AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્નાન કરાવતી વખતે તૂટી ગયો ભગવાનની મૂર્તિનો હાથ, રડતા રડતા પૂજારી લઈ આવ્યા હોસ્પિટલ, જુઓ Video

આગ્રાની જિલ્લા હોસ્પિટલમાં શનિવારે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ભક્ત ભગવાન લડ્ડુ ગોપાલની મૂર્તિ લઈને હોસ્પિટલ પહોંચ્યા અને તેની સારવાર માટે કહ્યું.

સ્નાન કરાવતી વખતે તૂટી ગયો ભગવાનની મૂર્તિનો હાથ, રડતા રડતા પૂજારી લઈ આવ્યા હોસ્પિટલ, જુઓ Video
God Laddu Gopal
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2021 | 12:00 PM
Share

Agra: કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. ભગવાનમાં અતૂટ શ્રદ્ધાનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે આગ્રામાં. ભગવાનની નાની મૂર્તિમાં પૂજારીને કેટલી આસ્થા છે તેની અનોખી ઘટના સામે આવી છે. આગ્રામાં એક પુજારી લડ્ડુ ગોપાલની (Laddu Gopal) હાથ તુટેલી મૂર્તિ લઈને રડતા રડતા હોસ્પિટલ પહોંચ્યા હતા. અને હોસ્પિટલમાં ભગવાનના નામે કેસ (God hospital case) કાઢી તેમની સારવાર કરવા કહ્યું ત્યારે બે ઘડી માટે તો ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ પણ ચોંકી ગયો.

સમગ્ર બનાવની વાત કરીએ તો, પુજારી લેખસિંહે 25-30 વર્ષ પહેલા શાહગંજના ખાસપુરા વિસ્તારના પથવારી મંદિરમાં લડ્ડુ ગોપાલનું સ્થાપન કર્યુ હતું. અને પુજારી બાળક તરીકે લડ્ડુ ગોપાલની આ મૂર્તિને લાડ લડાવતા. થોડા દિવસ પહેલા પુજારી આ મૂર્તીને સ્નાન કરાવતા હતા તે સમયે મૂર્તીનો હાથ તુટી ગયો હતો. કોઈ સ્વજનનો હાથ તૂટી ગયો હોય તેમ પૂજારી આકુળ વ્યાકુળ થઈ ગયા અને થોડીવાર માટે બેભાન થઈ ગયા.

ભાનમાં આવતા જ તેઓ રડમસ ચહેરે પહોંચી ગયા હોસ્પિટલ. તેમણે ડૉક્ટરને વિનંતી કરી કે લડ્ડુ ગોપાલની આ મૂર્તિને પ્લાસ્ટર કરી આપવામાં આવે. હોસ્પિટલના સ્ટાફે પુજારીની આસ્થાનું માન જાળવી ભગવાનના નામે કેસ કાઢયો હતો. અને મૂર્તિને પ્લાસ્ટર લગાવી પુજારીની આસ્થાને સન્માન આપ્યું હતુ.

ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે કે અષ્ટ પ્રકારની મૂર્તિમાં ભગવાન પ્રત્યક્ષ બિરાજમાન હોય છે. પૂજારીની આવી શ્રદ્ધા જોઈ ન માત્ર ભક્તો પરંતુ હોસ્પિટલના સ્ટાફને પણ કંઈંક આવો જ અનુભવ થયો. પૂજારીની આવી શ્રદ્ધાની આગ્રામાં ચર્ચા થવા લાગી. અને હિંદુ સંગઠનના કાર્યકર્તા પણ હોસ્પિટલ પહોંચ્યા. અને પ્લાસ્ટર બાદ લડ્ડુ ગોપાલની મૂર્તિને ફરી મંદિરમાં વિરાજમાન કરવામાં આવી.

આ પણ વાંચો: Viral Video : લો બોલો ! શખ્સે પાણીની બદલે ફેન્ટામાં બનાવી દીધી મેગી, વિડીયો જોઈને લોકો બોલ્યા – હે પ્રભુ ઉઠાવી લો…

આ પણ વાંચો: Viral Video : રસ્તા પર થવા લાગ્યો રૂપિયાનો વરસાદ, લોકોએ રૂપિયા માટે રસ્તા પર કરી પડાપડી, વિડીયો થયો વાયરલ

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">