મોદી-મોદીના નારા લાગ્યા તો ખૂશ થઈને પ્રિયંકા ગાંધીએ સમર્થકો સાથે મેળવ્યો હાથ, કહ્યું તમે તમારી જગ્યાએ હું મારી જગ્યાએ
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો એક વીડિયો વાઈરલ થયો છે. ઈન્દોરના પ્રવાસે પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારમાં લાગેલા હતા. પ્રિયંકા પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન કેટલાક લોકો રસ્તાના કિનારે ઉભા રહી મોદી-મોદીના નારા લગાવી રહ્યા હતા. આ પણ વાંચોઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વખતે મણિશંકરે જે કહ્યું તેના પર ફરી બોલ્યા કે, મારી ભવિષ્યવાણી […]
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો એક વીડિયો વાઈરલ થયો છે. ઈન્દોરના પ્રવાસે પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચારમાં લાગેલા હતા. પ્રિયંકા પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા અને તે દરમિયાન કેટલાક લોકો રસ્તાના કિનારે ઉભા રહી મોદી-મોદીના નારા લગાવી રહ્યા હતા.
આ સાંભળીને પ્રિયંકાએ પોતાની કાર ઉભી રખાવી હતી. પ્રિયંકાએ કારમાંથી ઉતરીને લોકો સાથે હાથ મેળવ્યા હતા. આ દરમિયાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયો હતો. તો મધ્યપ્રદેશ કોંગ્રેસ દ્વારા પણ વીડિયોને શેર કરી દેવાયો હતો.
MP કોંગ્રેસ દ્વારા શેર વીડિયો સાથે એવુ કહેવામાં આવ્યું કે ઈન્દોરમાં કેટલાક લોકો કોઈના સમર્થનથી મોદ-મોદીના નારા લગાવી રહ્યા હતા. પરંતુ પ્રિયંકા ગાંધીએ પોતાની કારમાંથી ઉતરીને તે લોકોનું પણ સન્માન કર્યું અને તેમની સાથે હાથ મેળવ્યા હતા.સાથે ક્હયું કે તમે લોકો તમારી જગ્યાએ, હું મારી જગ્યાએ.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]