Fact Check: જાણો શું છે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત મેળવો નોકરી અને લેપટોપ’ના SMS ની સાચી હકીકત

|

Oct 15, 2021 | 7:31 AM

એક વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર બેટી બચાવો, બેટી પઢાઓ (Beti Bachao, Beti Padhao) અભિયાન હેઠળ નોકરીઓ, લેપટોપ અને મોબાઈલ ફોન આપી રહી છે

Fact Check: જાણો શું છે બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત મેળવો નોકરી અને લેપટોપના SMS ની સાચી હકીકત
Fact Check

Follow us on

Fact Check: શું તમે કોઈ એવી જાહેરાત જોઈ છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર બેટી બચાવો, બેટી પઢાઓ (Beti Bachao, Beti Padhao) અભિયાન હેઠળ નોકરીઓ, લેપટોપ અને મોબાઈલ ફોન આપી રહી છે. તો અમે તમને જણાવી દઈએ કે આ દાવો સંપૂર્ણપણે ખોટો અને નકલી છે. સરકાર આ યોજના હેઠળ આવું કશું કરી રહી નથી. તો આ દાવાને જરાય માનશો નહીં. PIB ફેક્ટ ચેકે આ માહિતી આપી છે.

દાવામાં શું કહેવામાં આવ્યું છે?
PIB ફેક્ટ ચેકે ટ્વિટ કરીને કહ્યું કે એક જાહેરાત બહાર આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર બેટી બચાવો, બેટી પઢાઓ યોજના હેઠળ નોકરી, લેપટોપ અને મોબાઈલ આપી રહી છે. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે આ દાવો ખોટો અને નકલી છે. સરકાર પાસે આવી કોઈ યોજના નથી. આ છેતરપિંડી કરવાનો પ્રયાસ છે. આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિને પૈસા આપવાની સરકારની જોગવાઈ નથી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તેણે આ જાહેરાતનો ફોટો પણ શેર કર્યો છે. એવું જોવા મળે છે કે લોકોને SMS મોકલવાનું કહેવામાં આવ્યું છે. આમ કરવા માટે, તેમને પૈસા, લેપટોપ સાથે લાલચ આપવામાં આવી છે. જેમાં આપને SMS કરીને તમારું પોતાનું નામ, સરનામું અને કેટલીક અંગત માહિતીઓ મોકલવાનું કહેવામા આવે છે. હકીકતમાં અંગત માહિતીઓ જાહેર કરવાથી ગુનેગારોને તમારી સાથે છેતરપિંડી કરવાની સરળતા રહે છે.

અંગત વિગતો જાહેર કર્યા પછી મોટી નુકસાનીમાં પડી શકો છો. માટે કોઈને પણ તમારી અંગત માહિતી શેર કરશો નહીં. આપેલા આપેલા નંબર પર કોઈ પણ જાતની તમારી અંગત માહિતી મોકલશો નહી. આવી ખોટી ભ્રામક અફવાહોમાં આવી જવું નહીં તેમજ અન્યોને પણ જાગૃત કરવા.

PIB ફેક્ટ ચેક શું છે?
તમને જણાવી દઈએ કે PIB ફેક્ટ ચેક સરકારી નીતિઓ અથવા યોજનાઓ પર ખોટી માહિતીને રદિયો આપે છે. જો તમને કોઈ સરકારી સંબંધિત સમાચાર બનાવટી હોવાની શંકા હોય, તો તમે તેના વિશે PIB ફેક્ટ ચેકને જાણ કરી શકો છો. આ માટે તમે આ મોબાઇલ નંબર 918799711259 અથવા socialmedia@pib.gov.in ઇમેઇલ આઇડી પર મોકલી શકો છો.

આ પણ વાંચો: Basement Vastu Rules : ઘરમાં બેઝમેન્ટ બનાવતા પહેલા જાણી લો તેના મહત્વના વાસ્તુ નિયમો

આ પણ વાંચો: Income Tax: કર્મચારી WORK FROM HOME કરતાં હોય તો HRA કેવી રીતે Claim કરી શકાય? જાણો શું છે નિયમ

Next Article