AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત, હવેથી તમે રિઝર્વેશન ટિકિટમાં મુસાફરીની તારીખ બદલી શકશો, જાણો નિયમ

Online change in train travel date : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે જાન્યુઆરી 2026થી શરૂ કરીને, મુસાફરો કોઈપણ વધારાના ફી વિના તેમની કન્ફર્મ ટિકિટની મુસાફરીની તારીખ ઓનલાઈન બદલી શકશે. નવી નીતિ સીટની ઉપલબ્ધતા પર આધાર રાખશે, અને જો નવી મુસાફરી માટે ભાડું વધારે હશે, તો તેનો તફાવત જે તે મુસાફરે ચૂકવવો પડશે.

રેલવે મુસાફરો માટે મોટી જાહેરાત, હવેથી તમે રિઝર્વેશન ટિકિટમાં મુસાફરીની તારીખ બદલી શકશો, જાણો નિયમ
Image Credit source: Google AI Generated Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2025 | 2:50 PM
Share

Change in date of Indian Railway Travel Ticket: મુસાફરો વારંવાર ભારતીય રેલવે પર ટ્રેનોની સંખ્યા અને સીટોની ઉપલબ્ધતા અંગે ફરિયાદ કરે છે. જો કે, આ સમસ્યાઓ સાથે, બીજી એક સમસ્યા જે ઘણીવાર મુસાફરોને પરેશાન કરે છે તે છે મુસાફરીની તારીખ. મુસાફરોને ટૂંક સમયમાં આ સમસ્યામાંથી મુક્તિ મળશે, જેનો સંકેત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે આપ્યો છે. અચાનક બદલાતા સંજોગોમાં મુસાફરો માટે તેમની મુસાફરીની તારીખો બદલવાનું સરળ બનાવવા માટે ભારતીય રેલવે એક નવી નીતિ લાગુ કરી રહી છે.

નવો નિયમ શું હશે?

મીડિયા અહેવાલ મુજબ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2026થી શરૂ કરીને, મુસાફરો કોઈપણ વધારાના ફી વિના તેમની કન્ફર્મ ટિકિટની મુસાફરીની તારીખ ઓનલાઈન બદલી શકશે. હાલમાં, જો કોઈ મુસાફર પોતાની મુસાફરીની તારીખ બદલવા માંગે છે, તો તેણે સૌ પહેલા તો પોતાની રિઝર્વેશન ટિકિટ રદ કરવી પડે છે અને નવી ટિકિટ બુક કરાવવી પડે છે. આ પ્રક્રિયામાં રદ કરવાના સમયના આધારે રિફંડ કપાતનો સમાવેશ થાય છે. આ માત્ર ખર્ચમાં વધારો જ નથી કરતું પણ મુસાફરોને અસુવિધા પણ પહોંચાડે છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “આ સિસ્ટમ મુસાફરોના હિતમાં નથી અને તેને બદલવાની જરૂર છે.” તેમણે એમ પણ કહ્યું કે આ ફેરફાર લાગુ કરવા માટે પહેલાથી જ સૂચનાઓ આપવામાં આવી છે.

શું સીટની ગેરંટી આપવામાં આવશે?

જોકે, મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, નવી નીતિ હેઠળ, મુસાફરોને નવી તારીખે કન્ફર્મ ટિકિટની ગેરંટી આપવામાં નહીં આવે, કારણ કે આ જે તે ટ્રેનમાં સીટની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે. જો નવી મુસાફરી માટે ભાડું વધારે હશે, તો મુસાફરોએ તેનો તફાવત ચૂકવવો પડશે. આ પગલું લાખો મુસાફરો માટે ફાયદાકારક સાબિત થશે. જેઓ હાલમાં તેમની મુસાફરીની તારીખો બદલતી વખતે ટિકિટ રદ કરવાની ફીનો સામનો કરે છે.

હાલના નિયમો શું છે?

રિઝર્વેશન ટિકિટના વર્તમાન નિયમ અનુસાર, નિર્ધારિત ટ્રેન પ્રસ્થાનના 48 થી 12 કલાક પહેલા ટિકિટ રદ કરવા પર 25 % કપાત કરવામાં આવે છે. જો કે, જો ટિકિટ ટ્રેન પ્રસ્થાનના 12 થી 4 કલાક પહેલા રદ કરવામાં આવે છે, તો કપાત વધુ થાય છે. અને એકવાર રિઝર્વેશનનો ચાર્ટ તૈયાર થઈ જાય, ત્યાર પછી જો ટિકિટ રદ કરાવવામાં આવે તો સામાન્ય રીતે કોઈ રિફંડ મળતું નથી.

નવી નીતિ લાગુ થયા પછી, મુસાફરોને અચાનક મુસાફરીમાં ફેરફાર થવાથી થતી નાણાકીય અને માનસિક અસુવિધાનો સામનો કરવો પડશે તેવી શક્યતા ઓછી થશે. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. રેલવે મંત્રીએ જણાવ્યું છે કે આ નીતિ જાન્યુઆરીમાં લાગુ કરવામાં આવશે, તેથી શક્ય છે કે આગામી દિવસો અને અઠવાડિયામાં આ અંગે કેટલીક સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ કેટલી ઉંમર સુધીના બાળકો ટ્રેનમાં મફત મુસાફરી કરી શકે છે, જાણો કેટલી ઉંમરના બાળકોની ટિકિટ માટે પૈસા ચૂકવવા પડશે

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">