EDએ ચીનની મોબાઈલ કંપની Vivo અને તેની સંબંધિત કંપનીઓ સાથે જોડાયેલા 44 સ્થળો પર દરોડા પાડ્યા, મની લોન્ડરિંગના આરોપ પર કાર્યવાહી

|

Jul 05, 2022 | 5:22 PM

Vivo પહેલા, EDએ Xiaomi વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. Xiaomi પર FEMA નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. આ કેસમાં EDએ Xiaomiની લગભગ 5500 કરોડ રૂપિયાની સંપત્તિને ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો હતો.

EDએ ચીનની મોબાઈલ કંપની Vivo અને તેની સંબંધિત કંપનીઓ સાથે જોડાયેલા 44 સ્થળો પર દરોડા પાડ્યા, મની લોન્ડરિંગના આરોપ પર કાર્યવાહી
Enforcement Directorate

Follow us on

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મંગળવારે ચાઈનીઝ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપની Vivo અને સંબંધિત કંપનીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગના આરોપોની તપાસમાં દેશભરમાં 44 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. અધિકારીઓએ EDની (Enforcement Directorate) આ કાર્યવાહી અંગે આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ દરોડા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની કલમો હેઠળ કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ એમ પણ કહ્યું કે એજન્સી દિલ્હી, ઉત્તર પ્રદેશ, મેઘાલય, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં Vivo અને તેની સંબંધિત કંપનીઓ સાથે જોડાયેલા 44 સ્થળો પર સર્ચ કરી રહી છે.

ચીની શેરધારકોએ તેમના ઓળખ દસ્તાવેજ બનાવટી બનાવ્યા હતા

દિલ્હી પોલીસ (આર્થિક ગુના વિંગ) દ્વારા જમ્મુ અને કાશ્મીર સ્થિત એજન્સીના વિતરક સામે એફઆઈઆર દાખલ કર્યા પછી ફેડરલ એજન્સીએ તાજેતરમાં મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. આ એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે કંપનીના કેટલાક ચાઈનીઝ શેરધારકોએ તેમના ઓળખ દસ્તાવેજ બનાવટી બનાવ્યા હતા.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને શંકા છે કે આ કથિત બનાવટી શેલ અથવા નકલી કંપનીઓનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે કમાયેલા નાણાંની હેરાફેરી કરવા માટે કરવામાં આવી હતી. ભારતીય કર અને અમલીકરણ એજન્સીઓ સાથે છેતરપિંડી કરીને તેમાંની કેટલીક ગુનાહિત રકમ વિદેશમાં અથવા અન્ય વ્યવસાયોમાં રોકવામાં આવી હતી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Xiaomi પર પણ EDની કાર્યવાહી

Vivo પહેલા EDએ બીજી ચીની કંપની સામે કાર્યવાહી કરી છે. Vivo પહેલા, EDએ Xiaomi વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. Xiaomi પર FEMA નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ હતો. આ કેસમાં EDએ Xiaomiની લગભગ 5500 કરોડ રૂપિયાની સંપત્તિને ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ, વીવો સામે કયા કેસમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેની માહિતી હજુ આપવામાં આવી નથી. જો કે, વર્ષ 2020 માં, Vivo વિરુદ્ધ નકલી IMEI નંબર સંબંધિત કેસ નોંધવામાં આવ્યો હતો.

Published On - 5:21 pm, Tue, 5 July 22

Next Article