ઝારખંડના સીએમ હેમંત સોરેનના ખાસ લોકો પર EDના દરોડા, મળી 45 કરોડની કિંમતની સ્ટોન ચિપ્સ, પહેલા મળી આવ્યુ હતુ 30 કરોડનું જહાજ

|

Jul 28, 2022 | 12:45 PM

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સાહિબગંજ અને અન્ય સ્થળોએ થઈ રહેલા ગેરકાયદેસર ખોદકામ પર કાર્યવાહી કરી રહી છે. આ કડીમાં મુખ્યમંત્રી હેમંત સોરેનના ધારાસભ્ય પ્રતિનિધિ અને નજીકના મિત્ર પંકજ મિશ્રાના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા

ઝારખંડના સીએમ હેમંત સોરેનના ખાસ લોકો પર EDના દરોડા, મળી 45 કરોડની કિંમતની સ્ટોન ચિપ્સ, પહેલા મળી આવ્યુ હતુ 30 કરોડનું જહાજ
Pankaj Mishra, a close aide of CM Soren, is in ED custody

Follow us on

પશ્ચિમ બંગાળમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) રાજ્યના ઉદ્યોગ પ્રધાન પાર્થ ચેટરજીની નજીકની સહાયક અર્પિતા મુખર્જીના રહેઠાણ પર ઝડપી કાર્યવાહી કરી રહી છે. બંગાળની સાથે ઝારખંડમાં પણ ED એક્શનમાં છે. ધારાસભ્યના પ્રતિનિધિ અને મુખ્યમંત્રી હેમંત સોરેન(Hemant Soren)ના નજીકના સાથી પંકજ મિશ્રા (Pankaj Mishra) પાસેથી 30 કરોડ રૂપિયાનું જહાજ જપ્ત કરવામાં આવ્યું છે. EDની ટીમ ગેરકાયદે ખનનને લઈને સાહિબગંજના વિવિધ સ્થળોએ ગેરકાયદેસર પથ્થરની ખાણો પર સતત દરોડા પાડી રહી છે. આ કડીમાં 45 કરોડની સ્ટોન ચિપ્સ પણ જપ્ત કરવામાં આવી છે. ED અધિકારીઓના જણાવ્યા અનુસાર, પંકજ મિશ્રાના નજીકના ઉદ્યોગપતિઓ ગેરકાયદેસર ખાણોનું સંચાલન કરતો હતો.

EDના અધિકારીઓના જણાવ્યા અનુસાર ખાણોમાંથી 37 મિલિયન ક્યુબિક ફૂટ સ્ટોન ચિપ્સ જપ્ત કરવામાં આવી છે. બારહૈત ધારાસભ્યના પ્રતિનિધિ પંકજ મિશ્રાની ચાલી રહેલી પૂછપરછમાં EDને નવી માહિતી મળી રહી છે. તેના આધારે ED સાહિબગંજ અને અન્ય સ્થળોએ થઈ રહેલા ગેરકાયદેસર ખનન પર કાર્યવાહી કરી રહી છે. EDએ બુધવારે કહ્યું કે તેણે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના સહયોગી સાથે જોડાયેલા વ્યક્તિ દ્વારા સંચાલિત રૂ. 30 કરોડની કિંમતનું જહાજ જપ્ત કર્યું છે જેનો ઉપયોગ ગેરકાયદેસર ખનન દ્વારા કાઢવામાં આવેલા પથ્થરોના પરિવહન માટે કથિત રીતે કરવામાં આવતો હતો. તેમણે કહ્યું કે આ જહાજ ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનના રાજકીય સહાયક પંકજ મિશ્રા સાથે જોડાયેલું છે, જેમની તાજેતરમાં ED દ્વારા ગેરકાયદેસર ખાણકામના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે 1 ઓગસ્ટ સુધી એજન્સીની કસ્ટડીમાં છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઇન્ફ્રાલિંક-3 જહાજ જપ્ત કરવામાં આવ્યું છે

અધિકારીઓએ જણાવ્યું કે ઈન્ફ્રાલિંક-3 નામના આ આંતરદેશીય જહાજનો રજીસ્ટ્રેશન નંબર WB 1809 છે. ઈડીએ મંગળવારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જહાજના માલિક વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધાવી હતી. ફેડરલ એજન્સીએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સાહેબગંજ (ઝારખંડ)ના સુકરગઢ ઘાટથી કોઈપણ પરવાનગી વિના જહાજ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યું હતું. EDએ કહ્યું, “જહાજને પંકજ મિશ્રા અને અન્ય લોકો સાથે મળીને રાજેશ યાદવ ઉર્ફે દાહુ યાદવના કહેવા પર ચલાવવામાં આવી રહ્યું હતું. તેના દ્વારા ગેરકાયદેસર રીતે ખનન કરાયેલા પથ્થરો મોકલવામાં આવતા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જહાજની અંદાજિત કિંમત લગભગ 30 કરોડ રૂપિયા છે.

Published On - 12:45 pm, Thu, 28 July 22

Next Article