Election Results 2021: જીતની ઉજવણી પર ચૂંટણીપંચે લીધુ સંજ્ઞાન કહ્યું તરત કરો FIR
ચૂંટણીના પરિણામો બાદ અલગ અલગ રાજકીય પાર્ટીઓ દ્વારા ભેગા થવા અને જીતની ઉજવણી પણ કેન્દ્રીય ચૂંટણીપંચે સંજ્ઞાન લેતા પાંચ રાજ્યોના ચીફ સેક્રેટરીને નિર્દેશ કર્યો છે કે તરત કાર્યવાહી કરવામાં આવે.
Election Results 2021: ચૂંટણીના પરિણામો બાદ અલગ અલગ રાજકીય પાર્ટીઓ દ્વારા ભેગા થવા અને જીતની ઉજવણી પણ કેન્દ્રીય ચૂંટણીપંચે સંજ્ઞાન લેતા પાંચ રાજ્યોના ચીફ સેક્રેટરીને નિર્દેશ કર્યો છે કે તરત કાર્યવાહી કરવામાં આવે.
ચૂંટણી પરિણામો બાદ જીતની ઉજવણી કરવાના સમાચાર પર ચૂંટણી આયોગે કહ્યું કે આવા મામલાઓમાં તરત એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવે. સંબંધિત પોલિસ સ્ટેશનના અધ્યક્ષને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવે. જે કાર્યવાહી કરવામાં આવે તેની જાણકારી કેન્દ્રીય ચૂંટણી પંચને મોકલવામાં આવે.
પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણી માટે આજ મતોની ગણતરી થઈ રહી છે. બંગાળ, તમિલનાડુ, અસમ, કેરળ, પુડુચેરીમાં લગભગ સ્થિતિ સાફ થઈ ગઈ છે. રુઝાન હવે પરિણામની તરફ આગળ વધી રહ્યા છે. રુઝાનને જોઈ અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાઓ ઉજવણી માટે રોડ પર ઉતરી આવ્યા. કોરોનાકાળના કારણે ચૂંટણીપંચે જીતની ઉજવણી પર પ્રતિબંધ લગાવ્યો હતો.
મદ્રાસ અને કેરળ હાઈકોર્ટે જીતની ઉજવણી કરવા બદલ અને આતશબાજી પર રોક લગાવી હતી. મદ્રાસ હાઈકોર્ટે શુક્રવારે તમિલનાડુમાં નેતાઓ અને પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરી કે કોવિડ-19 મહામારીનેે ધ્યાને રાખતા વિધાનસભા ચૂંટણીના પરિણામોની બે મેએ જાહેરાત બાદ ઉજવણી ન કરે કે ફટાકડા ન ફોડે.
કેરળ હાઈકોર્ટે પણ 2 મેના રોજ રાજ્યમાં થનારી મતગણતરીને જોતા પોલીસ અને વિભિન્ન જિલ્લા અધિકારીઓેને એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો કે 1મેથી ચાર દિવસ સુધી રાજ્યમાં ક્યાંય ભેડી ન ભેગી થાય.