નામિબિયાથી ભારતમાં લવાયેલા ચિત્તાના પરિવારથી આવ્યા ખુશખબર, માદા ચિત્તા ગર્ભવતી હોવાના મળ્યા સમાચાર

|

Oct 01, 2022 | 12:04 PM

નામિબિયાથી ભારત લાવવામાં આવેલા 8 ચિત્તામાંથી (Cheetah) ત્રણ નર છે. તેમની ઉંમર 2થી 5 વર્ષની વચ્ચે છે. વન અધિકારીઓ તમામ ચિત્તાઓ પર નજર રાખી રહ્યા છે. મધ્યપ્રદેશ (Madhya Pradesh) સરકારે ચિત્તા વિશે જાગૃતિ ફેલાવવા માટે 450થી વધુ ચિત્તા મિત્રોની નિમણૂક કરી છે.

નામિબિયાથી ભારતમાં લવાયેલા ચિત્તાના પરિવારથી આવ્યા ખુશખબર, માદા ચિત્તા ગર્ભવતી હોવાના મળ્યા સમાચાર
નામિબિયાથી ભારત લવાયેલ એક માદા ચિત્તા ગર્ભવતી બની

Follow us on

ભારત સરકાર દેશમાં ચિત્તાઓની (Cheetah) વસ્તી વધારવાનો પ્રયાસ કરી રહી છે. જેને ધ્યાનમાં રાખીને 17 સપ્ટેમ્બરે નામીબિયાથી આઠ ચિત્તાઓને મધ્યપ્રદેશના (Madhya Pradesh) કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી 3 માદા ચિત્તા હતા. દરમિયાન, એવા સમાચાર છે કે આમાંથી એક માદા ચિત્તા જેનું નામ આશા છે, તે ગર્ભવતી બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વન અધિકારીઓ (Forest Officers) માદા ચિત્તા પર નજર રાખી રહ્યા છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. કહેવામાં આવી રહ્યું છે કે કુનો નેશનલ પાર્ક 16 ઓક્ટોબરથી ખોલવામાં આવશે. ચિત્તાઓ દ્વારા મુલાકાત લેવાયેલ વિસ્તારોમાં પ્રવાસીઓને મંજૂરી આપવામાં આવશે નહીં.

મળતી માહિતી મુજબ નામિબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તામાંથી ત્રણ નર ચિત્તા છે. તેમની ઉંમર 2થી 5 વર્ષની વચ્ચે જણાવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 70 વર્ષથી ચિત્તા ભારતમાંથી લુપ્ત થઈ ગયા છે. ચિત્તાને એક કરાર હેઠળ નામિબિયાથી ભારતમાં લાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ સરકારે ચિત્તા વિશે જાગૃતિ ફેલાવવા માટે 450થી વધુ ચિત્તા મિત્રોની નિમણૂક કરી છે. ‘ચિતા મિત્ર’ ચિત્તાના જીવન અને રીતભાત વિશે જાગૃત કરશે.

વડાપ્રધાન મોદીએ ચિત્તાઓને પાંજરામાંથી મુક્ત કરાવ્યા હતા

જે દિવસે કુનો નેશનલ પાર્કમાં ચિત્તા છોડવામાં આવી રહ્યા હતા તે દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા. પીએમ મોદીએ પોતાના 72માં જન્મદિવસે પોતે જ ચિત્તાઓને પાંજરામાંથી મુક્ત કરાવ્યા હતા. આ ચિત્તાઓ ખાસ વિમાન દ્વારા પહેલા મધ્યપ્રદેશના ગ્વાલિયર પહોંચી ગયા હતા. આ પછી તેમને કુનો નેશનલ પાર્ક લઈ જવામાં આવ્યા હતા. ભારતમાં 18 રાજ્યોમાં લગભગ 70 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં 52 વાઘ અનામત છે. વાઘ ભારતમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ચિત્તાને ભારતમાં લુપ્ત જાહેર કરવામાં આવ્યો હતો

દેશમાં છેલ્લા ચિત્તાની મોત 1947માં છત્તીસગઢમાં થઈ હતી. જે પછી 1952માં સરકાર દ્વારા ચિત્તાને ભારતમાં લુપ્ત જાહેર કરવામાં આવ્યો હતો. ‘ભારતમાં આફ્રિકન ચિત્તા પરિચય પ્રોજેક્ટ’ 2009માં દેશમાં ચિત્તાઓને સ્થાયી કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. ચિત્તાઓને લાવવા માટે ભારતે નામિબિયા સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા.

Published On - 11:49 am, Sat, 1 October 22

Next Article