Budget 2021-22: કર્મચારીઓનું PF મોડુ જમા કરાવવા પર હવે કંપનીઓને નહીં મળે કોઈ લાભ
Budget 2021-22માં સરકારે પગાર મેળવતા કર્મચારીઓના લાભ માટેની જાહેરાત કરી છે. સોમવારે સંસદમાં બજેટ પ્રક્રિયા દરમિયાન નાણામંત્રી નિર્મલા સિતારમણે જાહેરાત કરી છે.

Budget 2021-22માં સરકારે પગાર મેળવતા કર્મચારીઓના લાભ માટેની જાહેરાત કરી છે. સોમવારે સંસદમાં બજેટ પ્રક્રિયા દરમિયાન નાણામંત્રી નિર્મલા સિતારમણે જાહેરાત કરી છે કે જો Employer કર્મચારીઓનું PF મોડું જમા કરે છે તો તેમને PFના નિયમોમાં છૂટછાટનો લાભ નહીં મળે, સાથે જ નાણામંત્રીએ સામાન્ય કર્મચારીઓની સમસ્યા વિશે પણ વાત કરી.
નિર્મલા સીતારમણે કહ્યું, ‘અમને જાણવા મળ્યું છે કે કેટલાક નિયોક્તા કર્મચારીઓના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ અને અન્ય સામાજિક સુરક્ષા યોજનાઓના નામે રકમ કાપી તો લે છે, પરંતુ તેને સમય પર જમા નથી કરાવતા. Employer દ્વારા કરવામાં આવેલા આ વિલંબ પર સરકારનું ધ્યાન ગયું છે, વધુમાં જણાવ્યુ કે આના કારણે કર્મચારીઓને વ્યાજ મેળવવામાં નુક્શાન જાય છે. તેમણે કહ્યું કે જો Employer આગળના કામ કરવામાં સફળ ન થાય તો કર્મચારીને મુશ્કેલી સહન કરવી પડે છે.
આ પણ વાંચો: Budget 2021: IMCના કો.ચેરમેન સૌરભ શાહે બજેટને કહ્યું ‘વિકાસ લક્ષી’
Latest News Updates





