કોંગ્રેસે લોકસભા ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવાતા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે ઈવીએમ સાથે જોડાયેલી એક ગંભીર બાબત સામે આવી છે. મુંબઈમાં એનડીએના ઉમેદવાર રવિન્દ્ર વાયકરના સંબંધીનો મોબાઈલ ફોન ઈવીએમ સાથે જોડાયેલો હતો. એનડીએના આ ઉમેદવાર માત્ર 48 મતથી જીત્યા છે. આ સાથે જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે પણ આ જ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, ‘ભારતમાં EVM એક “બ્લેક બોક્સ” છે અને કોઈને તેને ચેક કરવાની મંજૂરી નથી. અમારી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાને લઈને ગંભીર ચિંતાઓ કરવામાં આવી રહી છે. જ્યારે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય ત્યારે લોકશાહી ઢોંગી બની જાય છે અને છેતરપિંડી થવાની શક્યતા વધી જાય છે.
સાથે જ કોંગ્રેસે સવાલ કર્યો કે, ‘એનડીએ ઉમેદવારના સંબંધીનો મોબાઈલ ફોન ઈવીએમ સાથે કેમ જોડાયો ? જ્યાં મત ગણતરી થઈ રહી હતી ત્યાં મોબાઈલ ફોન કેવી રીતે પહોંચ્યો? એવા ઘણા પ્રશ્નો છે જે શંકા પેદા કરે છે. ચૂંટણી પંચે ખુલાસો કરવો જોઈએ.
EVMs in India are a “black box,” and nobody is allowed to scrutinize them.
Serious concerns are being raised about transparency in our electoral process.
Democracy ends up becoming a sham and prone to fraud when institutions lack accountability. https://t.co/nysn5S8DCF pic.twitter.com/7sdTWJXOAb
— Rahul Gandhi (@RahulGandhi) June 16, 2024
એક મીડિયા રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્રની વનરાઈ પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આરોપી મંગેશ પાંડિલકર શિવસેનાના ઉમેદવાર રવિન્દ્ર વાયકરનો સંબંધી છે, જે મુંબઈ નોર્થ વેસ્ટ લોકસભા બેઠક પરથી માત્ર 48 વોટથી જીત્યો હતો. તે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન સાથે જોડાયેલા ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે આ મોબાઇલ ફોનનો ઉપયોગ EVM મશીનને અનલોક કરવા માટે OTP જનરેટ કરવા માટે કરવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ 4 જૂને NESCO સેન્ટરની અંદર કરવામાં આવ્યો હતો.
વનરાઈ પોલીસે આરોપી મંગેશ પાંડિલકર અને દિનેશ ગુરવને પણ CrPC 41A નોટિસ મોકલી છે, જેઓ ચૂંટણી પંચ (EC) સાથે એન્કોર (પોલ પોર્ટલ) ઓપરેટર હતા. પોલીસે હવે મોબાઈલ ફોનને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલી આપ્યો છે. જેથી મોબાઈલ ફોનનો ડેટા જાણી શકાય અને ફોનમાં હાજર ફિંગર પ્રિન્ટ પણ લેવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર 4 જૂને મુંબઈ ઉત્તર પશ્ચિમ લોકસભા મતવિસ્તારની મતગણતરી દરમિયાન નેસ્કો સેન્ટરમાં આ ઘટના બની હતી. મામલો સામે આવ્યા બાદ કોંગ્રેસ આક્રમક બની છે.