શું ખરેખર મોરપીંછથી ડરી જાય છે ગરોળી? તમે પણ જાણો શું છે આ પાછળનું કારણ

તમે જોયું જ હશે કે ઘરથી ગરોળી દુર રહે તે માટે ઘણા લોકો ઘરમાં મોરપીંછ રાખતા હોય છે. પરંતુ આ કીમિયો શું ખરેખર અસર કરે છે? અને શું છે આ પાછળનું કારણ ચાલો જાણીએ.

શું ખરેખર મોરપીંછથી ડરી જાય છે ગરોળી? તમે પણ જાણો શું છે આ પાછળનું કારણ
File Image
Follow Us:
| Updated on: May 19, 2021 | 4:47 PM

ઘણીવાર તમે જોયું જ હશે કે ઘણા ઘરોમાં લોકો ગરોળીથી ખૂબ પરેશાન હોય છે. લોકો તેને ઘરની બહાર કાઢવા માટે વિવિધ પગલાં પણ લે છે, જેમાં સૌથી સામાન્ય ઉપાય છે મોરપંખ. ઘણા લોકો એવું કહે છે અને માને છે કે ઘરમાં મોરપીંછ રાખવાથી ગરોળી ઘરમાં રહી શકે નહીં અને તે ભાગી જાય છે. તે જ સમયે ઘણા લોકો ગરોળીને ભગાડવા માટે મશીન અથવા દવાઓનો ઉપયોગ કરતા હોય છે.

પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે મોરપીંછના કારણે એવું તો શું થાય છે કે ગરોળી તેની નજીક આવતી નથી. જ્યાં મોરપીંછ રાખવામાં આવે છે ત્યાં તે ઓરડાથી પણ દુર રહે છે? મોરપીંછમાં એવું તો શું હોય છે કે ગરોળી ડરી જાય છે અને ટે દુર રહે છે? આવી સ્થિતિમાં આ પાછળનું કારણ શું છે ટે ઘણા લોકોને ખબર નથી હોતી. અને ઘણા લોકો આવું માનતા પણ નથી હોતા.

શું છે તર્ક?

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઘણા અહેવાલો કહે છે કે ગરોળી મોરપીંછથી ડરવાનું કારણ મોરપીંછની રચના છે. ખરેખર મોરપીંછના ઉપરના ભાગમાં ડિઝાઇન આંખ જેવી હોય છે. એવું માનવામાં આવે છે કે ગરોળી તેને મોટા પ્રાણીની આંખ માને છે અને તેના કારણે ગરોળીને ડર લાગે છે. તેથી તે મોરપીંછની નજીક આવતી નથી. જ્યારે ઘણા લોકોનું એવું પણ માનવું છે કે મોરપીંછમાંથી આવતી કોઈ ગંધ ના કારણે ગરોળી તેનાથી દુર રહે છે.

આ સિવાય ઘણા અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મોર ખુલ્લામાં રહે છે ત્યારે તેઓ ગરોળી ખાય જાય છે અને આવી સ્થિતિમાં ઘણાં જીવજંતુ અને જીવાત મોરથી દૂર રહે છે. આને કારણે ગરોળી મોરપીંછ જોઈને ડરી પણ જાય છે.

કોઈ વૈજ્ઞાનિક કારણ મળ્યું નથી

જો કે કોઈ વૈજ્ઞાનિક આધારિત અહેવાલમાં આ કારણો સાચા હોવાની સાબિતી નથી મળી. જેના કારણે અમે પણ વૈજ્ઞાનિક પુષ્ટિ આપતા નથી કે ગરોળી મોરનાપીંછને કારણે ઘરમાંથી ખરેખર ભાગી જાય છે.

દાવાને જણાવ્યા ખોટા

ઘણા અહેવાલોમાં આ દાવાઓને ખોટા કહેવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે ગરોળી મોરપીંછથી ડરતી હોવાના કોઈ પુરાવા નથી. આવા ઘણા વીડિયો યુટ્યુબ પર પણ જોવા મળે છે, જેમાં ગરોળી લાંબા સમય સુધી મોરપંખની નજીક ભટકતી રહે છે અને તેની ટોચ પર બેસતી પણ હોય છે. આવી સ્થિતિમાં દાવા સાથે એવું કહી શકાય નહીં કે જો તમે મોરપીંછને ઘરમાં રાખશો તો ગરોળી ઘરની બહાર જતી રહેશે.

આ પણ વાંચો: ‘બંધ રાખો અમ્બ્યુલેન્સ સાયરન’, લોકોમાં ભય દુર કરવા માટે મણિપુર સરકારની રકવેસ્ટ

આ પણ વાંચો: બાબાએ કોરોના ભગાડવા માટે કર્યો યજ્ઞ, મંત્રો સાંભળીને તમે પણ ડરી જશો!

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">