Election 2023 : વર્ષ 2023માં 10 રાજ્યોમાં ખેલાશે વિધાનસભા ચૂંટણી જંગ, જાણો વિગતે

ચૂંટણી પંચે આજે પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં આજે ચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં ત્રિપુરા- 16 ફેબ્રુઆરી,મેઘાલય અને નાગાલેન્ડમાં - 27 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જયારે ત્રણે રાજ્યના પરિણામ 2 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. આ ત્રણેય રાજ્યની વિધાનસભાઓનો કાર્યકાળ અનુક્રમે 5 માર્ચ, 2023, 5 માર્ચ, 2023 અને 13 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

Election 2023 : વર્ષ 2023માં 10 રાજ્યોમાં ખેલાશે વિધાનસભા ચૂંટણી જંગ, જાણો વિગતે
Election 2023 States
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2023 | 4:00 PM

દેશમાં વર્ષ 2023માં કુલ 10 રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, કર્ણાટક, તેલંગાણા, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ ,મિઝોરમ અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરનો સમાવેશ થાય છે.આ રાજ્યોમાં પાર્ટીઓની જીત અને  હાર પરથી આગામી 2024ની લોકસભા ચૂંટણીને મૂડ પણ  જાણી શકાશે. વર્ષ 2023માં કુલ 10 રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. આ 10માંથી 5માં ભાજપ, બેમાં કોંગ્રેસ, અને જમ્મુ અને કાશ્મીરમાં હાલ રાષ્ટ્રપતિ શાસન અને બાકીના બે રાજયમાં પ્રાદેશિક પક્ષો સત્તામાં છે. આ ઉપરાંત વર્ષની શરૂઆતમાં જ એટલે કે ફેબ્રુઆરી મહિનામાં જ નોર્થ ઈસ્ટના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ. માં ચૂંટણી છે, આ ત્રણ રાજ્યોમાં જ ભાજપ ગઠબંધન દ્વારા સત્તામાં છે.

ફેબ્રુઆરી-માર્ચમાં પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત

જ્યારે ચૂંટણી પંચે આજે પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં આજે ચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં ત્રિપુરા- 16 ફેબ્રુઆરી,મેઘાલય અને નાગાલેન્ડમાં – 27 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જયારે ત્રણે રાજ્યના પરિણામ 2 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. આ ત્રણેય રાજ્યની વિધાનસભાઓનો કાર્યકાળ અનુક્રમે 5 માર્ચ, 2023, 5 માર્ચ, 2023 અને 13 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

મેઘાલયમાં એનપીપીના નેતા કોનાર્ડ સંગમા મુખ્યમંત્રી

જ્યારે મેઘાલયમાં એનપીપીની સરકાર છે. જેમાં એનપીપીના નેતા કોનાર્ડ સંગમા રાજ્યના મુખ્યમંત્રી છે. 60 સભ્યોની વિધાનસભામાં વર્ષ 2018માં એનપીપી પાર્ટીએ સૌથી વધુ 44 બેઠક પર જીત મેળવી હતી. જ્યારે યુડીપીને 08, પીડીએફને 04,મ ભાજપને 02, એચએસપીડીપી ને 02 અને અપક્ષના ફાળે એક બેઠક ગઇ હતી. વિધાનસભામાં મેઘાલયના ત્રણ પ્રદેશોનું પ્રતિનિધિત્વ છે. જેમાં 29 સભ્યો ખાસી હિલ્સમાંથી, 7 જૈંતીયા હિલ્સમાંથી અને 24 ગારો હિલ્સમાંથી ચૂંટાયેલા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

નાગાલેન્ડમાં રાષ્ટ્રવાદી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીને 42 અને ભાજપેને 12 બેઠક પર જીત મળી

જ્યારે નાગાલેન્ડમાં હાલ ભાજપે ગઠબંધન સાથે સરકારની રચના કરી છે. જેમાં હાલ નેઇફિઉ રીઓ રાજ્યના મુખ્યમંત્રી છે. તેવો રાષ્ટ્રવાદી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના નેતા છે. જ્યારે ઉપ મુખ્યમંત્રી તરીકે ભાજપ નેતા યાન્થુંગુ પેટન છે. જ્યારે રાજ્ય 60 વિધાનસભા બેઠક ધરાવે છે. જેમાં વર્ષ 2018માં રાષ્ટ્રવાદી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીને 42 અને ભાજપેને 12 બેઠક પર જીત મળી હતી.

ત્રિપુરામા ભાજપે આઇપીએફટી સાથે મળી  સરકારની રચના કરી

જેમાં ત્રિપુરામાં વર્ષ માર્ચ 2018માં વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. 60 વિધાનસભા બેઠક ધરાવતી ત્રિપુરામા ભાજપે આઇપીએફટી સાથે મળી સરકારની રચના કરી છે. જેમાં હાલ માણેક સાહા મુખ્યમંત્રી છે. જેમાં વર્ષ 2018માં ભાજપને 34 અને આપીએફટીને 05 બેઠક મળી હતી. જ્યારે સીપીઆઇ(એમ) 15 અને કોંગ્રેસને 15 બેઠક મળી હતી.

કર્ણાટકમા  ચૂંટણી મે મહિનામાં યોજાવાની શક્યતા

આ ત્રણ રાજ્યો બાદ મે 2023માં કર્ણાટકમાં ચૂંટણી યોજાશે. કર્ણાટકમાં 29 મે 2018ના રોજ સરકારની રચના કરવામાં આવી હતી અને વિધાનસભાનો કાર્યકાળ 28 મે 2023ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. દક્ષિણ ભારતના આ રાજ્યમાં વિધાનસભાની 224 બેઠકો છે. અહીં અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભાજપ વર્ષ 2023માં અહીં પોતાની સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરશે, જ્યારે કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર (JDS) ફરી એકવાર સરકાર બનાવવાનો પ્રયાસ કરશે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023

કર્ણાટકમાં આગામી વર્ષે એટલે કે 2023માં પણ ચૂંટણી જંગ છે. હાલમાં અહીં ભાજપની સરકાર છે. બસવરાજ બોમાઈ રાજ્યના મુખ્યમંત્રી છે. કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ મે 2023માં પૂરો થવા જઈ રહ્યો છે. અને તે પહેલા ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલર (JDS) એ તેમની તૈયારીઓ તેજ કરી દીધી છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે અહીં જીત મેળવીને સરકાર બનાવી હતી. પરંતુ 2019ની લોકસભા ચૂંટણી બાદ ‘ઓપરેશન લોટસ’માં કોંગ્રેસ સરકાર અહીંથી છીનવાઈ ગઈ હતી. ભાજપની સાથે કોંગ્રેસ અને જેડીએસને પણ સત્તાની સીટ મળવાની આશા છે.

મધ્યપ્રદેશમાં 2023માં વિધાનસભા ચૂંટણી

મધ્યપ્રદેશમાં હાલ ભાજપની સરકાર છે અહીં શિવરાજ સિંહ ચૌહાણ મુખ્યમંત્રી છે. રાજ્યમા વિધાનસભાની 230 બેઠકો છે. જ્યારે નવેમ્બર 2023માં અહીં વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. નવેમ્બર પહેલા અહીં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

જ્યારે ડિસેમ્બર 2018ની વિધાનસભા ચૂંટણીમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણ ભાજપને સત્તામાં લાવવામાં નિષ્ફળ રહ્યા હતા. ભાજપ થોડીક સીટો પર કોંગ્રેસથી પાછળ રહી ગયું હતું. જેના કારણે 17 ડિસેમ્બર 2018ના રોજ મધ્યપ્રદેશમાં કમલનાથના નેતૃત્વમાં કોંગ્રેસની સરકાર બની હતી. જો કે, માત્ર એક ક્વાર્ટર પછી, ભાજપે કમલનાથ સરકારને ઉથલાવી દીધી. આ પછી ફરી એકવાર શિવરાજ સિંહ ચૌહાણ ચોથી વખત રાજ્યમાં મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા. જો ભાજપ આ રાજ્યને ગુમાવવા માંગતું નથી. જયારે કોંગ્રેસ પણ સત્તા મેળવવા માટે વ્યસ્ત છે.

રાજસ્થાનમાં પણ 2023માં વિધાનસભાની ચૂંટણી છે

રાજસ્થાનમાં પણ વર્ષ 2023માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હાલમાં અહીં કોંગ્રેસની સરકાર છે અને અશોક ગેહલોત રાજ્યના મુખ્યમંત્રી છે. રાજસ્થાન વિધાનસભામાં 200 બેઠકો છે. રાજસ્થાન વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બર 2023માં પૂરો થવા જઈ રહ્યો છે. એટલે કે ડિસેમ્બર 2023 પહેલા અહીં ચૂંટણી થઈ શકે છે. હંમેશની જેમ આ વખતે પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો થવાની સંભાવના છે.

છેલ્લા બે દાયકાથી રાજસ્થાન ભાજપમાં વસુંધરાનો દબદબો માનવામાં આવતો હતો, પરંતુ હવે એવું માનવામાં આવે છે કે પાર્ટી રાજસ્થાનમાં નવા નેતૃત્વની શોધમાં છે. ડિસેમ્બર 2018ની વિધાનસભા ચૂંટણીમાં વસુંધરા રાજેના નેતૃત્વમાં ભાજપને અહીં હારનો સામનો કરવો પડ્યો હતો. જો ભાજપને વર્ષ 2023 માં અહીં સત્તામાં પાછા ફરવાની અપેક્ષા છે. જ્યારે સીએમ ગેહલોત અહીં કોંગ્રેસની સરકાર અકબંધ રહે તેવા પ્રયાસો કરી રહ્યા છે.

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી 2023

છત્તીસગઢમાં પણ આવતા વર્ષે એટલે કે 2023માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હાલમાં અહીં કોંગ્રેસની સરકાર છે. અહીં ભૂપેશ બઘેલ મુખ્યમંત્રીની ખુરશી સંભાળી રહ્યા છે. છત્તીસગઢમાં કુલ 90 વિધાનસભા સીટો છે. છત્તીસગઢ વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બર 2023માં સમાપ્ત થઈ રહ્યો છે. નવેમ્બર પહેલા અહીં ચૂંટણી થવાની સંભાવના છે. ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ભાજપ અહીં કોઈ સીએમ ચહેરા વગર ચૂંટણી લડશે. જ્યારે પીએમ મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે અને જીત બાદ ચહેરો નક્કી થશે. એ જ કોંગ્રેસ માને છે કે 15 વર્ષના શાસન બાદ છત્તીસગઢમાં ભાજપની હાલત ખરાબ છે અને ભાજપ પાસે ભૂપેશ બઘેલનો સામનો કરવા માટે કોઈ નેતા નથી.

તેલંગાણામાં ટીઆરએસ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર થશે

તેલંગાણામાં હાલમાં ટીઆરએસની સરકાર છે. અહીં 2023ની લડાઈમાં TRS, BJP અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો શક્ય છે. અત્યારે ટીઆરએસના કે ચંદ્રશેખર રાવ મુખ્યમંત્રી છે.

મિઝૉરમ  વિધાનસભાનો કાર્યકાળ 13 ડિસેમ્બરના રોજ પૂર્ણ થાય છે

મિઝૉરમ વર્ષ 2018મા વિધાનસભ ચૂંટણી યોજાઇ હતી. 40 સભ્યોની વિધાનસભામાં એમએનએફને 28 બેઠક મળી હતી. જયારે ઝેડપીએમને 6, કોંગ્રેસને 05 અને ભાજપને 01 બેઠક મળી હતી. હાલ રાજયના મુખ્યમંત્રી જોરામથાંગા છે. તે સતત બીજી વાર રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. જયારે વિધાનસભાનો કાર્યકાળ 13 ડિસેમ્બરના રોજ પૂર્ણ થાય છે.

કેન્દ્ર શાસિત જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાય તેવી શક્યતા

કેન્દ્ર શાસિત જમ્મુ કાશ્મીરમાં પણ વર્ષ 2023માં વિધાનસભા ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. જેમાં કેન્દ્ર સરકારે વર્ષ 2019માં  કલમ -370 ની નાબૂદી બાદ જમ્મુ કાશ્મીર અને લદાખને અલગ  પ્રદેશનો  દરજ્જો આપ્યો છે. જેમાં જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કર્યો છે. જ્યારે વર્ષ 2023માં તેમા પણ  વિધાનસભા ચૂંટણી યોજવવામાં આવે તેવી શક્યતા છે. હાલ જમ્મુ કાશ્મીરની વિધાનસભાને ભંગ કરી દેવામાં આવેલી છે.

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">