લોકસભામાં સોનિયા ગાંધીએ કહ્યુ, ફેસબુક-ટ્વિટર ચોક્કસ નેતા, પક્ષને જ ફાયદો પહોચાડે છે, આનાથી લોકશાહીને ખતરો

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે ફેસબુક અને ટ્વિટર જેવી વૈશ્વિક કંપનીઓનો ઉપયોગ રાજકારણીઓ, રાજકીય પક્ષો રાજકીય હેતુને સાકાર કરવા માટે કરે છે.

લોકસભામાં સોનિયા ગાંધીએ કહ્યુ, ફેસબુક-ટ્વિટર ચોક્કસ નેતા, પક્ષને જ ફાયદો પહોચાડે છે, આનાથી લોકશાહીને ખતરો
Congress President Sonia Gandhi,
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Mar 16, 2022 | 1:37 PM

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi) લોકસભામાં (Lok Sabha) મીડિયાની સ્વતંત્રતા અને સોશિયલ મીડિયાને પ્રભાવિત કરીને લોકશાહી સામેના પડકારોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે બુધવારે લોકસભામાં કહ્યું હતું કે ફેસબુક (Facebook) અને ટ્વિટર (Twitter) જેવી વૈશ્વિક કંપનીઓનો ઉપયોગ રાજનેતાઓ, રાજકીય પક્ષો દ્વારા રાજકીય હેતુને સાકાર કરવામાં માટે કરાય છે. તેમણે કહ્યું કે તે વારંવાર ધ્યાન પર આવ્યું છે કે વૈશ્વિક સોશિયલ મીડિયા કંપનીઓ તમામ પક્ષોને સમાન તકો પૂરી પાડી રહી નથી.

લોકસભામાં સોનિયા ગાંધીએ કહ્યું કે સત્તાના મેળાપીપણામાં ફેસબુક દ્વારા જે રીતે સામાજિક સમરસતાને હાની પહોંચાડવામાં આવી રહી છે તે આપણા લોકતંત્ર માટે ખતરા સમાન છે. સોનિયા ગાંધી દ્વારા ઉઠાવવામાં આવેલા મામલા પર બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ પ્રત્યુતર આપ્યો હતો. તેમણે કોંગ્રેસના શાસન દરમિયાન મીડિયા સામેની તેમની ભૂમિકાની તપાસની માંગ કરી છે.

યુવાનો અને વૃદ્ધોમાં નફરત ફેલાવવામાં આવી રહી છેઃ સોનિયા ગાંધી

તેમણે કહ્યું કે ભાવનાત્મક રીતે આપવામાં આવેલી માહિતી દ્વારા યુવાનો અને વૃદ્ધોના મન નફરતથી ભરાઈ રહ્યા છે. અહીં ફેસબુક જેવી પ્રોક્સી એડવર્ટાઈઝિંગ કંપનીઓ આ વાતથી વાકેફ છે અને તેમાંથી નફો કમાઈ રહી છે. રિપોર્ટમાં મોટા કોર્પોરેશનો, શાસક સંસ્થાઓ અને ફેસબુક જેવી વૈશ્વિક સોશિયલ મીડિયા જાયન્ટ્સ વચ્ચે વધતી સાંઠગાંઠ દર્શાવે છે. તેમણે અહીં અનેક અખબારોને ટાંક્યા. તેમણે કહ્યું કે વોલ સ્ટ્રીટ જર્નલે તેના અહેવાલમાં જણાવ્યું છે કે કેવી રીતે ફેસબુકે શાસક પક્ષને સમર્થન આપ્યું હતું.

અન્ય ઘણા સમાન અહેવાલોનો પણ દાવો કરવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ફેસબુકે પોતાના નિયમો તોડ્યા છે અને શાસક પક્ષ અને સરકારની તરફેણ કરી છે. સોનિયા ગાંધીએ કહ્યું કે અહેવાલ દર્શાવે છે કે ફેસબુક સત્તાધારી પક્ષો સાથે મળીને અન્ય પક્ષો વિરુદ્ધ પ્રચાર ચલાવી રહ્યું છે.

આ પણ વાંચોઃ

સુપ્રીમ કોર્ટે ‘વન રેન્ક વન પેન્શન’ની કેન્દ્ર સરકારની નીતિને ઠેરવી સાચી, ત્રણ મહિનામાં બાકી રકમ ચૂકવવા આપ્યો નિર્દેશ

આ પણ વાંચોઃ

પંજાબમાં કારમી હાર બાદ નવજોત સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, કહ્યું- જેમ તેઓ ઈચ્છતા હતા તેમ મેં કર્યું

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati