Gujarati NewsNationalE20 Ethanol Blending Public Doubts Govt Claims on Car Performance and Transparency RTI Denied
E20 પેટ્રોલ મુદ્દે સરકાર એટલી જ સાચી હોય તો RTI માં માગેલી માહિતી આપવાનો ઈનકાર કેમ? એવો તો ક્યો ગોપનિય ડેટા જાહેર નથી કરાઈ રહ્યો?
છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે E-20 ને લાગુ કરી દેવાયુ છે, જેનાથી લોકોને ફાયદો થશે. જો કે લોકો સતત સરકારને સવાલ કરતા જોવા મળ્યા કે E-20 ઈથેનોલ મિશ્રીત પેટ્રોલને કઈ કંપનીની ગાડીઓ પર ટેસ્ટ કરવામાં આવ્યુ. કઈ કંપનીની ટુવ્હીલર બાઈક પર તેનો ટેસ્ટ કર્યો તેનો રેકોર્ડ, ડેટા તો સરકાર પાસે હશેને. સરકાર જણાવે છે કે હા તેમણે સંશોધનો કર્યા છે, પરંતુ જ્યારે સરકાર પાસે આ અંગે RTI માં સંશોધનનો ડેટા માગવામાં આવ્યો તો તેને ગોપનિય ગણાવીને સરકારે આપવાનો ઈનકાર કરી દીધો. તો સવાલ એ છે કે જે જનતાની લાખો રૂપિયાની ગાડીઓ પર સરકાર પ્રયોગ કરવા જઈ રહી છે તેનો એવો તો કેવો ગોપનિય ડેટા છે કે સરકાર જનતાને આપી નથી રહી? E-20 પેટ્રોલની અન્ય ડાર્ક સાઈડ શું છે તેના વિશે જાણીએ વિગતવાર..
તમારી ગાડીમાં ભરવામાં આવતા પેટ્રોલમાં 20% ઈથેનોલ મિશ્રીત કરીને સરકાર આપી રહી છે, જે 2025 બાદ સંપૂર્ણ રીતે દેશમાં રોલ આઉટ થઈ ચુક્યુ છે. હાલ સોશિયલ મીડિય પર ચર્ચા એ થઈ રહી છે કે ગાડીઓમાં ઈથેનોલ મિશ્રીત પેટ્રોલ નાખવાથી ગાડીઓની માઈલેજ પર અસર પડી રહી છે. જુની ગાડીઓ જે ઈથેનોલ માટે કમ્પેટિબલ ન હતી તે ગાડીઓની અંદર કાર્બોરેટર્સ અને ફિલ્ટર્સને કાટ લાગી રહ્યો છે. ગાડીઓની માઈલેજ ઘટી હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. અંગે સરકાર એવો તર્ક આપે છે કે E-20 પેટ્રોલ એ ભારતમાં નવુ નથી. બ્રાઝિલ, ફ્રાંસ, જર્મની, થાઈલેન્ડ અને અમેરિકામાં વર્ષોથી આ પ્રકારે ઈથેનોલ મિશ્રીત પેટ્રોલ ભરવામાં આવી રહ્યુ છે. બ્રાઝિલમાં 2007 થી આ પ્રેકટિસ શરૂ છે તો તમે માત્ર ત્રણ વર્ષની અંદર રોલઆઉટ કરી દીધુ.
ઈથેનોલ આવવાથી પણ જનતાને શું ફાયદો? ભાવમાં તો ઓછા ન થયા
બીજી દલીલ સરકાર એવી આપે છે કે અમેરિકા, જર્મની, ફ્રાંસમાં પણ ઈથેનોલ મિશ્રીત પેટ્રોલ વેચાય છે અને તેનાથી ઈમ્પોર્ટ બિલને ઓછુ કરવામાં મદદ...