Election 2021: ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 824 બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર, પરિણામ 2મેના રોજ

|

Feb 26, 2021 | 7:15 PM

Election 2021:  દેશમાં ચાર રાજ્યો  પશ્ચિમ બંગાળ, કેરલ, તમિલનાડુ, અસમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડેચરીની યોજાનારી ચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખો જાહેર કરી છે. જ્યારે 824  બેઠકોનું પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં  આવશે.

Election 2021: ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 824 બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર, પરિણામ 2મેના રોજ

Follow us on

Election 2021:  દેશમાં ચાર રાજ્યો  પશ્ચિમ બંગાળ, કેરલ, તમિલનાડુ, અસમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડેચરીની યોજાનારી ચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખો જાહેર કરી છે. જ્યારે 824  બેઠકોનું પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં  આવશે.

પશ્ચિમ બંગાળ :  પશ્ચિમ બંગાળમાં આઠ  તબક્કામાં મતદાન યોજાશે. પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાશે. ચૂંટણી પંચે કરેલી જાહેરાત મુજબ પશ્ચિમ બંગાળમાં 27 માર્ચ, 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થશે. જ્યારે તેની મતગણતરી 2 જી મેના રોજ યોજાશે. પશ્ચિમ બંગાળમાં ગત વિધાનસભામાં સાત તબક્કામાં મતદાન યોજાયું હતું.

કેરલ : કેરલ વિધાનસભા ચૂંટણી 2021 (kerala Assembly Election 2021)ની સમગ્ર વિગતો જોઈએ તો કેરળમાં 140 વિધાનસભા બેઠકો માટે એક જ ચરણમાં, એટલે કે એક જ દિવસમાં 6 અપ્રિલના રોજ મતદાન યોજાશે. અને 2જી મેના રોજ ચૂંટણી પરિણામ આવશે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

તમિલનાડુ : ચૂંટણી પંચે શુકવારે  ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ માટે ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે.  જેમાં  તમિલનાડુમાં એક જ તબક્કામાં મતદાન યોજાશે. તમિલનાડુમાં 6  એપ્રિલના રોજ ચુંટણી યોજાશે. જયારે તેનું પરિણામ 2 મેના રોજ જાહેર કરવામાં આવશે.

અસમ : અસમમાં ત્રણ તબક્કામાં મતદાનની જાહેરાત કરવામાં આવી છે.  જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચના રોજના થશે.  જ્યારે બીજા તબક્કાનું  મતદાન 1 એપ્રિલના રોજ તેમજ ત્રીજા તબક્કાનું મતદાન 6 એપ્રિલના રોજ યોજાશે. જ્યારે તેનું પરિણામ 2 મે 2021 ના રોજ જાહેર કરવામાં આવશે.

કેન્દ્રશાસિત પ્રદેશ પોંડેચરી : પોંડીચેરી વિધાનસભા ચૂંટણી 2021 (Puducherry Assembly Election 2021)ની સમગ્ર વિગતો જોઈએ તો પોંડીચેરીમાં 30 વિધાનસભા બેઠકો માટે એક જ ચરણમાં, એટલે કે એક જ દિવસમાં 6 અપ્રિલના રોજ મતદાન યોજાશે. અને 2જી મેના રોજ ચૂંટણી પરિણામ આવશે.

ક્યાં કેટલી બેઠકો

પશ્ચિમ બંગાળ – 294
આસામ 126
તમિળનાડુ – 234
પોંડેચરીનો કેન્દ્ર શાસિત પ્રદેશ – 30
કેરળ – 140

ક્યારે સમાપ્ત થશે વિધાનસભાની મુદત

પશ્ચિમ બંગાળ – 30 મે 2021
આસામ – 31 મે 2021
તમિલનાડુ – 24 મે 2021
પોંડેચરી( કેન્દ્ર શાસિત પ્રદેશ) – 6 જૂન 2021 (હાલમાં રાષ્ટ્રપતિ શાસન)
કેરળ – 1 જૂન 2021

18..68 કરોડ મતદારો માટે ૨.7 લાખ મતદાન કેન્દ્રો હશે

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, ‘આસામ વિધાનસભાની ચૂંટણીનો કાર્યકાળ 31 મે સુધી છે. તેવી જ રીતે, તમિલનાડુ વિધાનસભાની મુદત 24 મે, બંગાળ 30 મે, કેરળ 1 જૂન અને પુડુચેરી 8 જૂન સુધી છે. 824 વિધાનસભા બેઠકો માટે 18.68 કરોડ મતદારો હશે અને 2.7 લાખ મતદાન મથકો ઉભા કરવામાં આવશે. તામિલનાડુમાં 66 હજાર, આસામમાં 33 હજાર, બંગાળમાં 1 લાખ 1 હજાર 916 મતદાન મથકો હશે.

5 રાજ્યોમાં 824 વિધાનસભા બેઠકો

ચૂંટણીની તારીખોની જાહેરાત પૂર્વે મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું હતું કે 80 વર્ષથી ઉપરના લોકો, અપંગ લોકો, આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકો, જેને સ્થાનિક ચૂંટણી અધિકારીઓ દ્વારા ઓળખવામાં આવશે પોસ્ટ બેલેટ દ્વારા મતદાન કરી શકશે. તમામ ચૂંટણી અધિકારીઓનું કોરોના રસીકરણ થશે. મતદાનનો સમય 1 કલાક વધુ રહેશે. અરોરાના જણાવ્યા મુજબ 5 રાજ્યોમાં 824 વિધાનસભા બેઠકો છે. આ વખતે અહીં 18.68 કરોડ મતદાતાઓ છે અને ત્યાં 2.7 લાખ મતદાન મથકો હશે.

રાજ્યસભાની 18 બેઠકો પર જૂન 2020 માં ચૂંટણી યોજીને શરૂઆત કરી હતી

અરોરાએ કહ્યું, ‘ગયા વર્ષે કોરોના સાથે આખું વિશ્વ સંઘર્ષ કરી રહ્યું હતું, ત્યારે વિશ્વભરના ચૂંટણી પંચો સમક્ષ ચૂંટણી યોજવાનું એક પડકાર હતું. ઘણા દેશોએ આવી સ્થિતિમાં પણ હિંમત દર્શાવી છે અને કેટલાક ફેરફારો અને સાવચેતીની ચૂંટણી યોજી છે. ચૂંટણી પંચે રાજ્યસભાની 18 બેઠકો પર જૂન 2020 માં ચૂંટણી યોજીને શરૂઆત કરી હતી. બિહાર અમારા માટે એક મોટો પડકાર હતો. જેમાં 7.3 કરોડ મતદાતા હતા. તે અમારા માટે લિટમસ ટેસ્ટ હતો

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું, ‘મને એ કહેતા આનંદ થાય છે કે બિહારના મતદારોએ પણ વિશ્વાસ દર્શાવ્યો હતો અને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. બિહારમાં ઘણા અધિકારીઓની કોરોના હોવા છતાં, તેઓ ચૂંટણીની તૈયારીઓ પર નજર રાખતા રહ્યા. તમને જાણીને આનંદ થશે કે બિહારમાં 57.3% મતદાન થયું હતું, જે ગત વિધાનસભાની ચૂંટણીઓ અને 2019 ની લોકસભાની ચૂંટણી કરતા વધારે હતું.

Published On - 7:01 pm, Fri, 26 February 21

Next Article