અમેરિકાની જાણીતી ગાયિકા મેરી મિલબેન સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં આપશે હાજરી, આફ્રિકન-અમેરિકન કલાકારને પ્રથમ વખત આમંત્રણ મળ્યું

|

Aug 14, 2022 | 7:10 AM

ભારત સરકારે આફ્રિકન-અમેરિકન ગાયિકા મેરી મિલબેનને (Mary Millben) પ્રથમ વખત સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે.

અમેરિકાની જાણીતી ગાયિકા મેરી મિલબેન સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં આપશે હાજરી, આફ્રિકન-અમેરિકન કલાકારને પ્રથમ વખત આમંત્રણ મળ્યું
Mary Milben, American singer
Image Credit source: Social Media

Follow us on

વિદેશ મંત્રાલયે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે વિશેષ અતિથિને આમંત્રણ આપ્યું છે. જાણીતી અમેરિકન ગાયિકા મેરી મિલબેન (Mary Millben) ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની (75th Independence Day) ઉજવણીમાં હાજરી આપવા માટે દિલ્લી આવશે. તમને જણાવી દઈએ કે મેરી મિલબેન ‘ઓમ જય જગદીશ હરે’ (Om Jai Jagdish Hare) અને ‘જન ગણ મન’ને નવી રીતે રજૂ કરીને વિશ્વભરના ભારતીયોનું દિલ જીતી લીધું છે. ભારત આવતાં પહેલાં મેરી મિલબેને એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે 1959માં ભારતની મુલાકાતે આવેલા ડૉ. માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના પગલે ચાલીને મને ભારતના 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સાંસ્કૃતિક રાજદૂત તરીકે અમેરિકાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. જેનો મને ગર્વ છે.

તમને જણાવી દઈએ કે મેરી મિલબેન પ્રથમ આફ્રિકન-અમેરિકન કલાકાર છે, જેમને ICCR દ્વારા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તે અમેરિકાનું પ્રતિનિધિત્વ કરતી સત્તાવાર મહેમાન હશે. મેરી મિલબેન ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીમાં હાજરી આપવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. મેરી મિલબેન એક આફ્રિકન-અમેરિકન ગાયિકા છે. વર્ષ 2020માં તે ભારતનું રાષ્ટ્રગીત નવા અંદાઝમાં ગાઈને ચર્ચામાં આવી હતી. તેણે પોતાના સુરીલા અવાજમાં ‘ઓમ જય જગદીશ હરે’ ગીત પણ ગાયું છે. તેમના દ્વારા ગવાયેલા ભજન અને રાષ્ટ્રગીતને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મેરી મિલબેનની આ પ્રથમ ભારત મુલાકાત હશે. દિલ્હી સિવાય તે લખનૌ પણ જઈ શકે છે. ભારતની મુલાકાતનો ઉત્સાહ વ્યક્ત કરતાં તેણીએ કહ્યું કે હું મારી પ્રથમ ભારત મુલાકાતની તૈયારી કરી રહી છું ત્યારે મારો આત્મા ડો. માર્ટિન લ્યુથર કિંગના શબ્દોનું પુનરાવર્તન કરી રહ્યો છે. ડૉ. કિંગે કહ્યું, “અન્ય દેશોમાં હું પ્રવાસી તરીકે જાઉં છું, પણ ભારતમાં હું યાત્રાળુ તરીકે આવું છું.”

 

Next Article