Ahmedabad: ચીન સાથે ભારતના સંબંધો પર એસ જયશંકરે આપ્યું મોટું નિવેદન, ડ્રેગનની મનસાનો કર્યો ખુલાસો
વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે કહ્યું કે ભારત ચીન સામે જટિલ પડકારોનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે જ્યારે હું મોટી શક્તિઓ વિશે પણ વાત કરું છું, તો ચોક્કસપણે અમારી સામને ચીન એક ખાસ પડકાર છે.
Ahmedabad: વિદેશ મંત્રી એસ જયશંકર શનિવારે અમદાવાદની હદમાં આવેલી અનંત નેશનલ યુનિવર્સિટી પહોંચ્યા હતા. અહીં તેમણે કહ્યું હતું કે ભારત ચીન તરફથી જટિલ પડકારોનો સામનો કરી રહ્યું છે. નરેન્દ્ર મોદી સરકારે સરહદી વિસ્તારોમાં એકતરફી યથાસ્થિતિ બદલવાનો કોઈ પ્રયાસ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે અસરકારક પગલાં લીધાં છે.
તેમણે “મોદીનું ભારત: એક ઉભરતી શક્તિ” પર પ્રવચન આપ્યું હતું. અહીં વિદેશ મંત્રીએ હસ્તકલા પરના એક પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. જે ANU અને USIN ફાઉન્ડેશન વચ્ચેનો સહયોગ હતો. તેમણે કહ્યું કે જ્યારે હું મોટી શક્તિઓ વિશે પણ વાત કરું છું, તો ચોક્કસપણે અમારી સામે ચીન તરફથી એક ખાસ પડકાર છે. આ પડકાર ખૂબ જ જટિલ પડકાર છે, પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં તે ખાસ કરીને સરહદી વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે.
બંને પક્ષો એકબીજાનો સન્માન કરે
પૂર્વી લદ્દાખમાં ઘૂસણખોરી અંગે, જયશંકરે કહ્યું કે સ્પષ્ટપણે એવી પ્રતિક્રિયાઓ કરી છે જેની જરૂર છે, અને તે પ્રતિક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી છે, અને તે સુનિશ્ચિત કરવા માટે કે સરહદી વિસ્તારોમાં એકપક્ષીય સ્થિતિને બદલવાનો કોઈ પ્રયાસ ન થાય.
સફળ સંબંધો માટે દેશોએ સંતુલન શોધવાની જરૂર પડશે
તેમણે કહ્યું કે દેશના સંબંધો પણ માનવ સંબંધો જેવા છે, જે એક બાજુ અને શરતો પર નક્કી કરી શકાતા નથી. તેમણે કહ્યું કે લાંબા અને સફળ સંબંધો માટે દેશોએ સંતુલન શોધવાની જરૂર પડશે, જ્યાં બંને પક્ષો એકબીજાને મહત્વ આપે.
સંતુલન રાખવાની જરૂર છે
વિદેશ મંત્રીએ કહ્યું કે અગાઉની તમામ સરકારોએ પોતપોતાની રીતે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની 45 મિનિટની વાતચીત દરમિયાન, જયશંકરે ભારતના વધતા પ્રભાવ, ભારતની વિદેશ નીતિના બદલાતા સ્વભાવ અને આગળના માર્ગ વિશે વાત કરી હતી. ચીન સાથે થોડા સમય પહેલા પણ વાત થઈ હતી, હાલ ચીન ઉત્તરાખંડમાં પોતાના નાપાક કામ કરી રહ્યું છે.