Election Breaking News: MP-રાજસ્થાન સહિત પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી તારીખોની આજે જાહેરાત, ECએ 12 વાગ્યે બોલાવી પ્રેસ કોન્ફરન્સ
રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે. પાંચ રાજ્યોની મુલાકાત લઈને ચૂંટણી પંચ સાથે સંકળાયેલા અધિકારીઓ દ્વારા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. પંચે આજે 12 વાગે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે.
ચૂંટણી પંચે આજે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની આજે જાહેરાત થશે. છેલ્લા કેટલાય સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે પાંચ રાજ્યની ચૂંટણીની તારીખોની ગણતરીના કલાકોમાં જાહેરાત થઈ જશે. જણાવવું રહ્યું કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
આ અગાઉ પાંચ રાજ્યની ચૂંટણીની વાત કરીએ તો 6 ઓક્ટોબર 2018માં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ હતી જ્યારે કે છત્તીસગઢની વાત કરીએ તો ત્યાં બે તબક્કામાં ચૂંટણી યોજવામાં આવી હતી, જો કે મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગાણામાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી.
હાલમાં રાજ્ય પ્રમાણે સત્તાના સમીકરણ
- મધ્યપ્રદેશમાં હાલમાં ભાજપાની સરકાર છે અને ત્યાં 230 બેઠક પૈકી ભાજપ પાસે 128, કોંગ્રેસ પાસે 98 અને 3 બેઠક અપક્ષ પાસે છે
- રાજસ્થાનની વાત કરીએ તો 200 વિધાનસભા બેઠક પૈકી કોંગ્રેસ પાસે 108, BJP 70, RLD 1, RLSP 3, BTP 2, ડાબેરીઓ 2 અને 13 અપક્ષ ધારાસભ્યો વચ્ચે બેઠકો વહેંચાયેલી છે અને રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકાર છે.
- વાત છત્તીસગઢની કરીએ તો ત્યાં 90 બેઠક છે અને કોંગ્રેસના મુખ્યપ્રધાન ભૂપેશ બધેલ છે. 90 વિધાનસભા બેઠકો પૈકી કોંગ્રેસ પાસે 71, બીજેપીના 15, બીએસપીના બે અને જેજેએસના એક ધારાસભ્યએ જીત મેળવી હતી
- મિઝોરમમાં MNFની સરકાર છે. 40 વિધાનસભા બેઠકો મુજબ હાલમાં સ્થિતિ MNF પાસે 27, JPM 6, કોંગ્રેસ 5, BJP 1 અને TMC પાસે એક MLA છે. અહીં MNFની સરકાર છે અને પાર્ટીના અધ્યક્ષ જોરામથાંગા સીએમ છે.
- તેલંગાણાની કુલ 119 વિધાનસભા બેઠકોમાથી BRS પાસે 99, કોંગ્રેસના 7, AIMIM 7, BJP 3 અને અપક્ષ 2 ધારાસભ્યો છે. અહીં બીઆરએસની સરકાર છે અને કે ચંદ્રશેખર રાવ સીએમ છે.
પાંચ રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ
- મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 17 ડિસેમ્બર 2023
- મધ્યપ્રદેશ વિધાનસભાનો કાર્યકાળ 6 જાન્યુઆરી 2024
- છત્તીસગઢ વિધાનસભાનો કાર્યકાળ 3 જાન્યુઆરી, 2024
- રાજસ્થાનનો કાર્યકાળ 14 જાન્યુઆરી, 2024ના રોજ સમાપ્ત થશે અને તે પહેલા નવી સરકારની રચના થવી જોઈએ.
- તેલંગાણા વિધાનસભાનો કાર્યકાળ 16 જાન્યુઆરી 2024 ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.