Odisha Blast : નયાગઢમાં મોટી દૂર્ઘટના, ગેસ પાઈપલાઈન નાખતી વખતે વિસ્ફોટ થતા 2 મજૂરના મોત

|

Feb 05, 2023 | 7:27 AM

સુનાલટીમાં ગેસ પાઈપલાઈન નાખતી વખતે અચાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 2 મજૂરોના મોત થયા હોવાના સમાચાર છે. તો ત્રણ મજૂરને ગંભીર ઇજા પહોંચી છે.

Odisha Blast : નયાગઢમાં મોટી દૂર્ઘટના, ગેસ પાઈપલાઈન નાખતી વખતે વિસ્ફોટ થતા 2 મજૂરના મોત
Blast in odisha

Follow us on

ઓડિશાના નયાગઢમાં મોટી દૂર્ઘટના ઘટી છે. સુનાલટીમાં ગેસ પાઈપલાઈન નાખતી વખતે અચાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં 2 મજૂરોના મોત થયા હોવાના સમાચાર છે. તો ત્રણ મજૂરને ગંભીર ઇજા પહોંચી છે. હાલ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ વિજય ગાંગુલી અને સોનુ તરીકે થઈ છે. આપને જણાવી દઈએ કે, આ બંને મહારાષ્ટ્રના રહેવાસી છે. તો ઘાયલ થયેલા મજૂરો પણ કોઈ અન્ય રાજ્યના રહેવાસી હોવાની માહિતી મળી રહી છે.

ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

મળતી માહિતી મુજબ જ્યારે આ મજૂરો ગેસની પાઈપલાઈન સાફ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક કોમ્પ્રેસર મશીનમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી જેને પગલે કામ કરી રહેલા પાંચેય મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા,જ્યાં બે મજૂરના મોત થયા છે.જ્યારે અન્ય ત્રણ મજુર હજુ જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે સારવાર લઈ રહેલા ત્રણેય મજૂરની હાલત ગંભીર છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

ઘટના અંગે એક મજૂરે જણાવ્યુ કે, અમે પાઈપ ખોલી રહ્યા હતા જેથી પાઈપમાં દબાણ ઓછુ થઈ શકે, જો કે આ દરમિયાન જ અચાનક વિસ્ફોટ થયો. મહત્વનું છે કે નયાગઢ સરકારી હોસ્પિટલમાં હાલ ઈજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે.

Published On - 6:47 am, Sun, 5 February 23

Next Article