Indian Navyને મળશે કવચ, દુશ્મનને તબાહ કરનારી ઘાતક મિસાઈલનું સફળ પરીક્ષણ

|

Aug 23, 2022 | 5:30 PM

મંગળવારે ઓડિશાના ચાંદીપુરમાં ભારતીય નૌકાદળના જહાજથી આ વિશેષ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન ડ્રોન જેવા ટાર્ગેટને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેને ફાઈટર એરક્રાફ્ટ અથવા મિસાઈલ તરીકે હવામાં ઉડાડવામાં આવ્યું હતું.

Indian Navyને મળશે કવચ, દુશ્મનને તબાહ કરનારી ઘાતક મિસાઈલનું સફળ પરીક્ષણ
Image Credit source: File Photo

Follow us on

ભારતીય નૌકાદળને (Indian Navy) ટૂંક સમયમાં વધુ એક સુરક્ષા કવચ મળવા જઈ રહ્યુ છે. દરિયામાં દુશ્મનના ફાઈટર પ્લેન, મિસાઈલ અને ડ્રોનથી બચવા અને તેને નષ્ટ કરવા માટે એક ખાસ મિસાઈલ તૈયાર કરવામાં આવી છે. મંગળવારે ઓડિશાના ચાંદીપુરમાં ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાં મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (VL-SRSAM)ને DRDO દ્વારા વિકસાવવામાં આવી છે. તે આંખના પલકારામાં હવામાં ઉડતી કોઈપણ વસ્તુનો નાશ કરી શકે છે.

મંગળવારે ઓડિશાના ચાંદીપુરમાં ભારતીય નૌકાદળના જહાજથી આ વિશેષ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન ડ્રોન જેવા ટાર્ગેટને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેને ફાઈટર એરક્રાફ્ટ અથવા મિસાઈલ તરીકે હવામાં ઉડાડવામાં આવ્યું હતું. આ મિસાઈલોમાં સ્વદેશી ટેક્નોલોજીથી બનેલું રેડિયો ફ્રીક્વન્સી ડિટેક્શન ડિવાઈસ પણ છે. તે સંપૂર્ણ ચોકસાઈ સાથે લક્ષ્યને ઓળખે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જૂનમાં સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યું

આ પહેલા પણ વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ એટલે કે VL-SRSMનું સફળ પરીક્ષણ આ વર્ષે જૂનમાં કરવામાં આવ્યું છે. તે દરમિયાન પણ આ મિસાઈલ નૌકાદળના જહાજથી છોડવામાં આવી હતી. આ દરમિયાન જોવામાં આવ્યું કે આ મિસાઈલ લોન્ચ થઈ શકે છે કે નહીં. પરીક્ષણ દરમિયાન પણ મિસાઈલે હવામાં ઝડપથી છોડેલી વસ્તુને નિશાન બનાવી હતી. આ સમય દરમિયાન તે તમામ માપદંડોને પૂર્ણ કરે છે. આ પરીક્ષણ બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ DRDO અને નેવીને અભિનંદન પાઠવ્યા હતા.

ડીઆરડીઓએ વિકાસ કર્યો

એવું માનવામાં આવે છે કે નૌકાદળ દ્વારા હિંદ મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મન દેશોને જડબાતોડ જવાબ આપવા માટે આ મિસાઈલનો ઉપયોગ કરી શકાય છે. અગાઉ, ડીઆરડીઓએ પૃથ્વી મિસાઈલને એન્ટિ-શિપ અને એન્ટિ-સરફેસ એપ્લિકેશન્સ માટે ધનુષ તરીકે વિકસાવી હતી. પરંતુ આ મિસાઈલનો કોઈ વ્યવહારિક ઉપયોગ જોવા મળ્યો ન હતો. તેને પરીક્ષણ માટે માત્ર એક જ યુદ્ધ જહાજ પર સ્થાપિત કરવામાં આવ્યું હતું. ધનુષ મિસાઈલના લોન્ચરને રિપેર કરવાનું બાકી હતું.

જોકે ખતરનાક બ્રહ્મોસ મિસાઈલનો ઉપયોગ ભારતીય નૌકાદળ તેના અનેક યુદ્ધ જહાજોમાં કરે છે. લગભગ 600થી 800 કિમીની રેન્જમાં હુમલો કરવામાં સક્ષમ બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલનું પણ યુદ્ધ જહાજોથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Next Article