અજબ ગજબ : ભારતમાં એવા પણ વિસ્તાર છે જ્યાં નથી મનાવવામાં આવતી દિવાળી, જાણો શું છે કારણ

|

Nov 03, 2021 | 8:21 AM

ભારતમાં કેટલાક એવા વિસ્તારો છે જ્યાં દિવાળીની ઉજવણી કરવામાં આવતી નથી. અમને ખાતરી છે કે તમને આ વાત વાંચીને આશ્ચર્ય થયું હશે, પરંતુ વાસ્તવમાં એવી કેટલીક જગ્યાઓ છે, તો ચાલો જાણીએ તે જગ્યાઓ વિશે.

અજબ ગજબ : ભારતમાં એવા પણ વિસ્તાર છે જ્યાં નથી મનાવવામાં આવતી દિવાળી, જાણો શું છે કારણ
Diwali is not celebrated at these places of India, you will be surprised to know the reason

Follow us on

ભારતમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લોકો આ તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસે લોકો ઘરની સફાઈથી લઈને બજારમાં દિવાળીની ખરીદીમાં ખૂબ જ વ્યસ્ત હોય છે. તમે બધા જાણતા જ હશો કે ઘરમાં ધન-ધાન્યની કમી ન થાય તે માટે દિવાળી મનાવવામાં આવે છે. આ તહેવાર એવો બની ગયો છે કે વિદેશમાં રહેતા લોકો પણ આ તહેવારને ધામધૂમથી ઉજવે છે.

પરંતુ ભાગ્યે જ તમે જાણતા હશો કે ભારતમાં કેટલાક એવા વિસ્તારો છે જ્યાં દિવાળીની ઉજવણી કરવામાં આવતી નથી. અમને ખાતરી છે કે તમને આ વાત વાંચીને આશ્ચર્ય થયું હશે, પરંતુ વાસ્તવમાં એવી કેટલીક જગ્યાઓ છે, તો ચાલો જાણીએ તે જગ્યાઓ વિશે.

ભારતમાં કેટલાક એવા વિસ્તારો છે જ્યાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી. તમને જણાવી દઈએ કે આ સ્થાન પર ન તો લક્ષ્મી પૂજા કરવામાં આવે છે અને ન તો ફટાકડા ફોડીને આ તહેવાર ઉજવવામાં આવે છે. આ જગ્યાએ દીવા પણ પ્રગટાવવામાં આવતા નથી. અમે વાત કરી રહ્યા છીએ કેરળની આ એક માત્ર એવી જગ્યા છે જ્યાં આ તહેવાર ઉજવવામાં આવતો નથી. આનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે. વાસ્તવમાં, કેરળમાં દરેક તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પરંતુ ત્યાં દિવાળીની ઉજવણી થતી નથી. તે જાણીતું છે, કેરળમાં કોચી એકમાત્ર એવી જગ્યા છે જ્યાં દિવાળી ઉજવવામાં આવે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આવો જાણીએ કેરળમાં આ તહેવાર શા માટે ઉજવવામાં આવતો નથી. વાસ્તવમાં, આની પાછળ ઘણા કારણો છે. કેરળમાં મહાબલીનું શાસન હતું. મહાબલી અસુર હતા અને તેમની અહીં પૂજા થાય છે. આવી સ્થિતિમાં, કેરળના લોકો રાક્ષસના પરાજયની ઉજવણી કરતા નથી અને તમે બધા જાણતા જ હશો કે દિવાળી ઉજવવાનું કારણ રાવણ પર રામનો વિજય છે. બીજું મુખ્ય કારણ એ છે કે કેરળમાં હિન્દુ ધર્મના લોકો ઓછા છે, જેના કારણે દિવાળી વધારે ધામધૂમથી ઉજવાતી નથી. ત્રીજું કારણ એ છે કે આ સમયે કેરળમાં ઘણો વરસાદ છે. જેના કારણે ફટાકડા અને દીવા બળતા નથી.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે કેરળ સિવાય તમિલનાડુ પણ એક એવી જગ્યા છે જ્યાં દિવાળીની ઉજવણી કરવામાં આવતી નથી. ત્યાંના લોકો દિવાળીને બદલે નરક ચતુર્દર્શીની ઉજવણી કરતા જોવા મળે છે.

આ પણ વાંચો –

ઈઝરાયલના પીએમને ભારત આવવા વડાપ્રધાન મોદીએ આપ્યુ આમંત્રણ આપ્યું, કહ્યું ટેકનોલોજી અને ઈનોવેશનના ક્ષેત્રમાં સહયોગ વધારાશે

આ પણ વાંચો –

Ahmedabad: રસીકરણનું ભારણ ઘટતા AMC નો મોટો નિર્ણય, લોકો આ સમય માટે બૂક કરાવી શકશે કોર્પોરેશનના હોલ

Next Article