ડોકટરો બેભાન કર્યા વગર કરતા રહ્યા સર્જરી, મહિલા ઓપરેશન ટેબલ પર હનુમાન ચાલીસાના જાપ કરતી રહી, જુઓ વીડિયો

|

Jul 24, 2021 | 2:09 PM

સામાન્ય રીતે ઓપરેશન થિયેટરમાં દર્દી અને ડોકટરો ઓપરેશન સફળ ન થાય ત્યાં ચિંતિત રહે છે. પરંતુ રાજધાની દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS Delhi)માં એક ચમત્કાર જોવા મળ્યો. જ્યાં એક છોકરીને સંપૂર્ણપણે બેભાન કર્યા વિના તેના બ્રેઈન ટ્યુમરની સર્જરી કરવામાં આવી હતી. આમાં વિશેષ વાત એ છે કે, મહિલા દર્દી ઓપરેશન દરમિયાન […]

ડોકટરો બેભાન કર્યા વગર કરતા રહ્યા સર્જરી, મહિલા ઓપરેશન ટેબલ પર હનુમાન ચાલીસાના જાપ કરતી રહી, જુઓ વીડિયો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

સામાન્ય રીતે ઓપરેશન થિયેટરમાં દર્દી અને ડોકટરો ઓપરેશન સફળ ન થાય ત્યાં ચિંતિત રહે છે. પરંતુ રાજધાની દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS Delhi)માં એક ચમત્કાર જોવા મળ્યો. જ્યાં એક છોકરીને સંપૂર્ણપણે બેભાન કર્યા વિના તેના બ્રેઈન ટ્યુમરની સર્જરી કરવામાં આવી હતી. આમાં વિશેષ વાત એ છે કે, મહિલા દર્દી ઓપરેશન દરમિયાન હનુમાન ચાલીસાના (Hanuman Chalisa) પાઠ કરતી રહી.

ગુરુવારે એઈમ્સની ન્યુરો એનેસ્થેટિક (Neuro Anaesthetic) ટીમના નામે મોટી સફળતા મળી છે. જ્યાં 24 વર્ષીય સ્કૂલની શિક્ષિકા મગજના ડાબી બાજુ થયેલી મોટા બ્રેઈન ટ્યુમર (ગ્લિઓમા) ની સર્જરી કરાવતી હતી. સામાન્ય રીતે, દર્દીને શસ્ત્રક્રિયા દરમિયાન બેભાન રાખવામાં આવે છે, પરંતુ આ સ્ત્રી દર્દીની સર્જરી સંપૂર્ણ સભાન અવસ્થામાં રાખીને કરવામાં આવી હતી. શસ્ત્રક્રિયા દરમિયાન સ્ત્રી દર્દી માત્ર સંપૂર્ણ સભાન રહી હતી, પોતે ઓપરેશન ટેબલ પર હનુમાન ચાલીસાના પાઠ કરતી રહી હતી.

યુવતીની આ હિંમત જોઇને ઓપરેશન કરનારા તબીબો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ઓપરેશન થિયેટરમાં હાજર કેટલાક સભ્યોએ દર્દીની આ હિંમતનો વીડિયો બનાવ્યો. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સર્જરી બાદ તેણે વાળ શેમ્પૂ કર્યા. આ પછી તે હસતાં ઓપરેશન થિયેટરોમાંથી બહાર આવી. તે જ સમયે દરેક છોકરીની આ હિંમત અને સહસની પ્રશંસા કરી રહ્યું છે.

 

આ પણ વાંચો: Stone Killer: 70 દિવસ અને 1,200 પોલીસ જવાનોના ઓપરેશન બાદ આખરે સ્ટોનકિલર પોલીસના હાથે પકડાયો, જાણો આગળની કહાની

આ પણ વાંચો: Vadodara : પાદરા નગર પાલિકાએ પાંચ દિવસમાં 176 ગેરકાયદે દબાણો દૂર કર્યા

Published On - 6:25 pm, Fri, 23 July 21

Next Article