અમારા સંયમની કસોટી ન કરો, ચીનને ચેતવણી આપતા આર્મી ચીફ Mukund Naravane

|

Jan 15, 2021 | 3:24 PM

પૂર્વી લદ્દાખમાં એલ.એ.સી. અંગે ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદના પગલે આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે ડ્રેગનને કડક સંદેશ આપ્યો હતો

અમારા સંયમની કસોટી ન કરો, ચીનને ચેતવણી આપતા આર્મી ચીફ Mukund Naravane
આર્મી ચીફની ચીનને ચેતવણી

Follow us on

પૂર્વી લદ્દાખમાં એલ.એ.સી. અંગે ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદના પગલે આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે ડ્રેગનને કડક સંદેશ આપ્યો હતો કે અમે વાતચીત અને રાજકીય પગલા દ્વારા સમસ્યાનું સમાધાન લાવવા કટિબદ્ધ છીએ અને કોઈએ અમારા સંયમની ચકાસણીનો પ્રયાસ કરવો જોઇએ નહી. તમને જણાવી દઈએ કે પૂર્વ લદ્દાખમાં સરહદ વિવાદને લઈને ભારત અને ચીન વચ્ચેનો ગતિરોધ છેલ્લા આઠ મહિનાથી ચાલી રહ્યો છે અને અનેક તબક્કાની વાતચીત બાદ પણ આ તણાવ ઓછો થયો નથી.

દિલ્હી કેન્ટના પરેડ ગ્રાઉન્ડમાં પોતાના સંબોધન દરમિયાન આર્મી ચીફ નરવણે કહ્યું હતું કે ભારતે વાસ્તવિક નિયંત્રણ લાઇનની સ્થિતિમાં એકતરફી સ્થિતિ બદલાવવાના ચિની પ્રયાસોને યોગ્ય જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે હું ભારતની જનતાને ખાતરી આપવા માંગુ છું કે ગાલવાન ખીણમાં આપણા સૈનિકોની બલિદાન વ્યર્થ નહીં જાય.

સેના પ્રમુખે કહ્યું કે લદ્દાખ સેક્ટરમાં તૈનાત સૈનિકોનું મનોબળ જે પર્વતોની રક્ષા કરી રહ્યા છે તેના કરતા વધારે છે. પાકિસ્તાન સાથે નિયંત્રણ લાઇનની સ્થિતિ પર સૈન્ય પ્રમુખે કહ્યું કે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરના શિબિરોમાં 300 થી 400 આતંકવાદીઓ હાજર છે અને ભારતમાં પ્રવેશવાની સ્થિતિમાં છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ગુરુવારે આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે કહ્યું હતું કે સરહદો પર ‘ યથાવત્ સ્થિતિમાં ફેરફાર’ કરવાના કોઈપણ પ્રયાસ સામે ભારતીય સૈન્ય અડગ રહેશે અને શાંતિપૂર્ણ રીતે કાર્ય કરવાની તેની તૈયારીને નબળાઇ તરીકે ન જોવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે દુશ્મનના કાવતરા અંગે સૈન્ય ઝડપી અને નિર્ણાયક જવાબો આપવા માટે સક્ષમ છે.

પાકિસ્તાન તરફથી આતંકવાદનો ઉલ્લેખ કરતા સૈન્ય પ્રમુખે કહ્યું કે સેના ભારતના હિતોની રક્ષા કરવા માટે આતંકવાદના સ્ત્રોત પર જ હુમલો કરવામાં સંકોચ કરશે નહીં.

 

Next Article