પરમાણુ યુદ્ધ કે મહાવિનાશની સ્થિતિમાં ચીન,રશિયા અને ભારતના રાષ્ટ્રાધ્યક્ષ પોતાને કેવી રીતે સુરક્ષિત રાખશે?- વાંચો

દુનિયામાં ક્યારે ક્યા દેશ પર ન્યુક્લિયર એટેક થશે તે કહી ન શકાય? એવામાં શું ખરેખર પરમાણુ યુદ્ધ થવાનું છે? જો એવુ થયુ તો અમેરિકા પાસે તમામ પ્રકારની ઈન્ફોર્મેશન સિસ્ટમ ઉપરાંત શું કોઈ બીજી યોજના તેમની પાસે છે? મેડિસિન, સૂચના તંત્ર- એ તો દુનિયાભરના દેશો પાસે આજે ઉપલબ્ધ છે પરંતુ ક્યાંકને ક્યાંક અમેરિકામાં રાષ્ટ્રપતિ હાલ તો ખુદને જ સુરક્ષિત રાખીને ચાલી રહ્યા છે. આ સાથે એ તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો પાસે પોતાના બચવાના એક્ઝિટ પ્લાન્સ પણ છે. તો આવો ચર્ચા કરીએ કે પરમાણુ યુદ્ધની સ્થિતિમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગનો અને ભારતના વડાપ્રધાન મોદી પાસે તેમના બચવાનો છે શું એક્ઝિટ પ્લાન ?

પરમાણુ યુદ્ધ કે મહાવિનાશની સ્થિતિમાં ચીન,રશિયા અને ભારતના રાષ્ટ્રાધ્યક્ષ પોતાને કેવી રીતે સુરક્ષિત રાખશે?- વાંચો
| Updated on: Jan 13, 2026 | 8:19 PM

વિશ્વમાં પરમાણુ યુદ્ધ અથવા મહાવિનાશ જેવી કટોકટીની સ્થિતિ સર્જાય ત્યારે માત્ર હથિયારો નહીં, પરંતુ દેશના સર્વોચ્ચ નેતૃત્વને જીવંત અને કાર્યક્ષમ રાખવાની વ્યવસ્થા સૌથી મહત્વની બની જાય છે. અમેરિકાએ આવા સંજોગો માટે “ડુમ્સડે પ્લેન” તરીકે ઓળખાતા વિશેષ એરબોર્ન કમાન્ડ સેન્ટર તૈયાર કર્યુ છે, જે રાષ્ટ્રપતિને હવામાં રહીને જ દેશનું નેતૃત્વ કરવાની ક્ષમતા આપે છે. પરંતુ અમેરિકા એકલું નથી; રશિયા, ચીન અને ભારતે પણ પોતાની અલગ-અલગ રણનીતિ વિકસાવી છે, જે તેમની ભૂગોળ, સૈન્ય સિદ્ધાંત અને ટેકનોલોજી પર આધારિત છે.

અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યા બાદ તેને સતત એ ચિંતા સતાવતી હશે કે ક્યાંક રશિયા કે અન્ય વેેનેઝુએલાના સમર્થક દેશો તેના પર હુમલો ન કરી દે. આ જ ચિંતામાં અમેરિકામાં હાલ ડુમ્સ ડે પ્લેનને બહાર કાઢવામાં આવ્યુ હોઈ શકે તેવી ચર્ચા વૈશ્વિક મીડિયામાં થઈ રહી છે. આ એવુ પ્લેન છે જે અમેરિકી રાષ્ટ્રાપતિને સર્વોચ્ચ સુરક્ષા પ્રદાન કરે છે. 72 કલાક સુધી આકાશમાં જ ઉડી શકે છે અને તેને કોઈ સેટેલાઈટ ટ્રેક કરી શક્તી નથી. આ તો વાત થઈ અમેરિકી પ્રેસિડેન્ટની પરંતુ જો રશિયા, ચીન કે ભારત પર આવી કોઈ કટોકટીની સ્થિતિ કે પ્રલયની સ્થિતિ ઉભી થઈ હોય તો આ ત્રણેય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો શું કરશે? તેઓ ડુમ્સડે (પ્રલય)ની સ્થિતિમાં ખુદને કેવી રીતે સુરક્ષિત રાખી શકશે. જ્યારથી અમેરિકામાં ડુમ્સડે પ્લેનને બહાર કાઢવામાં આવ્યુ છે ત્યારથી એ આ ત્રણ દેશોના રાષ્ટ્રધ્યક્ષોની સુરક્ષાની પણ ચર્ચાઓ થવા લાગી છે. ત્યારે આવો જાણીએ કે આ ત્રણેય દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને એવા ક્યાં ઠેકાણા છે જ્યાં સુરક્ષિત રાખી શકાય.

પરમાણુ યુદ્ધની સ્થિતિમાં રશિયાના રાષ્ટપતિની સુરક્ષા કોણ કરશે?

રશિયા માટે નેતૃત્વની સુરક્ષા સોવિયેત યુગથી જ અગ્રતા રહી છે. રશિયન રાષ્ટ્રપતિ માટે Ilyushin IL-80 નામનું વિશેષ વિમાન તૈયાર રાખવામાં આવે છે, જેને “મૅક્સડોમ” તરીકે ઓળખવામાં આવે છે. આ વિમાન પરમાણુ વિસ્ફોટ પછી પણ કાર્યરત રહે તે રીતે ડિઝાઇન કરાયું છે અને સંકટ સમયે રાષ્ટ્રપતિને હવામાં રાખી શકાય છે. આ ઉપરાંત, મોસ્કો સહિત અનેક વિસ્તારોમાં ઊંડા ન્યુક્લિયર-પ્રૂફ અંડરગ્રાઉન્ડ બંકર અને સ્થિર કમાન્ડ સેન્ટર્સ બનાવવામાં આવ્યા છે, તેમજ મોબાઇલ ટ્રેન અને વિમાન આધારિત કમાન્ડ સિસ્ટમ પણ રશિયાની રણનીતિનો ભાગ છે.

પરમાણુ હુમલાની સ્થિતિમાં ચીનના રાષ્ટ્રાધ્યક્ષ કેવી રીતે સુરક્ષિત રહેશે?

ચીનની રણનીતિ થોડી અલગ પ્રકારની છે. ચીન હવામાં રહેલા પ્લેટફોર્મને સેટેલાઇટથી ટ્રેક કરી શકાય તેવા જોખમ તરીકે જુએ છે, તેથી તેણે જમીનની અંદર સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. બેઇજિંગ અને અન્ય મોટા શહેરોની નીચે વિશાળ અંડરગ્રાઉન્ડ નેટવર્ક વિકસાવવામાં આવ્યું છે, જેને કોલ્ડ વોરથી લઈને આજ સુધી સતત અપગ્રેડ થતું રહ્યું છે. આ ભૂમિગત કમાન્ડ સેન્ટર્સમાં રાષ્ટ્રપતિ અને ટોચના નેતાઓ માટે સુરક્ષિત, સ્વતંત્ર અને લાંબા સમય સુધી કાર્યક્ષમ રહે તેવી વ્યવસ્થા છે.  ચીનમાં રાષ્ટ્રપતિ અને શીર્ષ નેતૃત્વ માટે ભૂમિગત કમાન્ડ સેન્ટર્સને સુરક્ષિત સૈન્ય ઠેકાણાઓ માનવામાં આવે છે.

મહાવિનાશની સ્થિતિમાં ભારતની તૈયારી?

ભારતમાં પણ સમાન રીતે બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા વિકસાવવામાં આવી છે. દિલ્હી અને તેની આસપાસ અદ્યતન અંડરગ્રાઉન્ડ બંકર અને કમાન્ડ સેન્ટર્સ હોવાની માહિતી જાહેર સ્તરે ઉપલબ્ધ છે. સંકટ સમયે ભારત પાસે વૈકલ્પિક સુરક્ષિત સ્થળો અને વિશેષ વિમાન આધારિત કમાન્ડ ક્ષમતાઓ પણ છે, જેથી દેશનું નેતૃત્વ સતત કાર્યરત રહી શકે.  આજના સમયમાં યુદ્ધોમાં વિજય માત્ર શક્તિથી નહીં, પરંતુ તૈયારી અને સુરક્ષાથી પણ નક્કી થાય છે.

રશિયા અને ચીનની જેમ ભારત પણ “ફર્સ્ટ સ્ટ્રાઈક સર્વાઇવેબિલિટી” પર ભાર મૂકે છે, એટલે કે પ્રથમ હુમલા બાદ પણ નિર્ણય લેવાની ક્ષમતા જીવંત રહે. આ માટે સંચાર સિસ્ટમ, સેટેલાઇટ લિંક્સ અને વૈકલ્પિક કમાન્ડ ચેનલ્સ વિકસાવવામાં આવી છે. જમીન નીચેના કમાન્ડ સેન્ટર્સ માત્ર આશ્રય નથી, પરંતુ ત્યાંથી સેનાને આદેશ આપવાની, પરમાણુ પ્રતિસાદ નક્કી કરવાની અને આંતરરાષ્ટ્રીય સંપર્ક જાળવવાની સુવિધા પણ હોય છે.

આજના યુગમાં ટેકનોલોજીનું સ્વરૂપ બદલાઈ ગયુ છે. સેટેલાઇટ, સાઇબર યુદ્ધ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સને કારણે હવામાં ઉડતા પ્લેટફોર્મ વધુ જોખમમાં આવી શકે છે, જ્યારે ભૂમિગત માળખાં વધુ ટકાઉ સાબિત થાય છે. આ કારણે ઘણા દેશો હવે મિક્સડ મોડલ અપનાવી રહ્યા છે. ક્યાંક એરબોર્ન સિસ્ટમ, તો ક્યાંક ઊંડા અંડરગ્રાઉન્ડ કમાન્ડ સેન્ટર્સ. ભારત પણ તેમા સામેલ છે.

ટેકનોલોજી અને સુરક્ષા વિકલ્પો

દુનિયામાં સૌથી પહેલા યુદ્ધો શરૂ કરનારા યુરોપિયન દેશો પાસે પણ જમીનની અંદર બંકર્સ છે જે વિપરીત પરિસ્થિતિઓમાં તેમને સુરક્ષા પ્રદાન કરે છે. એ પછી કોલ્ડવોરનો દાયકો હોય કે એ પહેલાના વર્લ્ડ વોરના યુદ્ધો હોય, આ પ્રકારની વ્યવસ્થાઓ આ લોકો પાસે રહી છે. કૂલ જમા અર્થ એ છે કે જ્યારે જ્યારે દુનિયામાં અશાંતિની વાત આવે છે ત્યારે એક્સટ્રીમ પરીચર્ચાનો વિષય બની જાય છે અને તેમાજ ડુમ્સડે પ્લેનની ચર્ચા નીકળે છે. ત્યારે એ સવાલ તો ચોક્કસ થાય કે માણસની અતિ લાલસા વિશ્વને વિનાશ તરફ પણ ધકેલી દે છે.

પરમાણુ યુદ્ધ જેવી અતિ કટોકટીની પરિસ્થિતિમાં માત્ર નેતાઓને બચાવવું પૂરતું નથી, પરંતુ સરકાર, સેના અને સંચાર વ્યવસ્થા સતત કાર્યરત રહે તે પણ એટલું જ જરૂરી બને છે. આ માટે મોટા દેશોએ “કન્ટિન્યુઇટી ઑફ ગવર્નમેન્ટ” નામની વ્યૂહરચના વિકસાવી છે. તેનો અર્થ એ છે કે જો રાજધાની નષ્ટ થાય, તો પણ દેશનું સંચાલન અટકે નહીં. આ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો ડુમ્સડે પ્લેન કે બંકર માત્ર આશ્રયસ્થાન નથી, પરંતુ સમગ્ર જ્યાં સુધી યુદ્ધ ચાલે ત્યાં સુધી સુરક્ષિત રહીને પ્રશાસન ચલાવવાના કેન્દ્રો છે.

અમેરિકામાં ડુમ્સડે પ્લેનની ચર્ચા ફરી શરૂ થવાનું એક કારણ વૈશ્વિક ભૂરાજકીય તણાવ પણ છે. યુક્રેન યુદ્ધ, મધ્ય પૂર્વની અસ્થીરતા અને પરમાણુ શક્તિ ધરાવતા દેશો વચ્ચે વધતી સ્પર્ધાએ તમામ મહાસત્તાઓને સાવચેત કરી દીધી છે. આવા સંજોગોમાં કોઈપણ દેશ અચાનક હુમલાની શક્યતાને નકારી શકતો નથી. તેથી જ આ વ્યવસ્થાઓને સતત અપડેટ કરવામાં આવે છે, ભલે તેનો વાસ્તવિક ઉપયોગ ક્યારેય ન થાય.

51 વર્ષ બાદ અમેરિકાએ બહાર કાઢ્યુ ડુમ્સ ડે ન્યુક્લિયર પ્લેન, શું અમેરિકા પર થશે ન્યુક્લિયર એટેક? જાણો શું છે આ પ્લેનની ખાસિયત

Published On - 8:17 pm, Tue, 13 January 26