વિપક્ષી નેતાને જોઈ BJP નેતા મંચ પર લેવા નીચે દોડી ગયા, મતભેદ હોઈ શકે, મનભેદ નહીં, જુઓ વીડિયો

|

Jul 08, 2024 | 8:20 PM

આ વીડિયો રાજકારણના મતભેદો વચ્ચેની સ્થિતિ વચ્ચે ખૂબ કહી જાય છે. આ વીડિયોને લોકોએ ખૂબ પસંદ કર્યો છે અને તેને લોકતંત્રમાં શિષ્ટાચારની અજોડ મિશાલના રુપમાં ગણાવી રહ્યા છે. એટલે જ કહે છે, કે મતભેદ હોઈ શકે પરંતુ મનભેદ ના હોઈ શકે અને આવું જ આ વીડિયોમાં જોવા મળે છે.

સામાન્ય રીતે રાજકારણમાં મતભેદ પક્ષ અને વિપક્ષ વચ્ચે જોવા મળતા હોય છે. પરંતુ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સાથો સાથ જ તે વીડિયો પણ રાજકારણના મતભેદો વચ્ચેની સ્થિતિ વચ્ચે ખૂબ કહી જાય છે. આ વીડિયોને લોકોએ ખૂબ પસંદ કર્યો છે અને તેને લોકતંત્રમાં શિષ્ટાચારની અજોડ મિશાલના રુપમાં ગણાવી રહ્યા છે. એટલે જ કહે છે, કે મતભેદ હોઈ શકે પરંતુ મનભેદ ના હોઈ શકે અને આવું જ આ વીડિયોમાં જોવા મળે છે.

વીડિયો જગન્નાથપુરીનો છે. જ્યાં જગન્નાથજીની યાત્રા દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઓડિશાના મુખ્યપ્રધાન મોહન ચરણ માઝી અને કેન્દ્રીય મત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉપસ્થિત હતા. જ્યાં વીવીઆઈપી નેતાઓ માટે એક ખાસ મંચ હતો. જ્યાં રાષ્ટ્રપતિ સહિતના મહેમાનો બેઠા હતા. ઓડિશાના પૂર્વ મુખ્યપ્રધાન નવીન પટનાયક પણ આ દરમિયાન ત્યાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સૌનું અભિવાદન મંચ નીચેથી કરી રહ્યા હતા.

આ જોઈને BJP નેતા અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મંચ પરથી નીચે ઉતરીને પૂર્વ મુખ્યપ્રધાન પટનાયક પાસે પહોંચ્યા હતા અને સન્માન સાથે તેઓને મંચ પર લઈ ગયા હતા. સમગ્ર ઘટનાક્રમનો વીડિયો સામે આવ્યો છે અને જે વાયરલ થઈ રહ્યો છે. ઓડિશામાં તાજેતરની ચૂંટણીઓમાં જ સત્તા ભાજપને મળી છે. જ્યારે પટનાયકના પક્ષ બીજુ જનતા દળને હારનો સામનો કરવો પડ્યો હતો. નવીન પટનાયક હવે રાજ્યમાં વિપક્ષી પાર્ટીના નેતા છે.

 

આ પણ વાંચો: ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન, શામળાજીની સમસ્યા પણ નિવારાશે

Next Video