Bharat Drone Mahotsav 2022: ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને કૃષિ સુધીના ઘણા ક્ષેત્રોને ફાયદો પહોંચાડી શકે છે ડ્રોન

|

May 27, 2022 | 5:29 PM

ભારતની (India) આઝાદીની 75મી વર્ષગાંઠ પર પ્રજાસત્તાક દિવસ (Republic Day) ની ઉજવણીના અંતે દિલ્હીના આકાશમાં અદભૂત ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Bharat Drone Mahotsav 2022: ભારતમાં રાષ્ટ્રીય સુરક્ષાથી લઈને કૃષિ સુધીના ઘણા ક્ષેત્રોને ફાયદો પહોંચાડી શકે છે ડ્રોન
Drone (File Image)

Follow us on

ડ્રોન એક ફોર્સ મલ્ટીપ્લાયર છે જેનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષા, કૃષિ, દવા, ઉદ્યોગ અને મનોરંજન સહિત ઘણા ક્ષેત્રોમાં થઈ શકે છે. ચાર વર્ષ પહેલા સુધી ભારત પાસે વ્યાપક ડ્રોન (Drone) નીતિ નહોતી. અહીંનું સ્થાનિક વાતાવરણ માનવરહિત એરિયલ વ્હીકલ (UAV)ના સંશોધન અને વિકાસની સાથે – સાથે તેમના ઉત્પાદન માટે પણ અનુકૂળ ન હતું. ડ્રોનનું ઉત્પાદન શરૂ થવા પહેલા જ રોકી દેવામાં આવ્યું હતું, ડ્રોનનો ઉપયોગ ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડવા માટે કરવામાં આવતો હતો, જમ્મુમાં ભારતીય વાયુસેના (IAF) બેઝ પર વિસ્ફોટક ઉપકરણ પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 2018 માં, મોદી સરકારે ભારતમાં ડ્રોનના ઉત્પાદન અને ઉપયોગને પ્રોત્સાહન આપતા, ડ્રોનના ઉત્પાદન, નોંધણી અને સંચાલન માટેના નિયમોની રૂપરેખા આપતો પ્રથમ વ્યાપક નીતિ દસ્તાવેજ બહાર પાડ્યો હતો.

ડ્રોન પોલિસીમાં થયા ફેરફાર

ડ્રોન નિયમો 2021 એ UAV માટે પહેલા કરતા વધુ ઉદાર નિયમો અપનાવ્યા. જેમાં પહેલા મંજૂરી માટે ઘણા બિનજરૂરી નિયમો હતા જેમકે, જેમ કે યુનિક ઓથોરાઇઝેશન નંબર, યુનિક પ્રોટોટાઇપ આઇડેન્ટિફિકેશન નંબર, મેન્યુફેક્ચરિંગ અને ફ્લાઇંગ એબિલિટીનું પ્રમાણપત્ર, કન્ફોર્મન્સ સર્ટિફિકેટ, મેઇન્ટેનન્સ અને ઇમ્પોર્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ જેને દુર કરવામાં આવ્યા. આનાથી સ્થાનિક ડ્રોન ઉત્પાદનને વધુ પ્રોત્સાહન મળ્યું. ડ્રોન ચલાવવા માટે ભરવામાં આવતા ફોર્મની સંખ્યા 25 થી ઘટાડીને પાંચ કરવામાં આવી છે. ડ્રોન ચલાવવા માટે ચૂકવવામાં આવતી ફીની કુલ સંખ્યા 72 થી ઘટાડીને ચાર કરવામાં આવી હતી. ફીનું પ્રમાણ ઘટાડવામાં આવ્યું હતું અને તેને ડ્રોનના કદથી અલગ કરવામાં આવ્યું હતું.

ડ્રોન ચલાવવા માટે જરૂરી મંજૂરીઓને ઝડપી-ટ્રેક કરવા માટે સિંગલ વિન્ડો તરીકે કામ કરતા ડિજિટલ સ્કાય પ્લેટફોર્મ સાથે સમગ્ર ડ્રોન નીતિને સુવ્યવસ્થિત કરવામાં આવી હતી. એપમાં ત્રણ હાઇલાઇટ ઝોન જોવા મળે છે – લીલો, પીળો અને લાલ. ગ્રીન ઝોન એટલે કે જ્યાં ડ્રોન મુક્તપણે ઉડી શકે છે. પીળો મતલબ પ્રતિબંધિત માર્ગ અને લાલ એટલે જ્યાં ડ્રોન ઉડાડી શકાતા નથી. આમ નિયમોનું સરળીકરણ દેશની અંદર ડ્રોન ચલાવવાનું સરળ બનાવવાના મોદી સરકારના ઈરાદાને પ્રતિબિંબિત કરે છે. ખરાબ ઓપરેટરોથી રક્ષણ સુનિશ્ચિત કરવા માટે 2019 માં એન્ટી-રોગ-ડ્રોન ફ્રેમવર્ક પણ રજૂ કરવામાં આવ્યું હતું.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા માટે ડ્રોનની આયાત પર પ્રતિબંધ

2021 માં ડ્રોન ઉત્પાદન ક્ષેત્ર માટે PLI યોજના શરૂ કરવામાં આવી હતી, આ યોજના હેઠળ 3 નાણાકીય વર્ષમાં કુલ 120 કરોડનું પ્રોત્સાહન ફાળવવામાં આવ્યું છે, જે નાણાકીય વર્ષ 2021-2022 માટે તમામ સ્થાનિક ડ્રોન ઉત્પાદકોના કુલ વ્યવસાય કરતાં લગભગ બમણું છે. ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણીના અંતે દિલ્હીના આકાશમાં અદભૂત ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે નવેમ્બરમાં મોદીએ સ્થાનિક ઉત્પાદકો દ્વારા બનાવવામાં આવેલા ડ્રોન ભારતીય સેનાને સોંપ્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં, કેન્દ્રએ વિદેશી બનાવટના ડ્રોનની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ તેના એસેમ્બલ અને ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા ઘટકો પર પ્રતિબંધ મૂકાયો ન હતો.

Next Article