મલ્લિકાર્જુન ખડગે સુધી પહોંચી નેશનલ હેરાલ્ડ કેસની તપાસ, ED કરી રહી છે પૂછપરછ

|

Apr 11, 2022 | 1:18 PM

સુબ્રમણ્યમ સ્વામીએ (Subramaniam Swamy) નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, દિવંગત નેતા મોતીલાલ વોરા, પત્રકાર સુમન દુબે અને ટેકનોક્રેટ સામ પિત્રોડા પર આરોપ લગાવ્યા હતા.

મલ્લિકાર્જુન ખડગે સુધી પહોંચી નેશનલ હેરાલ્ડ કેસની તપાસ, ED કરી રહી છે પૂછપરછ
Mallikarjun Khadge ( file photo )

Follow us on

નેશનલ હેરાલ્ડ (National Herald) કેસની તપાસનો ધમધમાટ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadge) સુધી પહોંચ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) સોમવારે ખડગેની પૂછપરછ કરી છે. તેમને ED દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને આજે આ કેસમાં પૂછપરછ માટે હાજર થવા જણાવ્યું હતું. નેશનલ હેરાલ્ડ કેસની તપાસ સુબ્રમણ્યમ સ્વામીની (Subramaniam Swamy) ફરિયાદના આધારે શરૂ કરવામાં આવી હતી. તેમણે 2012માં કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના નેતાઓએ યંગ ઈન્ડિયા લિમિટેડ (Young India Ltd.) કંપની હેઠળ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડને હસ્તગત કરી હતી.

તેમણે દાવો કર્યો હતો કે યંગ ઈન્ડિયા લિમિટેડે નેશનલ હેરાલ્ડની મિલકતો ખોટી રીતે હસ્તગત કરી હતી. હકીકતમાં, એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ કંપની નેશનલ હેરાલ્ડ અખબાર પ્રકાશિત કરી રહી છે. આ કંપનીની સ્થાપના દેશના પહેલા પીએમ પંડિત જવાહરલાલ નેહરુએ 1937માં કરી હતી. તેમણે પોતાની સાથે અન્ય 5,000 સ્વાતંત્ર્ય સેનાનીઓનો પણ સમાવેશ કર્યો હતો. આ અખબાર કોંગ્રેસ પાર્ટીનું મુખપત્ર રહ્યું છે. 90 કરોડના દેવાના કારણે 2008માં અખબાર બંધ કરવું પડ્યું હતું.

સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, દિવંગત નેતા મોતીલાલ વોરા, પત્રકાર સુમન દુબે અને ટેકનોક્રેટ સામ પિત્રોડા પર આરોપ લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે તે યંગ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ખોટી રીતે હસ્તગત કરવામાં આવી હતી અને કોંગ્રેસના નેતાઓએ 2,000 કરોડ રૂપિયા સુધીની સંપત્તિ મેળવી હતી. આ કેસની તપાસ ED દ્વારા 2014માં શરૂ કરવામાં આવી હતી. કોંગ્રેસ આ મામલાને લઈને કહેતી આવી છે કે યંગ ઈન્ડિયા લિમિટેડનો ઉદ્દેશ્ય નફો કમાવવાનો નથી પરંતુ તેની રચના ચેરિટી માટે કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

આ પણ વાંચોઃ

‘ગિલ્ટી માઇન્ડ્સ’નું ટ્રેલર રિલીઝ, વરુણ મિત્રા કોર્ટમાં શ્રિયા પિલગાંવકર સાથે દલીલ કરતા જોવા મળ્યા

આ પણ વાંચોઃ

Agusta Westland Scam: પૂર્વ સંરક્ષણ સચિવ અને વાયુસેના અધિકારીની વિરૂદ્ધ કોર્ટે જાહેર કર્યુ સમન, 28 એપ્રિલે થશે સુનાવણી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

Next Article