driverlessmetro-આજથી વગર ડ્રાઈવરની દોડશે મેટ્રો, જાણો એક સપનાની સચ્ચાઈમાં બદલવાની સ્ટોરી અને વિશેષતા

|

Dec 28, 2020 | 9:01 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પ્રથમ driverlessmetroની શરૂઆત કરાવશે. 37 કિલોમીટરની આ શરૂઆતમાં આ ટ્રેન દિલ્હી મેટ્રોનો હિસ્સો હશે દિલ્હી મેટ્રો દિલ્હી NCRમાં પોતાના રેલ નેટવર્કને ફેલાવી રહ્યું છે. PMO કાર્યાલયનાં જણાવ્યા પ્રમાણે ડ્રાઈવરલેસ મેટ્રો પુરી રીતે ઓટોમેટીક રહેશે અને માનવીય ભુલોને સમાપ્ત કરી નાખશે. Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? […]

driverlessmetro-આજથી વગર ડ્રાઈવરની દોડશે મેટ્રો, જાણો એક સપનાની સચ્ચાઈમાં બદલવાની સ્ટોરી અને વિશેષતા

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશની પ્રથમ driverlessmetroની શરૂઆત કરાવશે. 37 કિલોમીટરની આ શરૂઆતમાં આ ટ્રેન દિલ્હી મેટ્રોનો હિસ્સો હશે

દિલ્હી મેટ્રો દિલ્હી NCRમાં પોતાના રેલ નેટવર્કને ફેલાવી રહ્યું છે. PMO કાર્યાલયનાં જણાવ્યા પ્રમાણે ડ્રાઈવરલેસ મેટ્રો પુરી રીતે ઓટોમેટીક રહેશે અને માનવીય ભુલોને સમાપ્ત કરી નાખશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

દેશની પ્રથમ મેટ્રો લાઈન દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઈન અને પીંક લાઈન પર ચલાવવાની છે. પ્રથમ ચરણમાં ડ્રાઈવર લેસ મેટ્રો 37 કિલોમીટરનું અંતર મજંટા લાઈન પર જનકપુરી પશ્ચિમથી નોઈડાનાં બોટનિકલ ગાર્ડન મેટ્રો સ્ટેશન વચ્ચે દોડશે.ત્યારબાદ 2021માં પિંક લાઈન પર 57 કિલોમીટર ડ્રાઈવરલેસ ચલાવવાની યોજના છે.

દિલ્હી મેટ્રોએ ડ્રાઈવર લેસ ટ્રેનને એક મોટી સફળતા બતાવી છે. DMRC પાછલા ત્રણ વર્ષથી તેની ટ્રાયલ લઈ રહ્યું હતું. 2017માં તેની પ્રથમ ટ્રાયલ લેવામાં આવી હતી.

અગર ખાસીયતની વાત કરવામાં આવે તો મેટ્રોની જેમજ ડ્રાઈવરલેસ મેટ્રોમાં પણ 6 કોચ રહેશે. જોકે આમાં ઘણી એડવાન્સ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડ્રાઈવર લેસ મેચ્રોની ઝડપ કલાકનાં 95 કિલોમીટર રહેશે અને શરૂઆત 85 કિલોમીટર કલાકથી તે શરૂઆત કરશે.

2280 મુસાફરો એકસાથે આ મેટ્રોમાં સફર કરી શકશે. દરેક કોચમાં 380 મુસાફરો સવાર થશે. આ સાથે જ વડાપ્રધાન મોદી એરપોર્ટ એક્સપ્રેસ લાઈન પર મુસાફરી કરવા માટે નેશનલ કોમન મોબીલિટી કાર્ડ પણ આજે વિમોચન કરશે.

ડ્રાઈવર લેસ મેટ્રો ઓટોમેટીક રીતે તેના કન્ટ્રોલ રૂમથી જ ઓપરેટ થશે. ડ્રાઈવર લેસ ટ્રેનમાં કેબીન નહી હોય, કોચની ડિઝાઈન નવી રહેશે. સૌથી ખાસ ફીચરની વાત કરીએ તો ટ્રેનની અંદર અને બહાર લાગેલા અત્યાધુનિક કેમેરા છે અને સેન્સર આધારિત બ્રેક હોવાના કારણે તે અકસ્માતનાં સમયે આપોઆપ લાગી જશે.

જણાવી દઈએ કે દિલ્હી મેટ્રો વર્ષ 2002માં શરૂ થઈ હતી કે જેને હવે 18 વર્ષ થઈ ચુક્યા છે. શાહદરા અને તીસહજારી વિસ્તારનાં 8.4 કિલોમીટરનાં રન પર તેની શરૂઆત થઈ હતી.

આજની તારીખમાં 11 મેટ્રો અને 390 કિલોમીટરનાં નેટવર્ક સાથે દિલ્હી મેટ્રો ન માત્ર ભારતનું બલ્કે વિશ્વનું પણ સૌથી મોટુ નેટવર્ક બની ગયું છે.

Next Article