ધાર્મિક યાત્રા પર જતા શ્રદ્ધાળુઓને હવે સાત્વિક ભોજન માટે નહીં પડે હાલાકી, IRCTCએ લીધો આ નિર્ણય

|

Nov 18, 2021 | 5:28 PM

IRCTCએ દિલ્હીથી માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે આવી પહેલ કરી છે. આગામી થોડા દિવસોમાં વૈષ્ણો દરબાર જતી અન્ય ટ્રેનોમાં પણ સાત્વિક ભોજનની સુવિધા ઉપલબ્ધ થશે.

ધાર્મિક યાત્રા પર જતા શ્રદ્ધાળુઓને હવે સાત્વિક ભોજન માટે નહીં પડે હાલાકી, IRCTCએ લીધો આ નિર્ણય
File Image

Follow us on

IRCTCને ટ્રેનોમાં અને તેમાં પણ ખાસ કરીને ધાર્મિક સ્થળોએ (Places of worship) જતી ટ્રેનોમાં સાત્વિક ખોરાક (Food) આપવાની સુવિધા માટે મુસાફરો (Passengers) તરફથી વારંવાર વિનંતીઓ મળી રહી હતી. જેને લઈને IRCTCએ નવી પહેલ કરી છે અને ધાર્મિક સ્થળો(Places of worship)એ જતી ટ્રેનમાં માત્ર સાત્વિક ભોજન જ પીરસવામાં આવશે તેનો નિર્ણય લીધો છે.

 

IRCTCએ દિલ્હીથી માતા વૈષ્ણોદેવી (Vaishnodevi) કટરા વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (Vande Bharat Express train) સાથે આ નવી પહેલ કરી છે. અત્યાર સુધી ધાર્મિક સ્થળોએ લાંબી મુસાફરી કરનારા પ્રવાસીઓને ભોજનને લઈને હાલાકી પડતી હતી. ધાર્મિક સ્થળોએ જતા મોટાભાગના શ્રદ્ધાળુઓ ડુંગળી, લસણ વગરનું ભોજન જોઈતુ હતુ.

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

મોટાભાગના મુસાફરો ઉપવાસના દિવસોમાં ફળ વગેરેનું સેવન કરીને ટ્રેનમાં મુસાફરી કરે છે. સાથે લાંબી યાત્રાને કારણે ઘરેથી જમવાનું લઈને આવવાનું પણ મુસાફરો માટે સરળ હોતુ નથી. ત્યારે IRCTCએ મુસાફરોની ધાર્મિક ભાવનાઓને લઈને આ નિર્ણય લીધો છે, જે યાત્રાળુઓ માટે રાહત આપનારો રહેશે.

 

IRCTCએ દિલ્હીથી માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ સાથે આવી પહેલ કરી છે. આગામી થોડા દિવસોમાં વૈષ્ણો દરબાર જતી અન્ય ટ્રેનોમાં પણ સાત્વિક ભોજનની સુવિધા ઉપલબ્ધ થશે. હાલમાં આ સુવિધા માત્ર પસંદગીના રૂટ પર જ ઉપલબ્ધ હશે જે ટ્રેન યાત્રાધામ તરફ લઈ જાય છે. બાદમાં તેને દેશના અન્ય રાજ્યો સાથે પણ જોડવામાં આવશે.

 

સાત્વિક પ્રમાણિત સંસ્થા સાથે કરાર

ટ્રેનોમાં મુસાફરોને સાત્વિક ખોરાક આપવા માટે IRCTCએ સાત્વિક પ્રમાણિત સંસ્થા સાથે જોડાણ કર્યું છે, જે પ્રવાસ દરમિયાન મુસાફરોને શુદ્ધ શાકાહારી સાત્વિક ભોજન પ્રદાન કરશે. જો કે હાલમાં આ સુવિધા માત્ર પસંદગીના રૂટ પર જ ઉપલબ્ધ હશે. જે ટ્રેન યાત્રાધામ તરફ લઈ જાય છે. બાદમાં તેને દેશના અન્ય રાજ્યો સાથે પણ જોડવામાં આવશે.

 

18 ટ્રેનમાં સેવા શરુ કરવાની તૈયારી

હાલમાં IRCTCએ સાત્વિક પ્રમાણિત સંસ્થા સાથે મળીને દિલ્હીથી કટરા સુધી વંદે ભારત એક્સપ્રેસમાં આ સેવા શરૂ કરી છે. જો કે રામાયણ એક્સપ્રેસ સહિત અન્ય 18 ટ્રેનમાં આ સેવા શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. સાત્વિક પ્રમાણિત સંસ્થા મુસાફરોને ખાતરી આપશે કે તેમને જે ભોજન આપવામાં આવે છે તે સંપૂર્ણપણે શુદ્ધ, શાકાહારી અને સાત્વિક છે.

 

પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરુઆત

પાયલોટ પ્રોજેક્ટ તરીકે નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ સાથે સાત્વિક ફૂડ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ અન્ય કેટલાક ધાર્મિક સ્થળો તરફ જતી ટ્રેનોમાં પણ આ સુવિધા શરૂ કરવામાં આવશે. કોવિડ પીરિયડ પહેલા વંદે ભારત એક્સપ્રેસમાં માત્ર શાકાહારી ભોજન જ પીરસવામાં આવતું હતું.

 

આ પણ વાંચોઃ ICCનો મોટો નિર્ણય, ODI Super League સમાપ્ત, 2023 વર્લ્ડ કપ પછી ભારત નહીં કરે આયોજન

 

આ પણ વાંચોઃ હર્ષ સંઘવીની ડ્રગ્સ માફિયાઓને ચેતવણી “ડ્રગ્સ માફિયાઓની ખેર નથી” “નશાના નેટવર્કને તોડવા પોલીસ સક્ષમ”

Next Article