
ભારતમાં હાલ 18 % વસ્તી દલિતોની છે, એટલે કે 18 કરોડ મતદાતા દેશમાં દલિત સમાજમાંથી આવે છે. આ એક એવી વોટબેંક છે જે ડૉ. ભીમરાવ આંબેડકરને લઈને ઘણી સંવેદનશીલ છે. દેશના દલિતો આંબેડકરને ઈશ્વરની જેમ પૂજે છે. આ જ કારણ છે કે આપણા દેશમાં આંબેડકરના નામે તમામ રાજકીય પાર્ટીઓ આ વોટબેંકને રીજવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. એ ચાહે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે અન્ય રાજકીય દળો હોય. કોઈ જ રાજકીય પાર્ટી એવુ જોખમ લેવા નથી માગતી કે ડૉ આંબેડકરને માનનારા આ 18 કરોડ મતદાતા તેમનાથી નારાજ થઈ જાય. આથી જ આ વોટબેંકને રાજી રાખવા માટે તમામ પાર્ટીઓ બાબા આંબેડકરના નામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતી રહે છે. ડૉ આંબેડકરના અપમાન મુદ્દે ભાજપ-કોંગ્રેસ એકબીજા સામે આરોપ પ્રતિઆરોપ લગાવતી રહે છે. ભાજપ પહેલેથી જ કોંગ્રેસ પાર્ટી સામે ડૉ આંબેડકરના અપમાનનો આક્ષેપ કરતી આવી છે. આંબેડકર જ્યારે જીવિત હતા ત્યારે તેમનો સૌથી વધુ વિરોધ કોંગ્રેસ પાર્ટી દ્વારા જ કરવામાં આવ્યો હતો. ત્યાં સુધી...
Published On - 8:59 pm, Mon, 14 April 25