40 પર આવી ગયું હતું ઓક્સિજન લેવલ, તેમ છતાં ડોક્ટર્સે કર્યો એવો ચમત્કાર કે મળી ગયું નવું જીવન

|

May 19, 2021 | 6:20 PM

મળેલા અહેવાલ અનુસાર એક મહિલાનું ઓક્સિજનનું સ્તર 40 સુધી પહોંચી ગયું હતું, તે પછી પણ તે બચી ગઈ. તો ચાલો આપણે જાણીએ શું છે આ મામલો.

40 પર આવી ગયું હતું ઓક્સિજન લેવલ, તેમ છતાં ડોક્ટર્સે કર્યો એવો ચમત્કાર કે મળી ગયું નવું જીવન
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

સમગ્ર દેશ આ દિવસોમાં કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. સમય એ છે કે આ રોગચાળો સતત વધી રહ્યો છે. દરરોજ લાખો નવા કોરોના કેસ બહાર આવી રહ્યા છે. તે જ સમયે હજારો લોકો મરી રહ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓનો મેળાવડો છે અને દરરોજ હજારો લોકો જીવન અને મરણ સાથે સંઘર્ષ કરી રહ્યા છે.

આ બધાની વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યો છે, જેણે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ઘટના જાણે એમ છે કે એક મહિલાનું ઓક્સિજનનું સ્તર 40 સુધી પહોંચ્યું હતું, તે પછી પણ તે બચી ગઈ. તો ચાલો આપણે જાણીએ શું છે આ મામલો.

ઝારખંડના રાંચીમાં રહેનારી 57 વર્ષીય મહિલાનું બચવું મુશ્કેલ હતું. જો કે ડોકટરોએ એવો ‘ચમત્કાર’ કર્યો, જેનાથી તેમને નવું જીવન મળ્યું. ખરેખર જ્યારે મહિલા કોરોના પોઝિટિવ નીકળી ત્યારે તેની હાલત એટલી ખરાબ નહોતી. પરંતુ સમય જતાં તેની સ્થિતિ સતત કથળી હતી. મહિલાને રાંચીની સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

તમને અંદાજો આવી જ ગયો હશે કે મહિલાની સ્થિતિ કેટલી ખરાબ થઇ ગઈ હશે. તેમનું ઓક્સિજન લેવલ 40 સુધી પહોંચી ગયું હતું. મળેલા અહેવાલો પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેમનું બચવું સમભાવ ન હતું. પરંતુ ડોક્ટરોએ મહિલાની સારવાર માટે મોટું જોખમ ઉઠાવ્યું અને તેમને ફરીથી એક નવી જિંદગી આપી હતી.

આ રીતે મળ્યું નવું જીવન

સૌ પ્રથમ, મહિલાને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા પછી પણ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં. આ પછી ડોકટરોએ મહિલાને બચાવવા મોઢાના રસ્તેથી એક ટ્યુબ મૂકીને ઇનવેસિવ વેન્ટિલેટર પર તેમને રાખ્યા. આ પદ્ધતિ અત્યંત મુશ્કેલ હતી. આ પદ્ધતિનો ઉપયોગ હોસ્પિટલના કોઈ પણ વ્યક્તિ પર થતો ન હતો. પરંતુ આ રીતે મહિલાનો જીવ બચાવવામાં આવ્યો.

ડોકટરોના આ પ્રયત્નોને લીધે મહિલાનું ઓક્સિજનનું સ્તર સીધું 40 થી 93 થઈ ગયું છે. અત્યારે મહિલાની સારવાર ચાલી રહી છે અને હવે તે જોખમની બહાર છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ડોકટરોને પણ આ પદ્ધતિ દ્વારા ખતરો વધી શકે છે. જો કે ડોકટરોએ તેના જીવનની બિલકુલ ચિંતા કર્યા વગર મહિલાનો જીવ બચાવ્યો.

 

આ પણ વાંચો: તમે જાણો છો? રેલવે લાઇનની વચ્ચે અને બંને બાજુ શા માટે પત્થરો નાખવામાં આવે છે, જાણો જવાબ

આ પણ વાંચો: શું ખરેખર મોરપીંછથી ડરી જાય છે ગરોળી? તમે પણ જાણો શું છે આ પાછળનું કારણ

 

Next Article