Earthquake: સિક્કિમમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.4 ની તીવ્રતા નોંધાઈ, લોકો ઘરની બહાર દોડી આવ્યા

|

Nov 30, 2021 | 9:04 PM

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે. આ ભૂકંપ સાંજે 7.23 કલાકે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર રાજ્યના લાચુંગથી 439 કિમી ઉત્તર-ઉત્તર પૂર્વમાં હતું.

Earthquake: સિક્કિમમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.4 ની તીવ્રતા નોંધાઈ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
Earthquake In Sikkim

Follow us on

ઉત્તર પૂર્વીય રાજ્ય સિક્કિમમાં (Sikkim) મંગળવારે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 માપવામાં આવી છે. આ ભૂકંપ (Earthquake in Sikkim) સાંજે 7.23 કલાકે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર રાજ્યના લાચુંગથી 439 કિમી ઉત્તર-ઉત્તર પૂર્વમાં હતું. જણાવવામાં આવ્યું છે કે આ દરમિયાન લોકો ઘરની બહાર આવી ગયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. લદ્દાખમાં પણ મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ પહેલા 7 નવેમ્બરે સિક્કિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, સિક્કિમના પૂર્વ જિલ્લામાં રાત્રે 9:50 વાગ્યે 4.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર રાજ્યની રાજધાની ગંગટોકથી લગભગ 18 કિમી દૂર હતું. લોકોએ જણાવ્યું હતું કે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવા છતાં પશ્ચિમ બંગાળના (West Bengal) ઉત્તરીય ભાગોમાં દાર્જિલિંગ અને કાલિમપોંગ જિલ્લા સુધી તેના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી.

જુલાઈ મહિનામાં પણ સિક્કિમમાં ધરતી ધ્રૂજી ગઈ હતી
જુલાઈમાં પણ પૂર્વ સિક્કિમમાં ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 માપવામાં આવી હતી. આ ભૂકંપ 25 જુલાઈના રોજ રાત્રે 8.39 કલાકે આવ્યો હતો અને તેના આંચકા અનુભવતા જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. આ સિવાય વધુ બે રાજ્યો રાજસ્થાન (Rajasthan) અને મેઘાલયમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજસ્થાનના બિકાનેરમાં રિક્ટર સ્કેલ પર 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને મેઘાલયમાં ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી. આ ભૂકંપના આંચકાઓને કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

લદ્દાખ અને તમિલનાડુમાં ભૂકંપના આંચકા અનુભવાયા
લદ્દાખમાં (Ladakh) મંગળવારે સવારે લગભગ 4.50 વાગ્યે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.7 માપવામાં આવી હતી. ભૂકંપની ઊંડાઈ 10 કિમી હતી. આ પહેલા 24 ઓક્ટોબરે લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ આંચકા કારગીલ નજીક અનુભવાયા હતા. આ દરમિયાન ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. સોમવારે, તમિલનાડુના ઉત્તરીય શહેર વેલ્લોરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી.

 

આ પણ વાંચો : ગૃહમંત્રી અમિત શાહ 4 ડિસેમ્બરથી રાજસ્થાનની બે દિવસીય મુલાકાતે, ભારત-પાક બોર્ડર પર BSF જવાનો સાથે વિતાવશે રાત

આ પણ વાંચો : IMD Alert: ઓડિશા-આંધ્રપ્રદેશ પર આવશે ચક્રવાતી તોફાન, ઉત્તર પૂર્વથી દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Next Article