Digital Rape: જાતિય શોષણ કે દુષ્કર્મ માટે વપરાતો ડિજિટલ રેપ શું છે? IPCની કઈ કલમ અંતર્ગત ડિજિટલ રેપ ટર્મ વપરાય?- Video

|

Oct 16, 2023 | 6:52 PM

Digital Rape: પોક્સો એક્ટ અંતર્ગત સેક્શનમાં પેનેટ્રેટિવ સેક્સ્યુઅલ એસોલ્ટની જોગવાઈ છે. જેમા કોઈ વ્યક્તિ સામેવાળાની ઈચ્છા વિરુદ્ધ તેનુ જાતિય શોષણ કરે છે અથવા તો તેના પ્રાઈવેટ બોડી પાર્ટમાં કોઈ ઓબ્જેક્ટ કે વસ્તુ ઈન્સર્ટ કરે છે કે કરવાની કોશિષ કરે છે ત્યારે પેનેટ્રેટિવ સેક્સ્યુએલ એસોલ્ટ અંતર્ગત આજીવન કારાવાસ સહિતની સજાની જોગવાઈ છે. સેક્શન 3 અંતર્ગત વપરાતો ડિજિટલ રેપ શું છે. તે ક્યારે થયો ગણાય. તે ક્યારથી અમલમાં આવ્યો તે વિશે વાંચો અહીં.

Digital Rape: જાતિય શોષણ કે દુષ્કર્મ માટે વપરાતો ડિજિટલ રેપ શું છે? IPCની કઈ કલમ અંતર્ગત ડિજિટલ રેપ ટર્મ વપરાય?- Video

Follow us on

Digital Rape: ઉત્તરપ્રદેશની સુરજપુર ડિસ્ટ્રીક્ટ કોર્ટે 65 વર્ષિય એક વ્યક્તિને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. કારણ કે તેમણે એક ત્રણ વર્ષની બાળકી સાથે ડિજિટલ રેપ ઓફેન્સ કર્યો હતો. આ ગુનાને નોઈડા સેક્ટર 39માં આવેલા સલરપુર ગામમાં કમિટ કરવામાં આવ્યો હતો. આ ગુનાને અંજામ આપનાર 65 વર્ષિય અકબર અલી પશ્ચિમ બંગાળના માલદા ગામનો છે. તેને ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ અનિલ કુમાર દ્વારા દોષી કરાર આપવામાં આવ્યો હતો. તેમણે અકબર અલીને  આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.

બાળકી સાથે દુષ્કૃત્યના આરોપીમાં અકબર અલીને ડિજિટલ રેપ અંતર્ગત આજીવન કારવાસની સજા

અકબર અલીને ડિજિટલ રેપના ગુનામાં દોષી સાબિત થયો હતો. અકબર અલીને પોક્સો એક્ટ અને 375, 376 અંતર્ગત દોષી જાહેર કરાયો હતો. અકબર અલીએ વર્ષ 2019માં નોઈડાના સલરપુર ગામની ત્રણ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી તેની સાથે લઈ ગયો ત્યાં અકબર અલીએ બાળકીનો ડિજિટલ રેપ કર્યો  હવે એ સવાલ થવો વ્યાજબી છે કે ખરેખર ડિજિટલ રેપ હોય છે શું ?

IPCની કલમ 375, 376 અને પોક્સો એક્ટ અંતર્ગત અકબર અલીને સજા

બાળકી સાથે દુષ્કૃત્યની ઘટના બાદ તેના માતાપિતાએ અકબર અલી સામે ફરિયાદ નોંધાવી, મેડિકલ ચેકઅપ કરાવ્યુ જેમા કન્ફર્મ થયુ હતુ કે તેની સાથે રેપ થયો છે.  ત્યારથી અકબર અલી જિલ્લા જેલમાં હતો તેમણે વચગાળાના જામીનની પણ અરજી કરી હતી. તેને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટ દ્વારા તેમને દોષી કરાર કરતા આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી અને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો. અકબર અલીને ત્રણ સેક્શન અંતર્ગત દોષી સાબિત થયા -જેમા એક પોક્સો એક્ટ અંતર્ગત અને IPCની સેક્શન 375, 376.

શું છે પેનેટ્રેટિવ સેક્સ્યુએલ એસોલ્ટ?

પોક્સો એક્ટની સેક્શન 3 પેનેટ્રેટિવ સેક્સ્યુએલ એસોલ્ટ એટલે કે કોઈપણ વ્યક્તિએ આ ગુનો કર્યો હોય. જેમા દોષી વ્યક્તિએ બાળકની ઈચ્છા વિરુદ્ધ કોઈ ઓબ્જેક્ટ કે કોઈ વસ્તુને તેના પ્રાઈવેટ બોડી પાર્ટમાં ઈન્સર્ટ કરી અથવા તો કરવાની કોશિષ કરી તો તે પેનેટ્રેટિવ સેક્સ્યુએલ એસોલ્ટ ગણાશે. સેક્શન 3 અને સેક્શન 4માં પેનેટ્રેટિવ સેક્સ્યુઅલ એસોલ્ટ અંતર્ગત જે સજાનું પ્રાવધાન છે તેની વાત કરીએ તો જે બાળક સાથે જાતિય શોષણ કરવામાં આવ્યુ તેની ઉમર જો 16 વર્ષથી નીચે હોય તો તે ગુનો આચરનારને ઓછામાં ઓછી 20 વર્ષની સજા આપવામાં આવશે. પરંતુ આ સજાને વધારવા માટે આજીવન કારાવાસની સજા પણ આપી શકાય છે.

ડિજિટલ રેપ એટલે શુ ?

પેનેટ્રેટિવ સેક્સ્યુએલ એસોલ્ટને જ બીજી ભાષામાં ડિજિટલ રેપ કહેવામાં આવે છે. ડિજિટલ રેપનો મતલબ સાયબર ક્રાઈમની અહીં વાત નથી. એવુ નથી કે કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા કોઈ સેક્સ્યુએલ ઓફેન્સ કરે છે. ડિજિટલ રેપનો અર્થ એ થાય કે જ્યારે કોઈ વ્યક્તિ દબાણપૂર્વક, સામેવાળાની ઈચ્છા વિરુદ્ધ કોઈ બોડી પાર્ટને પ્રાઈવેટ બોડી પાર્ટમાં ઈન્સર્ટ કરે છે. તેને ડિજિટલ રેપ કહેવાય છે. હવે સવાલ એ છે કે તો તેને ડિજિટલ રેપ શા માટે કહેવાય છે સામાન્ય રેપ પણ કહી શકાય. જો કે ડિજિટલ શબ્દ ડિજિટ પરથી આવ્યો છે. અંગ્રેજીમાં તેનો અર્થ છે, તમારા પગની આંગળીઓ, અંગૂઠા વગેરે. આ પાર્ટને જો કોઈ વ્યક્તિ સામેવાળી વ્યક્તિના પ્રાઈવેટ બોડી પાર્ટમાં નાખશે તો તે ડિજિટલ રેપ ગણાશે.

નિર્ભયા ગેંગરેપકાંડ બાદ જસ્ટિસ વર્મા કમિટીએ ડિજિટલ રેપ ટર્મની ભલામણ કરી

આ કેસમાં પણ એ જ વસ્તુ જોવા મળી હતી. 65  વર્ષિય  અકબર અલીએ ત્રણ વર્ષની બાળકીના પ્રાઈવેટ બોડી પાર્ટઝને ઉપર જણાવેલો અંગોને ઈન્સર્ટ કર્યા. જે પેનેટ્રેટિવ સેક્યુએલ એસોલ્ટ સેક્શન 3 અંતર્ગત પોક્સો એક્ટ અંતર્ગત ગુનો ગણાય છે. ડિજિટલ રેપ એ શબ્દ બહુ ઉપયોગમાં લેવાતો નથી કારણ કે ઘણો નવો શબ્દ છે. આ શબ્દ વર્ષ 2013માં સૌપ્રથમ ઉપયોગમાં લેવાયો. 2013માં જસ્ટિસ વર્મા કમિટીએ નિર્ભયા ગેંગરેપ કેસ બાદ અનેક સૂચનો IPCમાં બદલાવ માટે આપ્યા હતા. ત્યારબાદ આ ડિજિટલ ટર્મ લાવવામાં આવ્યો હતો. 2013 પહેલા ડિજિટલ રેપ જેવો કોઈ શબ્દ ભારતમાં અસ્તિત્વમાં જ ન હતો.એ પહેલા ડિજિટલ રેપ વિશે કોઈ કંઈ જાણતુ ન હતુ.

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 26 અઠવાડિયાના ગર્ભના, એબોર્શનની મંજૂરી નહી

2013માં IPCમાં અનેક પ્રોવિઝન્સમાં રેપના ગુનામાં અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા. તે જ સમયે 375 અને 376 માં પણ ડિજિટલ રેપનો સમાવેશ કરવામાં આવ્યો  હતો. કારણ કે સેક્શન 375માં પણ સ્પષ્ટતાથી જણાવવામાં આવ્યુ હતુ કે કોઈ વ્યક્તિ સામેવાળાના પ્રાઈવેટ બોડી પાર્ટમાં કોઈ ઓબજેક્ટ કે વસ્તુને ઈન્સર્ટ કરે છે તો તે પણ રેપનો ગુનો ગણાશે. જે ડિજિટલ રેપની વ્યાખ્યામાં આવશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:49 pm, Mon, 16 October 23

Next Article