દિલ્હીમાં 1 નવેમ્બરથી અન્ય રાજ્યોની ડિઝલ બસને પ્રવેશવા નહીં દેવાય
રાજધાની દિલ્હીમાં શિયાળા ઋતુના પ્રારંભે જ વધતા જતા વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે કહ્યું છે કે, આગામી 1 નવેમ્બરથી દિલ્હીમાં અન્ય રાજ્યોની ડીઝલ બસોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવશે. વાયુ પ્રદુષણને કાબુમાં લેવા માટે દિલ્હી સરકારે વિન્ટર એકશન પ્લાન ઘડી કાઢ્યો છે.

રાજધાની દિલ્હીમાં શિયાળાની શરૂઆતમાં જ વધી રહેલા વાયુ પ્રદુષણને કાબૂમાં લેવા માટે અન્ય રાજ્યોની ડિઝલ બસના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય દિલ્હી સરકારે કર્યો છે. આગામી પહેલી નવેમ્બરથી દિલ્હીમાં પરપ્રાંતિય ડિઝલ બસના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. અને આ અંગેની જાણ દિલ્લીની આસપાસના રાજ્ય હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના સંબધિત વિભાગને તેની જાણ પણ કરી દેવાઈ છે.
રાજધાની દિલ્હીમાં શિયાળા ઋતુના પ્રારંભે જ વધતાજતા વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે કેજરીવાલ સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે કહ્યું છે કે, આગામી 1 નવેમ્બરથી દિલ્હીમાં અન્ય રાજ્યોની ડીઝલ બસોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવશે. વાયુ પ્રદુષણને કાબુમાં લેવા માટે દિલ્હી સરકારે વિન્ટર એકશન પ્લાન ઘડી કાઢ્યો છે.
આ યોજના અનુસાર કામ કરવાથી દિલ્હીમાં વાયુ પ્રદુષણને કાબુમાં લઈ શકાશે તેવો વિશ્વાસ ગોપાલ રાયને છે. તેમણે કહ્યું કે, ગયા વર્ષે 29મી ઓક્ટોબરના રોજ દિલ્હીનો એક્યુઆઈ 397 હતો. જ્યારે ગઈકાલ 29મી ઓક્ટોબરનો એક્યુઆઈ 325 હતો. આ ફેરફાર વાયુ પ્રદુષણને કાબૂમાં લેવા માટે અમલમાં મૂકેલા માપદંડને કારણે થયો હોવાનું જણાવ્યું છે.
દિલ્હીમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિયાળામાં હવાનું સ્તર ભયજનક સ્તરે પહોંચી જાય છે. આથી વાયુ પ્રદુષણને નિયંત્રણમાં લેવા માટે 1 નવેમ્બરથી હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ, રાજસ્થાન અને પંજાબથી દિલ્હીમાં આવતી ડિઝલ બસ ઉપર પ્રતિબંધ લગાવતો આદેશપત્ર પણ બહાર પાડ્યો છે. જો કે બીએસ6 શ્રેણીમાં આવતા વાહનો અને સીએનજી તેમજ ઈલેક્ટ્રીક બસને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. બીએસ 3, બીએસ 4 વાળી ડિઝલ બસને દિલ્હીમાં પ્રવેશવા નહીં દેવાય.
પડોશી રાજ્યોને કરાઈ જાણ
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં હવાનું સ્તર સુધારવા માટે એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને આપેલી સુચના પર કામ કરવામાં આવી રહ્યું છે. જેને ધ્યાને રાખીને દિલ્હીના પરિવહન વિભાગે ગત ગુરુવારે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. જેમા એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશનના આદેશનો ઉલ્લેખ કરાયો છે. આ પરિપત્ર દિલ્હીના પડોશી રાજ્યો હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન પરિવહન વિભાગના સચિવ અને પરિવહન કમિશનરોને જાણ કરાઈ છે.
