મોટું શાંતિપૂર્ણ આંદોલન છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે. મને પણ આની ચિંતા છે. આ ગૃહના 100થી વધુ સભ્યોએ વડાપ્રધાન બોરીસ જ્હોનસનને પત્ર લખીને આ આંદોલનમાં હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે બ્રિટનના 650 સંસદીય મત વિસ્તારના લગભગ 1 લાખ લોકોએ પણ આ મુદ્દે ઓનલાઈન અરજીઓ પર હસ્તાક્ષર કર્યા છે.

ભારત પર માનવાધિકાર ભંગનો આરોપ લગાવ્યો

લેબર પાર્ટીના બ્રિટિશ શીખ સાંસદ તન્મનજીતસિંહ ધેસીએ ભારત પર માનવાધિકારનો ભંગનો હાથે ઘડેલો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ભારત સરકાર પત્રકારો, માનવાધિકાર કાર્યકરો અને વિરોધ કરનારાઓની ધરપકડ કરીને માનવાધિકારનો  ભંગ કરી રહી છે.

બ્રિટને કહ્યું – ભારત સૌથી નજીકનો મિત્ર દેશ

બ્રિટનના મંત્રી નિજેલ એડમ્સે તન્મનજિતસિંહના સવાલોના જવાબ આપતા કહ્યું કે ભારત સાથે અમારો ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ છે. આવનારા સમયમાં ભારત સાથેના આપણા સંબંધો વિશ્વના અન્ય દેશો કરતા વધુ મજબૂત બનશે. ભારત આપણો મૈત્રીપૂર્ણ દેશ છે, તેથી જો આપણે વિચારીએ કે જે થઈ રહ્યું છે તે તેના હિતમાં નથી તો જ આપણે હસ્તક્ષેપ કરવો જોઈએ. વિદેશ સચિવના સ્તરે અમે ડિસેમ્બરમાં ભારત સાથે આ મુદ્દા પર ચર્ચા કરી હતી.

આ પણ વાંચો: IPL 2021: ઓકશન પહેલા જ હરભજને કહ્યુ ‘હું ફીટ છુ, રમવા માટે તૈયાર છુ’

g clip-path="url(#clip0_868_265)">