Eid Al Adha Mubarak 2021: ઈદ ઉલ અધા પ્રસંગે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાઠવી દેશવાસીઓને શુભેચ્છાઓ

|

Jul 21, 2021 | 10:14 AM

Happy Eid Al Adha 2021 in excerpt: પાટનગર દિલ્હી(Delhi)માં ઈદ (EID) નિમિત્તે સવારથી જ ઘણી પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે. લોકો ઇદની નમાઝ પઢવા વહેલી સવારે જામા મસ્જિદ (jama Masjid) પહોંચ્યા

Eid Al Adha Mubarak 2021: ઈદ ઉલ અધા પ્રસંગે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાઠવી દેશવાસીઓને શુભેચ્છાઓ
On the occasion of Eid ul Adha, Prime Minister Modi and President Ramnath Kovind sent greetings to the countrymen.

Follow us on

Eid Al Adha Mubarak 2021: ઇદ ઉલ અધાનો તહેવાર આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. પાટનગર દિલ્હી(Delhi)માં ઈદ (EID) નિમિત્તે સવારથી જ ઘણી પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે. લોકો ઇદની નમાઝ પઢવા વહેલી સવારે જામા મસ્જિદ(jama Masjid) પહોંચ્યા હતા. પીએમ મોદી(PM Modi), રાષ્ટ્રપતિ કોવિંદ (President Ramnath Kovind) અને સીએમ કેજરીવાલે (CM kejriwal) લોકોને ઈદની શુભેચ્છા પાઠવી છે. ગઈકાલે ખાદ્ય અને પુરવઠા પ્રધાન ઇમરાન હુસેને ઈદ-ઉલ-અધાના પર્વે દિલ્હીની જનતાને શુભેચ્છા પાઠવી હતી.

હુસેને મંગળવારે ઈદની તૈયારીઓ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન, અર્બન શેલ્ટર ઇમ્પ્રૂવમેન્ટ બોર્ડ, જલ બોર્ડ અને બીએસઇએસકે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સફાઇ અને વીજળીના નિયમિત સપ્લાય સંબંધિત સૂચના આપી હતી. બેઠકમાં બાલિમરણ વિધાનસભા મત વિસ્તારના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટની જાળવણી અને હાલની યોજનાઓની સમીક્ષા કરવામાં આવી.

 

દિલ્હીમાં જામા મસ્જિદમાં ઈદના પ્રસંગે નમાઝ અદા કરવા મુસ્લિમ બિરાદરો પહોંચ્યા હતા.

 

Next Article