Singer KK Passes Away : મશહૂર પ્લેબેક સિંગર કેકેનું કોલકાતામાં નિધન, કોલકાતામાં LIVE પરફોર્મન્સ દરમિયાન હાર્ટ એટેક આવ્યો, PM મોદીએ શોક વ્યક્ત કર્યો
Singer KK Passes Away કોલકાતામાં લાઇવ કોન્સર્ટ દરમિયાન મંગળવારે મોડી રાત્રે હાર્ટ એટેકના કારણે કેકેનું અવસાન થયું છે. બે દિવસીય કોન્સર્ટ કાર્યક્રમ માટે કોલકાતા પહોંચ્યા હતા. સોમવારે તેમનો કાર્યક્રમ પણ યોજાયો હતો.
મશહૂર પ્લેબેક સિંગર કેકેનું(KK) કોલકાતામાં નિધન થયું છે. તેમની કૉન્સર્ટ દરમિયાન તબિયત બગડી હતી. બોલીવૂડ ગાયક (Bollywood Singer) ક્રિષ્નકુમાર કુન્નથનું કોલકાતામાં 53 વર્ષની વયે અવસાન થયું છે. ફિલ્મ સંગીત જગતમાં ક્રિષ્નકુમાર કુન્નથને કેકેના નામે ઓળખવામાં આવતા હતા. કોલકાતામાં(Kolkata) લાઈવ કોન્સર્ટ દરમિયાન તેમનું નિધન થયું હતું. તેમને તબિયત બગડતા કલકત્તા મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યા હતા.જો કે અવસાનના કારણ અંગે હજુ સુધી ડોક્ટરોએ સત્તાવાર રીતે આ અંગે કોઈ માહિતી આપી નથી. તેમજ તેમના પોસ્ટમોર્ટમ બાદ બાદ જ મૃત્યુ પાછળનું ખરું કારણ ખબર પડી શકે તેમ છે.
બોલિવૂડના મશહૂર પ્લેબેક સિંગર કેકે (KK Passes Away)નું ગઈકાલ મંગળવારે મોડી રાત્રે નિધન થયું છે. કોલકાતામાં (Kolkata) લાઈવ કોન્સર્ટ દરમિયાન હાર્ટ એટેકથી તેમનું નિધન થયું હતું. હાર્ટ એટેક (Heart Attack) આવતાં તેમને કલકત્તા મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં રાત્રે 10:30 કલાકે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ કોલકાતાના નરુલમાં ઓડિટોરિયમમાં લાઈવ પરફોર્મન્સ (Live Performance) આપી રહ્યા હતા. આ પછી તેને સીડી પર હાર્ટ એટેક આવ્યો.
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ સંગીત જગતના લોકો માટે આ સમાચાર મોટા આંચકા સમાન છે. કેકેનું સાચું નામ કૃષ્ણ કુમાર કુન્નાથ હતું. તે ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના ‘ઐસા ક્યા ગુનાહ કિયા’ ગીતથી ફેમસ થયો હતો. પ્રારંભિક અહેવાલો અનુસાર તેમનું મૃત્યુ, હ્રદયરોગના હુમલા (Heart Attack)ના કારણે થયું હોવાનું બહાર આવી રહ્યું છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેકેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પીએમ મોદીએ વ્યક્ત કર્યુ દુ:ખ
Saddened by the untimely demise of noted singer Krishnakumar Kunnath popularly known as KK. His songs reflected a wide range of emotions as struck a chord with people of all age groups. We will always remember him through his songs. Condolences to his family and fans. Om Shanti.
— Narendra Modi (@narendramodi) May 31, 2022
પીએમ મોદીએ કહ્યું, ‘કેકે નામથી પ્રખ્યાત ગાયક કૃષ્ણકુમાર કુન્નાથના અકાળ અવસાનથી દુઃખી છું. તેમના ગીતોમાં લાગણીઓની વિશાળ શ્રેણી દર્શાવવામાં આવી હતી. તેમના ગીતો દરેક વય જૂથના લોકો સાથે જોડાયેલા છે. આપણે કેકેને તેમના ગીતો દ્વારા તેમને હંમેશા યાદ રાખીશું. પીએમ મોદીએ કેકેના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
મનોજ તિવારીએ વ્યક્ત કર્યો શોક
ભાજપના અગ્રણી અને એક્ટર મનોજ તિવારીએ પણ કેકેના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, ‘તારી સાથેની આ યાદ એક અવિસ્મરણીય સફર હતી. તમારા ગીતો અમારા માટે અમર રહેશે. તમને યાદ કરશે, કે.કે. આ ચોંકાવનારું છે.’ કેકે 54 વર્ષના હતા. તેણે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને બંગાળી ભાષાઓમાં ગીતો ગાયા છે. કેકેનું પોસ્ટમોર્ટમ બુધવારે થશે. ત્યાર બાદ જ તેના મૃત્યુનું ચોક્કસ કારણ બહાર આવશે.
બે દિવસીય કોન્સર્ટ માટે કોલકાતા આવ્યા હતા
એવું પણ સામે આવ્યું છે કે કેકે બે દિવસના કોન્સર્ટ માટે કોલકાતા આવ્યા હતા. સોમવારે પણ તેની કોન્સર્ટ હતી. આ દરમિયાન તેમણે વિવેકાનંદ કોલેજમાં એક કાર્યક્રમ કર્યો હતો. ગઈકાલ મંગળવારે બીજા કોન્સર્ટ બાદ તેમની તબિયત લથડી હતી અને અચાનક જ તેઓ તેમના ચાહકોને એકલા છોડી ગયા હતા.