ડો. હર્ષવર્ધને આપી ચેતવણી, ક્યાંક તમે બનાવટી Co-Win એપ તો ડાઉનલોડ નથી કરીને? 

|

Jan 07, 2021 | 1:25 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રી  ડો, હર્ષવર્ધને બુધવારે લોકોને Co-Win  નામની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા  અંગેની  અંગેની જરૂરી માહિતી  આપી હતી. તેમણે કહ્યું કે  પ્લે સ્ટોરમાં હાલ ઉપલબ્ધ   કોવિડ-19 ની રસીકરણ માટે જરૂરી સરકારી  Co-Win  એપ  સરકારી એપને ભળતી છે. 

ડો. હર્ષવર્ધને આપી ચેતવણી, ક્યાંક તમે બનાવટી Co-Win એપ તો ડાઉનલોડ નથી કરીને? 

Follow us on

કેન્દ્રીય આરોગ્ય મંત્રી  ડો, હર્ષવર્ધને બુધવારે લોકોને Co-Win  નામની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા  અંગેની  અંગેની જરૂરી માહિતી  આપી હતી. તેમણે કહ્યું કે  પ્લે સ્ટોરમાં હાલ ઉપલબ્ધ   કોવિડ-19 ની રસીકરણ માટે જરૂરી સરકારી  Co-Win  એપ  સરકારી એપને ભળતી છે.

આ અંગે  ડો. હર્ષવર્ધને ટવીટ કરીને કહ્યું કે સરકારની સત્તાવાર એપ જેવી ભળતી આ એપ કેટલાક તોફાની તત્વો બનાવી રહ્યા છે. જે હાલ એપ સ્ટોર્સ પર છે.  આ એપને ડાઉનલોડ  ના કરો અને તેના પર કોઇ વ્યક્તિગત જાણકારી શેર ના કરો. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર મંત્રાલય સત્તાવાર રીતે એપ આવ્યા બાદ તેને એપ સ્ટોર પર મૂકશે.

કો-વિન( કોવિડ વેકસિન ઇન્ટેલીજન્સ નેટવર્ક) એપ એક એવું ડિજિટલ મંચ છે. જેમાં કેન્દ્ર દ્વારા કોવિડ -19ના રસીકરણની અને પૂરવઠા  અને વિતરણનું વાસ્તવીક સમય પર ધ્યાન રાખશે. આ એપને મૂકવાની તૈયારી હાલ અંતિમ તબક્કામાં છે.  તેને ગૂગલ પ્લે સ્ટોર કે  અન્ય એપ સ્ટોર પર હાલ મૂકવામા આવી નથી.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

આરોગ્ય મંત્રાલયે કહ્યું જે આ વચ્ચે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને આરોગ્ય સેવાના કર્મચારીઑ અને અગ્રીમ હરોળના લોકોના  આંકડા એકત્ર કરવામા આવ્યા છે. આ લોકોને  પ્રથમ પ્રાથમિકતા અંતર્ગત કોવિડ-19  રસીકરણ કરવામાં આવશે. આ આંકડાને કોવિન સોફ્ટવેરમાં અપલોડ કરવામા આવી રહ્યા છે, મંત્રાલયે આ પૂર્વે પત્રકાર પરિષદમા કહ્યું હતું કે કોવિન ડિજિટલ પ્લેટફોર્મ પરથી મફતમા ડાઉનલોડ કરી શકાશે, જે રસીકરણ સાથે જોડાયેલા આંકડા નોંધવામા મદદ કરશે, તેમજ જો કોઇ વ્યકિત કોરોનાની રસી મુકાવવા માંગે છે તો તેને આ એપ પર નોંધણી કરાવવી પડશે

Next Article