મહારાષ્ટ્રના રાજકીય શતરંજના ‘ગ્રાન્ડ માસ્ટર’ એકનાથ શિંદે, ગુવાહાટીથી એક બાદ એક ચાલ અને ઉદ્ધવના બોરીયા બિસ્તર બંધાઈ ગયા

|

Jun 23, 2022 | 11:02 AM

ગુવાહાટીમાં બેઠેલા એકનાથ શિંદેએ (Eknath Shinde) મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. આલમ એ છે કે શિંદેના રાજકીય દાવ સામે મજબૂર ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ બુધવારે રાત્રે જ સીએમ હાઉસમાંથી પોતાના બોરિયા બિસ્તાર બાંધી લીધા હતા.

મહારાષ્ટ્રના રાજકીય શતરંજના ગ્રાન્ડ માસ્ટર એકનાથ શિંદે, ગુવાહાટીથી એક બાદ એક ચાલ અને ઉદ્ધવના બોરીયા બિસ્તર બંધાઈ ગયા
Eknath Shinde, the 'Grand Master' of Maharashtra's political chess

Follow us on

મહારાષ્ટ્ર (Maharashtra)ના રાજકીય શતરંજના ‘ગ્રાન્ડ માસ્ટર’ એકનાથ શિંદે(Eknath Shinde)ની દરેક દાવ ઉદ્ધવ સરકાર પર ભારે પડી રહી છે. ગુવાહાટીમાં બેસીને શિંદેએ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. આલમ એ છે કે શિંદની રાજનીતિક દાવ સામે મજબૂર ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) એ બુધવારે રાત્રે જ સીએમ હાઉસમાંથી પોતાનો સામાન બાંધી લીધો હતો. રાજકીય તપાસની આ રમતમાં એકનાથ શિંદે છવાયેલા જણાય છે. તેની અસર મલબાર હિલના 2 બંગલા પર જોવા મળી રહી છે.

એક તરફ સીએમ આવાસ પર મૌન છે તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના બંગલા સાગરમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. જણાવી દઈએ કે શિવસેનાના વધુ ત્રણ ધારાસભ્યો બુધવારે રાત્રે મુંબઈથી સુરત જવા રવાના થયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર માહિમના ધારાસભ્ય સદા સરવણકર અને કુર્લાના ધારાસભ્ય મંગેશ કુડાલકર સહિત અન્ય એક ધારાસભ્ય સુરતથી ગુવાહાટી પહોચી ગયા હોવાના સૂત્રના માધ્યમથી સમાચાર મળી રહ્યા છે. 

ઉદ્ધવ ઠાકરેએ ભાવનાત્મક અપીલ કરી

બુધવારે, ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપવાની ઓફર કરી અને એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવો કરનારા બળવાખોર ધારાસભ્યોને સમાધાનની ઓફર કરી. રાજ્યમાં રાજકીય સંકટને નવો વળાંક આપતા તેમણે કહ્યું કે જો કોઈ શિવસૈનિક તેમનું સ્થાન લે તો તેઓ ખુશ થશે. તેમણે 18 મિનિટના લાંબા વેબકાસ્ટમાં બળવાખોર નેતાઓ અને સામાન્ય શિવસૈનિકોને ભાવનાત્મક અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે સીએમ આવાસ ખાલી કરવાની પણ જાહેરાત કરી હતી. 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ પદ છોડવાની ઓફર

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે જો શિવસૈનિકોને લાગે છે કે તેઓ (ઠાકરે) પક્ષનું નેતૃત્વ કરવા સક્ષમ નથી તો તેઓ શિવસેના પ્રમુખ પદ છોડવા તૈયાર છે. ઠાકરેએ કહ્યું કે તમે સુરત અને અન્ય જગ્યાએથી નિવેદનો કેમ આપો છો? મારી સામે આવો અને મને કહો કે હું મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખના હોદ્દા સંભાળવા સક્ષમ નથી. હું તરત જ રાજીનામું આપીશ. હું મારું રાજીનામું તૈયાર રાખીશ અને તમે તેને રાજભવન લઈ જઈ શકો છો. 

અન્ય મુખ્ય પક્ષ માટે વિશ્વાસનો મત સાબિત કરવાની તક

જો કે, ઉદ્ધવ ઠાકરેની આ દાવની અસર એકનાથ શિંદે અને બળવાખોર ધારાસભ્યો પર થઈ નથી. તેના બદલે, બુધવારે રાત્રે વધુ ત્રણ ધારાસભ્યો ગુવાહાટી જવા રવાના થયા હતા. અત્યારે મહારાષ્ટ્રમાં રાજકીય વિશ્લેષકો ત્રણ શક્યતાઓ વિશે વાત કરી રહ્યા છે. પ્રથમ એ કે સરકાર બહુમતીમાં છે, તેથી રાજ્યપાલ ગૃહનું વિસર્જન કરી શકતા નથી, પરંતુ તેઓ મુખ્યમંત્રીને બહુમતી સાબિત કરવા માટે કહી શકે છે, જેમાં જો બહુમતી સાબિત ન થાય તો બીજી મોટી પાર્ટીને વિશ્વાસ મત માટે તક મળી શકે છે.

પક્ષપલટા વિરોધી કાયદાનો વિકલ્પ

આમાં બીજી શક્યતા એ છે કે એકનાથ શિંદે નવો પક્ષ રચે. શિંદે પાસે પક્ષપલટા વિરોધી કાયદાનો વિકલ્પ છે. શિંદે જૂથ બે તૃતીયાંશ ધારાસભ્યો સાથે નવી પાર્ટી બનાવી શકે છે. આ માટે શિવસેનાના કુલ 55 ધારાસભ્યોમાંથી એક તૃતીયાંશ એટલે કે 37 ધારાસભ્યોને તેમની સાથે સામેલ કરવા પડશે. જો આમ થશે તો વિધાનસભા પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહીથી બચી જશે. ત્રીજો વિકલ્પ એ છે કે એકનાથ શિંદેના સમર્થનથી બીજી મોટી પાર્ટી બહુમત સાબિત કરે અને સત્તા પર કબજો કરે.

Published On - 11:02 am, Thu, 23 June 22

Next Article