Encounter: શ્રીનગરમાં સુરક્ષાબળ અને આતંકવાદી વચ્ચે અથડામણ, 2 આતંકવાદી ઠાર, હજુ પણ ઓપરેશન યથાવત

|

Jul 16, 2021 | 8:19 AM

કાશ્મીર પોલીસનાં જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓ અને સેના વચ્ચે ગોળીબાર ચાલુ જ છે. આતંકીઓને જેર કરવાની કોશિશ ચાલી રહી છે. આ સાથે જ સર્ચ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે

Encounter: શ્રીનગરમાં સુરક્ષાબળ અને આતંકવાદી વચ્ચે અથડામણ, 2 આતંકવાદી ઠાર, હજુ પણ ઓપરેશન યથાવત
Clashes between security forces and militants in Srinagar, 2 militants shot dead, operation still intact

Follow us on

Encounter: જમ્મુ કાશ્મીર(Jammu Kashmir)માં ગુરૂવારે મોડી રાતે શરૂ થયેલી આતંકવાદી(Terrorist)ઓ સાથેની અથડામણમાં સુરક્ષાબળે (Army) 2 આતંકવાદીને ઠાર માર્યા હતા. હજુ પણ જોકે બંને પક્ષે ગોળીબાર ચાલુ જ છે. પોલીસને મળેલી માહિતિનાં આધારે પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ શ્રીનગર(Srinagar)નાં દાનમાર વિસ્તારની આલમદાર કોલોની પહોચી હતી અને સર્ચ (Search Operation)દરમિયાન તેમણે આતંકવાદીઓની ઘેરાબંદી કરી લીધી હતી જેના આધારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

કાશ્મીર પોલીસનાં જણાવ્યા પ્રમાણે આતંકવાદીઓ અને સેના વચ્ચે ગોળીબાર ચાલુ જ છે. આતંકીઓને જેર કરવાની કોશિશ ચાલી રહી છે. આ સાથે જ સર્ચ ઓપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

બે દિવસ પહેલા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા ગતા

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ પહેલા જમ્મૂ કાશ્મીરનાં પૂલવામા જિલ્લામાં બુધવારે આતંકવાદી અને સુરક્ષાબળ વચ્ચે થયેલી અથડામણમાં પાકિસ્તાની કમાન્ડર એજાજ ઉર્ફ હુરેરા સહિત 3 આતંકવાદી માર્યા ગયા હતા. આ લોકો પાસેથી મોટી સંખ્યામાં દારૂગોળો પણ મળી આવ્યો હતો.

8 જુલાઈ એ બે આતંકી માર્યા ગયા હતા

આ રહેલા 8 જુલાઈનાં રોજ પુલવામામાં સુરક્ષાબળ સાથેની અથડામણમાં બે આતંકીઓ ઠાર મરાયા હતા. આ અથડામણ તે સમયે થઈ હતી કે જ્યારે કે હિજબુલ મુજાહિદ્દીનનાં આતંકી કમાન્ડર બુરહાન વાનીનાં માર્યા જવાના પાંચ વર્ષ પુરા થવા પર ઘાટીમાં અમુક વિસ્તારો એ બંધ પાળ્યો હતો, તે જ દિવસે આતંકવાદીઓ સાથે અથડામણ થઈ ગઈ હતી. ઠાર મારવામાં આવેલા આતંકીઓની ઓળખ લશ્કર એ તૈયબાનાં કિફાયત સોફી અને અલ બદ્ર ઈનાયત ડારનાં રૂપમાં કરાઈ હતી.

Next Article