મહાયુદ્ધમાં પણ ડંકો વગાડીને સાબિત કર્યું કે, વિશ્વ માટે ભારત કેટલુ મહત્વનું

|

Dec 23, 2024 | 1:47 PM

વિશ્વના ઘણા મોટા દેશો હાલમાં ભારત સાથે નજીકથી કામ કરી રહ્યા છે અને અમેરિકા અને રશિયા જેવા શક્તિશાળી રાષ્ટ્રો પણ ભારતની ભૂમિકાની પ્રશંસા કરી રહ્યા છે. ભારતના મહત્વને વધુ સ્પષ્ટ કરતાં જર્મનીના ભૂતપૂર્વ રાજદૂત વોલ્ટર જે. લિંડનરે જણાવ્યું કે ભારત વિના વૈશ્વિક વિકાસ અશક્ય છે.

મહાયુદ્ધમાં પણ ડંકો વગાડીને સાબિત કર્યું કે, વિશ્વ માટે ભારત કેટલુ મહત્વનું

Follow us on

એક તરફ, વિશ્વ રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ-ઈરાન એમ બે જુદા જુદા મોરચે મહા યુદ્ધની આગમાં સળગી રહ્યું છે. આવા કપરા સમય દરમિયાન દુનિયાના લગભગ તમામ દેશો ભારતની નીતિઓના વખાણ કરી રહ્યા છે. આ જ કારણ છે કે હાલમાં વિશ્વના ઘણા મોટા દેશો ભારત સાથે મળીને કામ કરી રહ્યા છે અને અમેરિકા અને રશિયા જેવા શક્તિશાળી દેશોપણ ભારતની ભૂમિકાની પ્રશંસા કરી રહ્યા છે.

ભારતના મહત્વને વધુ સ્પષ્ટ કરતાં જર્મનીના ભૂતપૂર્વ રાજદૂત વોલ્ટર જે. લિંડનરે જણાવ્યું કે ભારત વિના વૈશ્વિક વિકાસ અશક્ય છે. તેમણે આ ટિપ્પણી મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે ભારત વિના વિશ્વ પ્રગતિ કરી શકે નહીં.

લિન્ડનરે શું કહ્યું?

લિંડનરે કહ્યું કે, ભારતની સોફ્ટ પાવર હજુ પણ જીવંત છે કારણ કે તે ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. તેમણે કહ્યું કે ભારત એક એવો દેશ છે જેના અભિપ્રાય અને સક્રિય ભાગીદારી વિના વિશ્વ ખરેખર સંતુલિત અને ગતિશીલ બની શકતું નથી. ખાસ કરીને, ક્લાઈમેટ ચેન્જ, પાણીની કટોકટી, શહેરી આયોજન અને પ્લાસ્ટિક સામેની લડાઈ જેવા મુદ્દાઓને માત્ર ભારતના દ્રષ્ટિકોણથી જ શક્ય છે.

લીંબુ અને હળદરનું પાણી પીવાથી થશે અનેક લાભ, જાણો
Jaggery : ગોળ સાથે કઈ વસ્તુઓ ખાવી જોઈએ? અહીંયા જાણો
GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર

ભારતે ભજવી મોટી ભૂમિકા

ભારતે તાજેતરના વર્ષોમાં રાજકીય ઉથલપાથલ, યુદ્ધો અને સંઘર્ષો વચ્ચે વૈશ્વિક સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉથલપાથલ છતાં, ભારતે તેની વિદેશ નીતિમાં મહત્વની ભૂમિકા જાળવી રાખી છે, જે તેના વૈશ્વિક મહત્વની કુદરતી ઉત્ક્રાંતિ છે. લિન્ડનરે ભારતની આર્થિક પ્રણાલી પર પણ ટિપ્પણી કરતા કહ્યું કે વિશ્વને એ શીખવાની જરૂર છે કે, ભારત માત્ર ગુરુ પરંપરા અને ધાર્મિક મેળાવડાનું કેન્દ્ર નથી, પણ એક ઉદ્યોગ સાહસિકતાનું હબ અને IT નવીનતાઓનો ગઢ પણ છે.

ભારત બનશે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા

તેમણે એમ પણ કહ્યું કે, ભારતની અર્થવ્યવસ્થા ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી કે ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. લિન્ડનરનું પુસ્તક, વોટ ધ વેસ્ટ શૂડ લર્ન ફ્રોમ ઈન્ડિયા, નવી વૈશ્વિક વ્યવસ્થામાં ભારતની ભૂમિકા અને પશ્ચિમી વિશ્વને ભારતના મહત્વને સમજવાની જરૂરિયાત વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરે છે. આ પુસ્તક ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ, આર્થિક ક્ષમતા અને વૈશ્વિક સશક્તિકરણના વિઝનને સ્પષ્ટપણે રજૂ કરે છે.

Next Article