SpiceJet Flight Status: સ્પાઈસજેટ સામે DGCAની મોટી કાર્યવાહી, 8 અઠવાડિયા માટે 50 ટકા ફ્લાઈટ્સ પર પ્રતિબંધ

છેલ્લા કેટલાક સમયથી સ્પાઈસ જેટના (SpiceJet Flight) વિમાનોમાં સતત ટેકનિકલ ખામીઓ પર પગલાં લેતા ડીજીસીએએ 8 અઠવાડિયા માટે 50 ટકા ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.

SpiceJet Flight Status: સ્પાઈસજેટ સામે DGCAની મોટી કાર્યવાહી, 8 અઠવાડિયા માટે 50 ટકા ફ્લાઈટ્સ પર પ્રતિબંધ
spicejet-flight
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2022 | 8:12 PM

છેલ્લા કેટલાક સમયથી સ્પાઈસજેટ (SpiceJet Flight) વિમાનોમાં સતત ટેકનિકલ ખામીઓને લઈને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એક્શનમાં આવી ગયું છે. DGCAએ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા સ્પાઈસ જેટની 50 ટકા ફ્લાઈટ્સ પર 8 અઠવાડિયા માટે પ્રતિબંધ લગાવી દીધો છે. DGCA એ 6 જુલાઈના રોજ સ્પાઈસ જેટને 19 જૂનથી તેના વિમાનમાં ટેક્નિકલ ખામીની ઓછામાં ઓછી આઠ ઘટનાઓ બાદ કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી. આ સમયગાળા સ્પાઈસજેટ વિમાનો પર ડીજીસીએ વધારાની દેખરેખ રાખશે. બુધવારે ઉડ્ડયન નિયમનકારે તેના આદેશમાં જણાવ્યું હતું કે વિવિધ સ્થળોની તપાસ, સ્પાઇસજેટ દ્વારા સબમિટ કરાયેલા કારણો બતાવો નોટિસના જવાબને ધ્યાનમાં રાખીને, સુરક્ષિત અને વિશ્વસનીય પરિવહન સેવા સતત ચાલુ રાખવા માટે સ્પાઈસજેટે ઉનાળા માટે મંજૂર ફ્લાઈટ્સની સંખ્યા આઠ અઠવાડિયા માટે 50 ટકા સુધી મર્યાદિત કરી છે.

DGCA એ સ્પાઇસજેટને નોટિસ આપતા શું કહ્યું?

DGCAએ જ્યારે સ્પાઈસજેટને નોટિસ આપી ત્યારે તેણે કહ્યું હતું કે સ્પાઈસજેટ એરલાઈન વિમાન નિયમ, 1937ની 11મી અનુસૂચિ અને નિયમ 134ની શરતો હેઠળ સુરક્ષિત, કાર્યક્ષમ અને વિશ્વસનીય હવાઈ સેવાઓ સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “ઘટનાઓની સમીક્ષા દર્શાવે છે કે આંતરિક સુરક્ષા નિરીક્ષમ ખરાબ છે અને જાળવણીને લઈને પર્યાપ્ત પગલાં નથી (કારણ કે મોટાભાગની ઘટનાઓ ભાગો અથવા સિસ્ટમની નિષ્ફળતા સાથે સંબંધિત છે) લિફ્ટિંગને કારણે સુરક્ષામાં ઘટાડો થયો છે.” ડીજીસીએએ સ્પાઇસજેટને નોટિસનો જવાબ આપવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો હતો.

ડીજીસીએની નોટિસ પર જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી પ્રતિક્રિયા

નોટિસ મુજબ ‘ડીજીસીએ દ્વારા સપ્ટેમ્બર 2021માં કરવામાં આવેલા નાણાકીય મૂલ્યાંકનમાં એ પણ બહાર આવ્યું છે કે એરલાઇન્સ દ્વારા સપ્લાયર્સ/સ્વીકૃત વિક્રેતાઓને નિયમિત ધોરણે ચૂકવણી કરવામાં આવતી નથી, જેના કારણે એરક્રાફ્ટના સંચાલનની અછત સર્જાય છે અને વિમાનના સંચાલન માટે આવશ્યક જરૂરી એમઈએલ (મિનિમમ ઇક્વિપમેન્ટ ઇન્વેન્ટરી)ની વારંવાર માંગ કરવામાં આવી રહી છે. ડીજીસીએ નોટિસનો જવાબ આપતાં નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે યાત્રીઓની સુરક્ષા સર્વોપરી છે.

આ પણ વાંચો

આ પછી એરલાઈને બુધવારે જાહેર એક નિવેદનમાં કહ્યું કે તે ડીજીસીએની નોટિસનો નિર્ધારિત સમય ગાળામાં જવાબ આપશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે અમારા યાત્રીઓ અને ક્રૂ માટે સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.” અમે આઈએટીએ-આઈઓએસઓ (આઈએટીએ-પરિચાલન સુરક્ષા ઓડિટ) પ્રમાણિત એરલાઈન છીએ. એરલાઈને કહ્યું કે ડીજીસીએ દ્વારા તેનું નિયમિત ઓડિટ કરવામાં આવે છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">