25મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સની શરૂઆત, જાણી લો આ નિયમો નહીં તો હવાઈયાત્રા નહીં કરી શકો

|

Sep 28, 2020 | 7:56 PM

કેન્દ્ર સરકારના ડોમેસ્ટિક ફ્લાઈટ્સને શરૂ કરવાના નિર્ણયના એક દિવસ પછી એરપોર્ટ ઓર્થોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ મુસાફરો માટે SOP જાહેર કર્યુ છે. લોકડાઉનના કારણે દેશમાં તમામ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ઉડાનો રદ કરી દેવામાં આવી હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે તમામ ડોમેસ્ટિક વિમાન સેવાઓ 25 મેથી શરૂ કરવામાં આવશે. તેની તૈયારી માટે […]

25મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સની શરૂઆત, જાણી લો આ નિયમો નહીં તો હવાઈયાત્રા નહીં કરી શકો

Follow us on

કેન્દ્ર સરકારના ડોમેસ્ટિક ફ્લાઈટ્સને શરૂ કરવાના નિર્ણયના એક દિવસ પછી એરપોર્ટ ઓર્થોરિટી ઓફ ઈન્ડિયા (AAI)એ મુસાફરો માટે SOP જાહેર કર્યુ છે. લોકડાઉનના કારણે દેશમાં તમામ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ઉડાનો રદ કરી દેવામાં આવી હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે તમામ ડોમેસ્ટિક વિમાન સેવાઓ 25 મેથી શરૂ કરવામાં આવશે. તેની તૈયારી માટે તમામ એરપોર્ટને સૂચના આપવામાં આવી છે.

 

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ નિયમોનું પાલન કરવા પર જ કરી શકશો હવાઈયાત્રા

AAIના દિશાનિર્દેશો મુજબ મુસાફરોને એરપોર્ટના ટર્મિનલમાં પ્રવેશ કરવા પહેલા એક થર્મલ સ્ક્રીનિંગ ઝોનથી પસાર થવું અનિવાર્ય હશે અને તમામને પોતાના મોબાઈલ પર આરોગ્ય સેતુ એપ રાખવી પડશે. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એપની જરૂરીયાત નથી.

1. મુસાફરોને ડિપાર્ચરના 2 કલાક પહેલા એરપોર્ટ પહોંચવું પડશે.

2. વિમાનના ટેકઓફના 4 કલાક પહેલા કોઈ પણ મુસાફરને એરપોર્ટમાં જવાની પરવાનગી મળશે નહીં.

3. ટર્મિનલની અંદર વાંચવા માટે ન્યૂઝ પેપર અને મેગઝીન નહીં આપવામાં આવે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

4. મુસાફરોને બેસવા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે.

5. તમામ મુસાફરોને માસ્ક પહેરવું પડશે.

6. વિશેષ પરિસ્થિતીને છોડીને ટ્રોલીની પરવાનગી નહીં આપવામાં આવે.

7. રાજ્ય સરકારો અને તંત્રએ મુસાફરો અને ક્રુ મેમ્બર માટે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ખાનગી ટેક્સીઓની સર્વિસ આપવી પડશે.

8. માત્ર ખાનગી વાહનો અથવા પસંદ કરેલી કેબ સર્વિસને જ મુસાફરો અને કર્મચારીઓને એરપોર્ટથી લઈ જવાની પરવાનગી હશે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 7:36 am, Thu, 21 May 20

Next Article