Gujarati Video: વિદેશમંત્રી એસ. જયશંકરે ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતના 5 રાજ્યોના સ્ટુડન્ટ વિઝા પર મૂકેલા પ્રતિબંધ મુદ્દે આપી પ્રતિક્રિયા
ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતના 5 રાજ્યોના સ્ટુડન્ટ વિઝા પર પ્રતિબંધની વાતને લઈ વિદેશપ્રધાન એસ. જયશંકરે પ્રતિક્રિયા આપી છે. સરકાર પ્રતિબંધ દૂર કરવા જરૂરી તમામ પગલાં લેશે તેવું તેમણે વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું હતું.
Narmada: ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતના 5 રાજ્યોના સ્ટુડન્ટ વિઝા પર પ્રતિબંધ મુકવા મામલે વિદેશપ્રધાન એસ. જયશંકરે પ્રતિક્રિયા આપી. નર્મદાની મુલાકાતે આવેલા વિદેશપ્રધાને જણાવ્યું કે ભારત સરકાર સ્ટુડન્ટ વિઝા પર લગાવવામાં આવેલા પ્રતિબંધો દૂર કરવા જરૂરી તમામ પગલાં લેશે. વિદ્યાર્થીઓના હિતમાં સમાધાનનો રસ્તો ચોક્કસપણે નીકળશે તેવો આશાવાદ પણ વિદેશપ્રધાને વ્યક્ત કર્યો હતો. મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયાની બે મોટી યુનિવર્સિટીએ પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવા સૂચના આપી છે જેને લઈ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
આ પણ વાંચો : ગુજરાતની દીકરી અરિહાને ગેરકાયદે જર્મનીમાં રાખવાનો મુદ્દો, માતા ધારા શાહે CM સાથે કરી મુલાકાત
ઓસ્ટ્રેલિયાનો ગૃહ વિભાગ પાંચેય રાજ્યના વિદ્યાર્થીઓની વિઝા અરજીઓને સતત નકારી રહ્યો છે. ગત મહિને ઓસ્ટ્રેલિયાની 4 યુનિવર્સિટીએ ભારતીય વિદ્યાર્થીઓ પર વિદ્યાર્થી વિઝાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે લોકો સ્ટુડન્ટ વિઝા લઈને ભણવાને બદલે નોકરી માટે ઓસ્ટ્રેલિયા આવી રહ્યા છે. જેને લઈ ઓસ્ટ્રેલિયાના તંત્ર દ્વારા આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યુ હતું.